વનરક્ષકનું પેપર જીતુ વાઘણીના વતન ભાવનગરથી ફૂટ્યુ : યુવરાજસિંહ જાડેજાએ મીડીયા સમક્ષ પુરાવા જાહેર કરી કહ્યુ ઢાંકણીમાં પાણી મૂકી ડૂબી મરો

વનરક્ષકની ભરતીમાં કોપી કેસ નહી પણ પેપર લીક થયાનો ઘટસ્ફોટ એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. ગાંધીનગરમાં મીડિયા સમક્ષ યુવરાજે કહ્યુ કે રવિવારે પરીક્ષા પહેલા જ આ ભરતીનું પેપર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વતન ભાવનગરમાંથી લીક થયુ હતુ. તેમણે પુરાવા હોય તો જાહેર કરવા પડકાર ફેંક્યો હતો. તો અમે આ પુરાવા જાહેર કરી રહ્યાં છીએ. સરકારમાં […]

પશ્ચાતાપ પેટી: બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નવો પ્રયોગ, પરીક્ષા ખંડમાં પ્રવેશતાં જ કાપલી આ પેટીમાં મુકવી

અમદાવાદમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પોતાની સાથે લઈને આવેલા સાહિત્ય કે કાપલીઓ પરીક્ષા ખંડમાં લઈને જાય નહીં તે માટે પરીક્ષા કેન્દ્રની બહાર પશ્ચાતાપ પેટી મુકવામાં આવી છે. આ પેટી માત્ર નામ પુરતી રહી હોય તેમ કોઈ પણ વિદ્યાર્થીએ તેમાં સાહિત્ય કે કાપલી મુકી નહોતી. જેથી આ પેટી […]

સુરતમાં સજ્જુનો ત્રાસ: વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને ઉઠાવી જતા, માર મારી મિલકત પડાવી લેતો, BMW સહિતની 12 કાર મળી

‘જૈસી કરની વૈસી ભરની, એવો ઘાટ માથાભારે સજ્જુ કોઠારીનો થયો છે. નાનપુરા જમરૂખ ગલીમાં ટપોરી સજ્જુ ઉર્ફે મોહંમદ સાજીદ ગુલામમોહંમદ કોઠારી બંગલાનાં ગુપ્ત રૂમમાં સંતાયો હતો તે જ રૂમની નીચે ઓફિસમાં માથાભારે વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને બોલાવી માર મારતો હતો. પોલીસે તેને ગુપ્ત રૂમમાં જ કાયદો શું છે તેનું ભાન કરાવી દીધું હતું. માથાભારે સાજીદ […]

આમ આદમી પાર્ટી જ્યાં હોય ત્યાં સામેની પાર્ટીના ચૂંટણીમાં સૂપડા સાફ થઈ જાય છેઃ ઈસુદાન

AAP સહીતની પાર્ટીઓ જો ચૂંટણી જંગમાં ઉતરશે તો BJPને ફાયદો થવાની વાત નિતિન ગડકરીએ એક પ્રોગ્રામમાં કરી હતી ત્યારે આ વાતને લઈને નિતિન ગડકરીના નિવેદનને લઈને AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, AAP પાર્ટીથી BJP ડરી ગઈ છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીની વિઝિટો વધી ગઈ છે. ભાજપને કોંગ્રેસથી ક્યારેય ડર નથી લાગ્યે મિલીભગતથી રાજનીતિ ચાલતી હતી. […]

કોંગ્રેસ ફૂટેલી છે એટલે પેપર ફૂટવાના આરોપ લગાવે છે: જીતુ વાઘાણી

મહેસાણા જિલ્લાના ઉનાવામાં આવેલી મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાં વન રક્ષકની પરીક્ષા દરમિયાન પરીક્ષાનું પેપર ફૂટયું હોવાની વાતને લઈને સરકારી તંત્ર દોડતું થયું હતું. તો બીજી તરફ પેપર ફૂટવાની વાતને લઇ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસ હવે સરકારને ઘેરવાની એક પણ તક છોડવા માગતી ન હોય તેવું […]

અમદાવાદમાં બોર્ડની ચાલુ પરીક્ષાએ ધો.12ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલ ખસેડાયો, સારવાર દરમિયાન મોત

કાલે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો.જેને પગલે ગોમતીપુરની એસ.જી.પટેલ હાઇસ્કૂલના વિદ્યાર્થી એવા અમાન આરીફ શેખને સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. વિદ્યાર્થીને વેન્ટીલેટર પર રખાયો હતો અમાન આરીફ શેખ એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો, ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો […]

શું તમારા હાથ પણ ધ્રૂજે છે? તો ચેતી જજો, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત, આ એક્સરસાઈઝથી મળશે આરામ

શું તમારા પણ હાથ ધ્રૂજે છે? હકીકતે આ મુશ્કેલી એક ઉંમર બાદ થવા લાગે છે પરંતુ બદલાતી લાઈફસ્ટાઈલ અને ભોજનના કારણે આ બીમારી નાની ઉંમરના લોકોને પણ થઈ રહી છે. તમે જોયું હશે કે મોટાભાગના લોકોને કંઈક બોલતી વખતે અથવા કોઈ પણ કામ કરતી વખતે હાથ ધ્રૂજતા રહે છે. આમ તો આ પ્રકારની સમસ્યા એક […]

સુરતમાં માતા-પિતા માનેલા ભાઇના ઘરે દીકરીને મૂકીને ગયા વતન, હવસખોરે તમામ હદ વટાવી આચર્યું દુષ્કર્મ

સુરત શહેરના (Surat) રાંદેર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 13 વર્ષની બાળકી (rape on minor) પર પડોશમાં જ રહેતા પિતાના મિત્ર એવા યુવાને દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિની જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં ગુડ ટચ બેડ ટચના કાર્યકમો સતત થતા રહે છે. જેથી વિદ્યાર્થિનીએ પાડોશીની ગંદી હરકતો બાબતે સ્કૂલના પ્રિન્સિપાલને વાત કરી હતી. જેને લઇને સમગ્ર […]

કિરણ એક્સપોર્ટના માલિકને ગરીબ વ્યક્તિ પર પૈસાના જોરે દાદાગીરી કરવી ભારે પડી, જાણો વિગતે.

ઘણી વખત પૈસાના ઘમંડમાં વ્યક્તિ ગરીબ લોકો પર ત્રાસ ગુજારતો હોય છે પરંતુ ક્યારેક પૈસાનો ઘમંડ પણ વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દેતો હોય છે. ત્યારે આવી જ કંઈક ઘટના સુરતના એક વેપારી અને ડાયમંડ બુર્સના ચેરમેન સાથે બનવા પામી છે. રિપોર્ટ અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં જીગ્નેશ કાકડિયા નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે રહેશે છે. જીગ્નેશ કાકડિયા […]

કોંગ્રેસ વર્ષો સુધી સરકારમાં રહી ક્યારેય ખેડૂતોની ચિંતા કરી નથીઃ સી.આર.પાટીલ

ગીર સોમનાથ જીલ્લા કિસાન મોરચા દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન માટે નમો કિસાન પંચાયત કાર્યક્રમ સુત્રાપાડા ખાતે યોજાયો હતો તેમાં સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વર્ષો સુધી સરકારમાં રહી ક્યારેય ખેડૂતોની ચિંતા કરી નથી કે ખેડૂતોને ખરા અર્થમાં લાભ થાય તેવી કોઇ યોજનાઓ જાહેર કરી નથી. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે […]