FIR અને PM કેમ નથી? કહીને વીમા કંપની એક્સિડેન્ટલ ડેથમાં ક્લેમ રીજેક્ટ ન કરી શકે

અમદાવાદઃ કન્ઝ્યુમર કોર્ટે તાજેતરમાં ઓર્ડર આપતા વીમા કંપનીને તેના ગ્રાહકને રુ. 1 લાખની રકમ આપવા આદેશ આપ્યો છે. આ પહેલા કંપનીએ મહિલાના દાવાને એટલા માટે નકારી કાઢ્યો હતો કે તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું પણ આ અંગેની FIR, પંચનામા અને પોસ્ટમોર્ટમ નોટ નહોતી. કંપનીની આ દલીલને કોર્ટે ‘હાઇપર ટેક્નિકાલિટી’ જણાવી ફગાવી દીધી હતી. જરુરી […]

બેટી બચાવો બેટી પઢાવો, ઓલપાડ તાલુકાના દેલાડ ગામમાં દીકરીનો જન્મ થતાં પંચાયત દ્વારા ઉજવણી કરાય છે

ઓલપાડ તાલુકાના દેલાડ ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા બેટી બચાવો બેટી પધાવો ને સાર્થક કરવા પ્રધાન મંત્રીના કાર્યને પ્રેરાઈને પોતાના ગામમાં પણ દીકરીના જન્મની ઉજવણી કરવાના ભાગરૂપે બેટીને શુકનમાં ચાંદીનો સિક્કો ભેટમાં આપવા સાથે મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ ‘બેટી બચાવો બેઠી પઢાવો’ અભિયાન થકી બેટીના જન્મને પ્રોત્સાહન […]

સુરતની 21વર્ષની બ્રેન ડેડ યુવતીનું હાર્ટ સુરતના જ યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું

સુરતમાં બ્રેનડેડ થયેલી એક 21 વર્ષની પટેલ સમાજની યુવતીનું હાર્ટ 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને મુંબઇ પહોંચાડાયું અને મુંબઇની હોસ્પિટલમાં સુરતના 26 વર્ષના યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું. સુરતથી આ 21મું હાર્ટ ડોનેશન થયું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી હવે હાર્ટ ડોનર તરીકે પણ જાણીતી થઇ છે. ડોનેટ લાઇફના સ્થાપક નીલેશ માંડલેવાળાએ કહ્યું હતું કે જ્હાન્વી […]

રાજ્યનો પ્રથમ ડી સેલીનેશન પ્લાન્ટ જોડિયામાં બનશે જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાનું ખારુ પાણી બનશે મીઠુ

દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાલાયક બનાવવા માટેના રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતમાં જામનગર જિલ્લાના જોડીયા ખાતે સ્થપાશે. આ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાના પાણીને મીઠું બનાવશે. મીઠા બનાવેલા પાણીને રાજકોટ, જામનગર શહેર સહિત જિલ્લાના ગામો તથા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને […]

સિદ્ધોની ભૂમિ ગીરનારની લીલી પરિક્રમા વિશેની ખાસ કેટલીક વાતો..

ગીરનારની લીલી પરિક્રમા વિશે ભાગ્યેજ કોઈ એવું મળે કે જે ન જાણતું હોય. કહેવાય છે કે હિમાલયમાં હજ્જારો વર્ષથી તપ કરતાં અનેક સિદ્ધો જેમ કુંભના મેળામાં અચુક પણે આવે છે. અને કુંભ સ્નાન કરીને ચાલ્યા જાય છે એ કોઈને ખબર પણ નથી પડતી તેવી જ રીતે ગરવા ગીરનારની કારતક મહિનામાં કરવામાં આવતી લીલી પરિક્રમા વિશે […]

ડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 20 લાખ દર્દીનો મફત ઈલાજ કર્યો

