શું સોનાની નગરી સુરતમા પટેલોનો દશકો હવે પૂરો થવા તરફ જઈ રહ્યો છે ???

(૧) સુરતમાં વેપારમા ખોટુ કરવાવાળા વધી ગયા છે. કોઈના પર ભરોસો મૂકી શકાય તેમ નથી. (૨) સુરતમાં દારૂ, વ્યસન, જુગાર ,વ્યભિચાર દરેક ઉંમરના લોકો કરી રહ્યા છે.આ એક પતનની મોટી નિશાની છે. (૩) સુરતમાં દરેક ધંધામા જબરી મંદી ચાલી રહી છે.આવક કરતાં જાવક વધી રહી છે તો પણ લોકો મોજશોખ ઓછા કરી કરકસર કરતા નથી.માથે […]

26/11 હુમલો: લોકોની રક્ષા કાજે પોતાના જીવ ગુમાવનાર આ 5 છે અસલી હીરો

દેશના કેટલાક બહાદુર પોલીસકર્મીઓ અને એનએસજીના જવાને આ આતંકીઓને ડટીને સામનો કર્યો હતો. અનેક લોકોના જીવ બચાવ્યાં. જેમાંથી 5 જાંબાઝોએ દેશ અને દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવ પણ ન્યોછાવર કરી દીધા. આવો જાણીએ આ 5 બહાદુર હીરો વિશે… હેમંત કરકરે મુંબઈ એટીએસના ચીફ હેમંત કરકરે રાતે પોતાના ઘરમાં ભોજન કરી રહ્યાં હતાં ત્યારે તેમને […]

વીજ કંપનીએ લાઇન નાખવાના લાખો રૂપિયા કહેતા ખેડુતે આખું ‘ડેરી ફાર્મ’સોલાર વીજળીથી ધમધમતું કર્યું

માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલ ડેરી ફાર્મ 100 ટકા સોલારથી ઉત્પન્ન થતી વિજળીથી ચાલતું ફાર્મ બન્યું છે. જેમાં અત્યાધુનિક મશીનરીથી પાણીની મોટર અને ચારો કાપવાની કટર પણ સોલારથી ઉત્પન્ન થતી વીજળીથી ચાલે છે. વેલાછા ખાતે રહેતા અને પરંપરાગત ખેતી કરી ગુજરાન ચાલવતા રાજેન્દ્રસિંહ ચૌહાણ 2014માં પશુપાલન વ્યવસાયમાં ઝંપલાવવાનો વિચાર આવ્યો હતો. જ્યારે સામાન્ય પશુપાલન વ્યવસાયની […]

જૂનાગઢના 1 હાથ ધરાવતા વિશ્વ પોસીયાએ નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

વિશાખાપટ્ટનમ ખાતે નેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ રહી છે. આ કોમ્પિટીશનમાં સમગ્ર દેશમાંથી 1842 સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે. જેમાં ગુજરાતના 14 સ્પર્ધકો છે જે તમામ જૂનાગઢના છે. આ અંગે હિરેનભાઇ રૂપારેલીયાએ જણાવ્યું છે કે 22થી 26 નવેમ્બર સુધી યોજાનાર સ્પર્ધામાં જૂનાગઢના સ્પર્ધકોએ અત્યાર સુધીમાં કુલ 12 મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં એક સ્પર્ધકને એક હાથ […]

આ યોગાસન કરવાથી માત્ર 1 જ મહિનામાં સાથળ અને હિપ્સની ચરબી થશે દૂર

ચરબી ઓછી કરવા આજકાલ ઘણા લોકો નીતનવા ઉપાય કરે છે. જીમમાં જવાથી લઈને અનેક જાતના ઓપરેશન પણ કરવામાં આવે છે. જોકે ઘણીવાર ડાયેટ પ્લાન અને જીમ ગયા પછી પણ શરીરની ચરબી દૂર થતી નથી અને જો થાય છે તો શરીરના કેટલાક ભાગ પર સાવ દૂર થઈ જાય છે જ્યારે કેટલાક ભાગ પર જેમની તેમ રહેતા […]

આ ગુજરાતીએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, જાણો સંપૂર્ણ વિગત

આ ગુજરાતીએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં, સાવ મફતમાં કરી બતાવ્યો નિંદામણનો નાશ, ભલભલા વૈજ્ઞાનિકો ન કરી શક્યા તે કામ આ યુવાન ખેડૂતે કર્યું.. રાજુભાઈ ગોયાણી પાસેથી શીખો દૂધ, સાકર અને ઘાસથી દવા બનાવવાની પદ્ધતિ જુઓ વિડિઓ.. ભાવનગરના મહુવા તાલુકાના માળવાવ ગામના યુવાન ખેડૂત રાજુભાઈ ગોયાણીએ પોતાની આગવી કોઠાસૂઝથી […]

શ્રી હરસિદ્ધિ માતા મંદિર, હર્ષદ (દ્વારકા)

સમુદ્રકાંઠે કોયલા ડુંગર નામની પહાડી પર આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ માતા તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘને હરાવવા માટે મા અંબાની ઉપાસના કરી હતી. જરાસંધ વધ પછી શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા દેવી સ્વરૂપે હરસિદ્ધિ મંદિરનું નિર્માણ કર્યું હતું. હરસિદ્ધિ માતા યાદવોના કુળદેવી તરીકે પૂજાય છે. હરસિદ્ધિ માતા […]

કઈ બીમારીમાં શું ખાવું અને શું અવોઈડ કરવું? જાણી લો

આજકાલની ફાસ્ટફૂડવાળી લાઈફમાં લોકો ખાવા પ્રત્યે બેદરકાર બનતાં જઈ રહ્યાં છે. જેની ખરાબ અસર તેમને આગળ જતાં ભોગવવી પડે છે. જી હાં, સ્વસ્થ હોય ત્યારે તો લોકો ખાવાપીવામાં ધ્યાન નથી જ આપતાં પણ હવે તો બીમારીમાં પણ લોકોને ખાવાપીવામાં ભાન રહેતો નથી અને ગમે તે ખાઈને રોગોને નોતરે છે. જેથી આજે અમે તમને કેટલીક બીમારીઓ […]

ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તાલુકાના હરિપર ગામના યુવા ખેડૂત વિનુભાઇ પટેલ પોતાની 43 વિઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત કપાસની ખેતી કરે છે. ગૌમૂત્ર સહિતની વસ્તુઓથી બનાવેલ જીવામૃત તેમજ લીંબડા, આકડા, ધતુરા જેવી વનસ્પતિઓમાંથી બનાવેલ જૈવિક કિટ નિયંત્રણના ઉપયોગથી તેઓ એકરે 50થી 60 મણ કપાસનું ઉત્પાદન મેળવે છે. કપાસની સાથે મકાઇ જેવા પાકો આંતરપાક તરીકે […]

પટેલ પરિવારે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી

ઓલપાડના પટેલ પરિવારે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી છે. પટેલ પરિવારને ત્યાં જન્મના સવા મહિને ઘરે આવી રહેલી દીકરીને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢી ધામધૂમથી લાવવામાં આવી હતી. જેના માટે ઘર બહાર અવનવી દીકરી દિલનો દીવો, પાપાની લાડોના લખાણ સાથેની રંગોળીઓ પણ ચિતરવામાં આવી હતી. દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને […]