ધ મિસિંગ 54: જો લૌટ કે ઘર ના આયે.. જરા યાદ ઉન્હૈ ભી કર લો..

પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ગણતરીની કલાકોમાં ભારત પરત ફર્યા ફરી ચૂક્યા છે. પાકિસ્તાને તેમને ભારતને સોંપી દેવા પડયા, એ ભારતની વિદિશનિતી અને કૂટનિતીની જીત છે. પરંતુ એ સાથે એ પણ યાદ કરવું પડે કે ૧૯૭૧ના યુદ્ધના ૫૪ સૈનિકો આજે પણ મિસિંગ છે. એમનો કોઈ અત્તો-પત્તો નથી અને તેમની સાથે શું થયું તેનો પણ ભારત […]

IIMમાં ભણીને તબેલો અને MBA કરીને ખેતી, આ યુવાનો પરંપરાગત ખેતી છોડી કરે છે આધુનિક રીતે ખેતી

‘રામદૂત શુકલાએ આઈઆઈએમ કર્યા પછી પણ બેન્કની નોકરી છોડીને તબેલો શરૂ કર્યો છે, જ્યારે પુણેની કોલેજમાં એમબીએ કરેલાં નિશાંત નાયક કેરીની ખેતી કરે છે. આજે બંને યુવકો જોબ કરતાં 10 ગણું વધારે કમાય છે.’ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણામાં ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો 2019નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જોબ છોડીને પરંપરાગત રીતે ખેતી કરવાની […]

બાલાકોટઃ એર સ્ટ્રાઇકમાં મિરાજમાં એડ કરાયા હતા સ્પાઈસ-2000 ગાઈડેડ બોમ્બ, જેણે કર્યો જૈશના કેમ્પનો સફાયો

પાકિસ્તાનના બાલાકોટમં સ્થિત જૈશ-એ-મોહમ્મદના અડ્ડા પર ભારતે ફાઇટર જેટ વડે હુમલો કરી અનેક આતંકવાદીઓ સાથે કેમ્પનો પણ સફાયો બોલાવી દીધો હતો. આ હુમલા માટે સ્પાઈસ-2000 ગાઈડેડ બોમ્બની કોમ્પ્યુટર મેમરીને ઉપગ્રહ દ્વારા મળેલી તસવીરો અને ચોક્કસ ભૌગોલિક જાણકારી દ્વારા ભરવામાં આવ્યા હતા. જે બાદ તેને ભારતીય વાયુસેના દ્વારા ગ્વાલિયર એરફોર્સ સ્ટેશન ખાતે તહેનાત મિરાજ-2000 વિમાનોમાં લોડ […]

અક્ષય કુમારની ‘દરિયાદિલી’, 100 દુલ્હનોને સમુહ લગ્નમાં આપ્યા 1-1 લાખ રૂપિયા

છેલ્લા થોડા સમયથી અક્ષય કુમાર સતત એક પછી એક સમાજસેવાનાં કામોમાં પ્રવૃત્ત રહેતો દેખાઈ રહ્યો છે. હમણાં થોડા સમય પહેલાં જ ‘ભારત કુમાર’ તરીકે જાણીતા આ સ્ટારે પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી હતી. હવે એણે એક ચેરિટી ઈવેન્ટમાં 100 નવવધૂઓને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી. […]

આતંકવાદીઓ બાદ અલગાવવાદીઓનો વારો, જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી પર મોટી કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામી વિરુદ્ધ સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે જમાત-એ-ઈસ્લામી પર કાર્યવાહી કરતા તેના 79 ખાતા સીલ કરી નાખ્યા છે. આ સાથે જ જમાત-એ-ઈસ્લામીના 52 કરોડ કેશ પણ ફ્રીઝ કરી દેવાયા છે. આ કાર્યવાહીમાં હજારથી વધારે ધાર્મિક સંસ્થા પણ સીલ કરી દીધી છે અને જમાત-એ-ઈસ્લામીના 200 મેમ્બરને કસ્ટડીમાં લીધા છે. 350થી વધારે સભ્યોને […]

અત્યારે આવી છે અભિનંદનની હેલ્થ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં મુલાકાત કરી

વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાતે 9.20 વાગ્યે સ્વદેશ પરત ફર્યા છે. ગઈ કાલે મોડી રાતે જ તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં અભિનંદને તેમના માતા-પિતા, પત્ની અને દીકરા સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી વાયુસેના અભિનંદનને લઈને આર આર હોસ્પિટલ પહોંચી હતી. અહીં તેમની શારીરિક અને માનસિક તપાસ ચાલી રહી છે. આજે અહીં રક્ષા મંત્રી […]

જ્યારે અભિનંદન માટે આખો દેશ જશ્ન મનાવી રહ્યો હતો, ત્યારે આ શહીદોની થઈ રહી હતી અંતિમ વિદાઈ

શુક્રવારે જે સમયે આખો દેશ વિંગ કમાન્ડર અભિનંદનની રાહમાં હતો તેજ સમયે દેશ સેવા કરતા પોતાનો જીવ આપનાર અમુક સૌનિકોને અંતિમ વિદાય પણ આપવામાં આવી રહી હતી. શહીદના અંતિમ સંસ્કાર વખતે પાડવામાં આવેલી એક ઈમોશનલ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સએ લખ્યું છે કે આ શહીદોને ન ભુલવા જોઈએ. […]

વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 વડે કેવી રીતે એફ-16નો પાડી દીધો ખેલ, જાણો અદભુત પરાક્રમની કહાની

ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને પોતાના મિગ-21 વડે કેવી રીતે એફ-16નો મુકાબલો કર્યો હતો તેની ચર્ચા હજી પણ ચાલી રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની વિમાનોનુ ધાડુ બુધવારે સવારે ભારતીય સીમામાં ઘૂસ્યુ ત્યારે આ પૈકીનુ એક એફ-16 નૌશેરા સેક્ટરમાં 8000 ફૂટની ઉંચાઈ દાખલ થયુ હતુ. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન બુધવાર સવારનાં પોતાની […]

જમ્મુ-કાશ્મીરમાં મા ભૌમની રક્ષા કરતા અરવલ્લીનો જવાન શહીદ, ગામ હિબકે ચઢ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ વચ્ચે બન્ને દેશોની સરહદે સ્થિતિ વણસેલી છે. ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ કટારા લેહમાં શહીદ થયા છે. આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોર જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડતા તેની નીચે દટાયા હતા. તેમની સાથે ફરજબજાવતા જવાનોએ ખુશાલસિંહ ઠાકોરને બરફના […]

આ લેઉવા પટેલ યુગલે હાઈવે પર તરછોડાયેલી બાળકીને દત્તક લઈ આપ્યું નવજીવન

વડોદરાઃ સમાજમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી જતા છેલ્લા થોડા સમયથી દીકરીઓની સંખ્યા વધારવા માટે પટેલ સમાજે કમર કસી છે. લેઉવા પાટીદાર સમાજના એક યુગલે હાઈવે પર તરછોડાયેલી કૂમળી બાળકીને જીવતદાન આપીને ઉમદા દાખલો બેસાડ્યો છે. અશ્વિન પટેલ અને તેમની પત્ની ઈલા લુણાવાડામાં રહે છે. લગ્નના 18 વર્ષ બાદ પણ સંતાનસુખ ન મળતા તેમણે નક્કી કરી લીધુ […]