હું જ્યારે MBBS હતો સ્ટુડન્ટ હતો ત્યારથી જ વિચારી લીધું હતું કે એ લોકો માટે કંઈ કરીશ જેમને ગરીબી માટે સારવાર નથી મળતી. 14 ઓગસ્ટ 1973માં પાસ આઉટ થયો, બીજા જ દિવસે પિતાજીએ મારા માટે ગામમાં ફ્રી ક્લિનિક ખોલી આપ્યું. શરૂઆતમાં 8-10 દર્દી જ આવ્યા. ઘણા સમય સુધી દવાખાનું એક તાડપત્રીની નીચે ચાલતું રહ્યું પછી […]

ગારીયાધારના પરવડીની માધવ ગૌ શાળાને મળ્યું એક કલાકમાં પાંચ કરોડનું દાન

ગારીયાધાર પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ માધવ ગૌશાળા આયોજિત પ્રેરોકત્સવ ગૌસંવર્ધન ઓર્ગેનિક કૃષિ ઝેર મુક્ત જીવન માટે કૃષિ શિબિર માં એક કલાક માં પાંચ કરોડ થી વધુ નું અનુદાન માધવ ગૌશાળા ની નવી જમીન ભામાશ લવજીભાઈ બાદશાહ ના વરદ હસ્તે ભૂમિ પૂજન માધવ ગૌશાળા ના મુખ્ય દાતા માધવજીભાઈ માગુકિયા લેન્ડ માર્ક સહિત ગુજરાત ભરના શહેરો સુરત, […]

ભાવનગરમાં પિતાની છત્રછાયાથી વંચિત 281 લાડકડીના સમૂહલગ્ન સંપન્ન, 10 મુસ્લિમ દીકરી પણ સામેલ

ગૌલોકવાસી મુક્તાબેન દિનેશભાઈ લખાણી પ્રેરિત તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મારુતિ ઇમ્પેક્સના દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણી ભોજપરાવાળા પરિવાર દ્વારા રવિવારે ભાવનગરના જવાહર મેદાનમાં પિતાની છત્રછાયાથી વંચિત હિન્દુ, મુસ્લિમ સહિત સર્વ જ્ઞાતિઓના યુગલોનો જાજરમાન માહોલમાં આતશબાજી સાથે ભવ્ય સમૂહ લગ્ન સમારોહ ‘લાડકડી’ શીર્ષક તળે યોજાઇ ગયો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, […]

અહીં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી શિવ પ્રતિમા, આગામી વર્ષે થશે તૈયાર

ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા (182 મીટર લાંબી સ્ટેચ્યુ ઓફ યુનિટી) બાદ હવે રાજસ્થાનનાં નાથદ્વારામાં ભગવાન શિવજીની 351 ફીટ ઉંચી મૂર્તિ બનવા જઇ રહી છે. આ દુનિયામાં પોતાનાં તરફથી સૌથી ઉંચી શિવ પ્રતિમા હશે. તે આગલા વર્ષે માર્ચ સુધી બની જવાની સંભાવના છે. ઉદયપુરથી 50 કિ.મીનાં અંતરે શ્રીનાથદ્વારાનાં ગણેશ ટેકરીમાં સિમેન્ટ કોંકરીટથી બનેલી વિશ્વની સૌથી […]

હવે ગુજરાતના પાટીદાર યુવાનો નહીં રહે કુંવારા: અમદાવાદમાં કરાઇ રહી છે આ વ્યવસ્થા

વર્ષોથી આવેલી સમાજ વ્યવસ્થાની ખામીને કારણે પાટીદારોમાં સ્ત્રી જન્મનું પ્રમાણ ખાસ્સું ઓછું થઈ ગયું છે. જેના પરિણામે ગુજરાતના હજારો પાટીદાર યુવાનો લગ્નથી વંચિત રહી ગયા છે. જોકે આ સમસ્યાને નિવારવા પાટીદાર સમાજ દ્વારા ગુજરાત બહારની પાટીદાર યુવતીઓ સાથે ગુજરાતના પાટીદાર યુવાનોના લગ્ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે. તારીખ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન અમદાવાદના […]