અમૂલ ડેરીની સ્થાપના કરનાર ત્રિભુવનદાસ પટેલ કોણ હતા?
‘ધ ખેડા ડિસ્ટ્રિક કૉઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ’ વતી એક યુવક મુંબઈમાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના મૅનેજર ઍક્સિલ પીટરસનની ઑફિસે પહોંચે છે. યુવકની દાઢી વધેલી હતી અને દેખાવ લઘરવઘર હતો. તેણે મૅનેજરને કહ્યું કે ‘સિલ્કબૉર્ગ પૅસ્ચરાઇઝર’ મશીનનો ઑર્ડર દેવા આવ્યો છું.’ યુવકનો દેખાવ જોઈને મૅનેજરને વાત મજાક લાગી. ‘કૉલોનીયલ માનિસિક્તા’ ધરાવતા એ મૅનેજર માટે […]