સલામ છે રાજકોટની આ મહિલા હેલ્થ ઓફિસરને: 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા જાય છે

રાજકોટના સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઇ સૌકોઇને તેમને સલામ કરવાનું મન થાય, કારણ કે તેઓ 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા પહોંચી જાય છે. તેમણે જણાવ્યું હતું કે હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લાં બે વર્ષથી ફરજ બજાવું છું. જેમ ઝાંસીની […]

જન્મદિવસે પાર્ટી મનાવવા એક્ટિવા પર જઈ રહેલા ત્રણ મિત્રનો અકસ્માત; ડમ્પરે ટક્કર મારતાં બેનાં મોત, મૃતક બન્ને પરિવારના એકના એક દીકરા

દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે ગઈકાલે રાત્રિના સમયે બર્થડે પાર્ટી ઊજવવા માટે ત્રણ મિત્ર એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક મિત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે જેનો બર્થ ડે હતો તે મિત્રનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું તેમજ ત્રીજા મિત્રને ગંભીર […]

વ્યક્તિ બહાર શું ખાશે એ નક્કી કરવાનો હક કોર્પોરેશનને કોણે આપ્યો? પ્રશાસન પોતાની મરજી મુજબના વર્તનથી લોકોને હેરાન કરે એ ચલાવી નહી લેવાય: હાઈકોર્ટ

અમદાવાદ સહિતનાં મહાનગરોમાં લારી-ગલ્લાઓ ઉઠાવી લેવા તેમજ ગલ્લાધારકોનો ધંધો બંધ કરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આકરા શબ્દોમાં સવાલ પૂછ્યો હતો કે વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે શું ખાશે એ હવે કોર્પોરેશન નક્કી કરશે? મ્યુનિસિપલ કમિશરનને […]

રાજકોટમાં સિટી બસે ટુ વ્હીલરને ટક્કર મારતા PSIનું મોત, 2 પુત્રોએ પિતા ગુમાવ્યા

રાજકોટ સિટીમાં એક સિટી બસે ટુ વ્હીલરને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સિટી બસે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્યૂટી કરતા PSI એચ.એ. અઘામને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એમનું નિધન થયું હતું. આ ઘટનામાં PSIનું નિધન થતા […]

તમે ક્યારેય ખાધુ છે ‘બ્લેક ગાજર’? વિટામિન્સનો ખજાનો છે આ ગાજર, ફાયદા જાણીને આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

શું તમે કાળા રંગનું ગાજર જોયું છે? અનોખું એવું આ ગાજર વિટામિન્સનો ખજાનો છે. ઠંડીની સિઝન આવી ગઈ છે અને બજારમાં અનેક શાકભાજી મળવાં લાગ્યાં છે. જેમાં ગાજર ખૂબ જ પૌષ્ટિક હોય છે. ખાસ કરીને શિયાળામાં મળતા ગાજરનો સ્વાદ અલગ જ હોય છે. સલાડમાં ગાજરનો ઉપયોગ થાય છે સાથે તેનો હલવો અને અથાણું પણ બને […]

મોતનો મલાજો પણ ન જળવાયો: CDS જનરલ બિપિન રાવતના નિધન પર વિવાદિત ટિપ્પણી કરનાર અમરેલીના શખ્સની ધરપકડ કરવામાં આવી

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન છે. તમિલનાડુંના કુન્નુરમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેમાં CDS જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોનું નિધન થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ઘણા વિશેષજ્ઞોએ આ ત્રાસદી ભરી ઘટના પર પોત પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. […]

અમદાવાદમાં પતિ સમય નહીં આપી શકતાં પત્નીને બીજા યુવક સાથે પ્રેમ થયો, સાસુ હેરાન કરતાં હોવાનું બહાનું કાઢી પ્રેમી સાથે ભાગી ગઈ, અભયમની ટીમે પરીવાર તૂટતો બચાવ્યો

આજની ઝડપી અને સતત વ્યસ્ત જિંદગીના કારણે પતિ-પત્ની એકબીજાને સમય નથી આપી શકતા. જેની અસર તેમના દાંપત્યજીવન પર પડે છે. નોકરી અને ઘરની જવાબદારીના કારણે પતિ પત્નીને સમય આપી શકતો ન હોવાથી પત્નીને ઘરમાં એકલતાનો અનુભવ થતો હતો. પતિ સમય ન આપી શકતા પત્ની તેના જુના મિત્ર સાથે ફરી મિત્રતા કરી તેની સાથે વાતો અને […]

હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચી જનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ છે શૌર્ય ચક્રથી સન્માનિત, ગ્રુપ કેપ્ટનના સ્વાસ્થ્ય માટે થઈ રહી છે પ્રાર્થના

તામિલનાડુમાં કુન્નુર નજીક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થઈ ગયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર સર્વાઈવર છે, જેમને ગંભીર સ્થિતિમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ભારતીય […]

દુષ્કર્મીઓને ખુલ્લા પાડવા રાજ્ય સરકારનો નિર્ણય: દાખલો બેસાડવાના આશયથી દુષ્કર્મના આરોપીઓના ફોટા અને સજાની વિગતો દર્શાવતાં હોર્ડિંગ મુકાશે

સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે. તથા બાળકીનાં માતા-પિતાને 20 લાખ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો છે. પોર્ન વીડિયો જોયા બાદ ગુડ્ડુ યાદવ નામના આરોપીએ બાળકી સાથે પાશવી કૃત્ય આચર્યું હતું. ભવિષ્યમાં આ પ્રકારના ગુના બને નહીં એ માટે […]

યુનિફોર્મના ધંધામાં પણ સ્કૂલો અને વેપારીઓની સાઠગાંઠ: સ્કૂલ-સંચાલકોની 20% મલાઈ, માત્ર 2 મહિના યુનિફોર્મ વેચીને દુકાનવાળા કરોડપતિ થઈ ગયા!

ગુજરાતમાં શિક્ષણની સાથે-સાથે હવે ઓફલાઈન સ્કૂલો શરૂ થવાની અટકળો વચ્ચે વાલીઓની પણ હાલત કફોડી બની છે. એમાં પણ ખાનગી સ્કૂલ-સંચાલકોએ તો બેફામ બનીને ફીનાં ઉઘરાણાં શરૂ કરી દીધા છે. સ્કૂલો લાખો રૂપિયાની ફી વસૂલે છે, પણ સંચાલકોની લાલચ ત્યાં પૂરી થતી નથી. ફીથી સંતોષ ન હોય એ રીતે સ્કૂલ-સંચાલકો હવે યુનિફોર્મનો પણ ધંધો કરવા લાગ્યા […]