નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં જમવામાં દાળ-શાકમાં ઇયળ, દૂધમાં પાણી અને બળેલી રોટલી મળતા 1500 આદિવાસી બાળકોનો હોબાળો

નસવાડી તાલુકાના લિંડા ગામે શિક્ષણ સંકુલમા ધારસિમેલ, પિસાયતા, ઘૂંટીયાઆંબા અને મોડલ સ્ફુલ નસવાડી કાર્યરત છે. દરરોજ બપોરનું 1500થી વધુ વિદ્યાર્થીઓનું જમવાનું અહીં બને છે. જ્યારે શિક્ષણ સંકુલમાં ત્યાં જ રહી 1200થી વધુ કન્યાઓ અભ્યાસ કરે છે. શાળા શરૂ થઈ ત્યારથી ભોજનની ગુણવતા પર કન્યાઓએ પ્રશ્ન કર્યાં છે. પણ કોઈ ધ્યાન આપતું નથી. આદિવાસી કન્યાઓને ભોજનમા […]

રાજકોટના લીલી સાજડિયાળીના યુવાને પોલીસ ભરતીની દોડની પરીક્ષામાં નાપાસ થતાં ઝેરી દવા પી આપઘાત કર્યો, પરિવારમાં આઘાત

રાજકોટના સરધાર નજીક લીલી સાજડિયાળી ગામમાં 26 વર્ષના યુવાને પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ પૂરી ન કરી શકતાં નિરાશ થઇ જતાં ઝેરી દવા પી જિંદગીની સફરનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ યુવાને દોડની પરીક્ષામાં નાપાસ થતાં આ પગલું ભરી લીધાનું ખૂલ્યું છે. યુવાનના આપઘાતથી […]

સુરતમાં 7 વર્ષની બાળકીએ કોણી પર બેલેન્સ કરીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ બનાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

સુરતની એક 7 વર્ષની માસૂમ બાળકીએ કોણી પર બેલેન્સ રાખીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ પોતાના નામે અંકિત કરી દીધો છે. તેની આ સિધ્ધી ઇન્ડિયા બૂક ઓફ રેકર્ડસમાં નોંધાઇ છે. આ નાનકડી બાળકીના ટેલન્ટે સુરતની સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પોતાની દિકરીમાં આવું અદભૂત ટેલન્ટ છે એ વાતની માતા-પિતાને ખબર જ નહોતી, ટાયકોન્ડોના કલાસ ટીચરે […]

ફૂડ પોઈઝનિંગ: દેવગઢ બારિયાના ભુલવણમાં ધાર્મિક પ્રસંગમાં અંતિમ દિવસે 6 બકરાં કાપીને ખાધા બાદ 4નાં મોત, 12થી વધુને ગંભીર અસર થતા હોસ્પિટલમાં દાખલ

દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. આ પૈકીના 4 લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. 12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ […]

સાવરકુંડલામાં 50 વર્ષની મહિલા પર 4 નરાધમોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, મહિલાનું અપહરણ કરી ખેતરમાં લઈ જઈ આખી રાત દેહ ચૂંથ્યો

સાવરકુંડલાના લીખાળા ગામમાં રહેતી એક પરપ્રાંતિય મહિલાને તેની ઓરડીમાંથી રાત્રિના સમયે 4 પરપ્રાંતિય શખ્સો ઉપાડીને ખેતરમાં લઈ ગયા બાદ તમામ નરાધમોએ સામૂહીક રીતે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગે સાવરકુંડલા પોલીસ મથકે ભોગ બનેલી મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મૂળ મધ્ય પ્રદેશના વતની એવા […]

સંધિવા સહિત અનેક રોગોમાં ફાયદાકારકછે તજ, શરીરને ઘણા રોગો સામે લડવામાં કરે છે મદદ, જાણો અને શેર કરો

તજએ ભારતીય ઘરોના રસોડામાં એક મહત્વપૂર્ણ મસાલો છે. તે માત્ર ખોરાકનો સ્વાદ જ વધારતો નથી પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા ઔષધીય ગુણોને કારણે જ તેને આયુર્વેદમાં ‘ત્વચા’ તરીકે ઓળખવામાં આવે છે. તજ એ એક સૂકો મસાલો છે જે મુખ્યત્વે ભારતના પશ્ચિમ/દક્ષિણ ભાગોમાં જોવા મળે છે. ગરમ મસાલામાં તજનો ઉપયોગ થાય છે. તજનો […]

અમદાવાદમાં યુવકે પત્ની હોવા છતાં પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા, સવારે-રાત્રે બે-બે કલાક આવતો ને…

અમદાવાદ શહેરમાં અવાર નવાર પરિણીતા સાથે છેતરપિંડી, શારીરિક-માનસિક ત્રાસ સહિતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવો જ એક કેસ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમા પરિણીતાએ તેના પતિ સામે શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવકે પહેલી પત્નીને છૂટાછેડા આપી દેશે તેમ કહીં યુવતીને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ […]

પેપર લીકનું ભૂત ફરીથી ધણધણ્યું! હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 10થી 12 લાખમાં વેચાયું! આ વ્યક્તિએ મોટા ધડાકા કર્યા

ગુજરાત રાજ્યમાં ફરીથી પેપર લીકનું ભૂત ધણધણ્યું છે. રવિવારે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે, ગૌણ સેવા મંડળની આ પરીક્ષાનું પેપક હિંમતનગરથી લીક થયું હતું. પેપર લીકમાં પોલીસ કર્મચારીની સંડોવણી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સવાર સુધીમાં ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા અને પ્રતિજના […]

ભાઈ પર હત્યાનો આરોપ હતો, પોલીસે બહેનને એટલી ટોર્ચર કરી કે 16 વર્ષ સુધી પથારીવશ રહ્યા બાદ મોતને ભેટી, મરતી વખતે પણ ન્યાયની રાહ જોતી રહી

કુલવંત કૌર પોલીસની હેવાનિયતનો શિકાર બન્યા બાદ 16 વર્ષ સુધી પથારીવશ રહી, ન્યાય મેળવવા પત્રો લખતી રહી… છેવટે શુક્રવારે તેણે દમ તોડ્યો. જોકે મરતી વખતે તે ન્યાયની રાહ જોતી રહી. છેલ્લા શ્વાસ સુધી પંજાબના મુખ્યમંત્રી પાસે ન્યાય માગતી રહી. આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ જારી થયા, પણ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ […]

વડોદરાની ખાનગી કંપનીએ બેંક ઓફ બરોડાને રૂ.40 કરોડનો ચૂનો લગાવ્યો, CBIની ટીમ દ્વારા સર્ચ ઑપરેશન ચાલું, મોટા ખુલાસા સામે આવે તેવી શક્યતા

વડોદરામાં એક ખાનગી કંપનીએ બેંક ઓફ બરોડાને રૂ.40 કરોડનો ચુનો લગાવ્યો છે. જેના કારણે CBIની ટીમે વડોદરામાં ધામા નાંખી દીધા છે. કરોડો રૂપિયાના આ કૌભાંડ મામલે CBIમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે. CBIની 5 ટીમે અમદાવાદ અને વડોદરામાં સઘન સર્ચ ઑપરેશન ચાલું કરી દીધું છે. આવનારા સમયમાં આ કેસમાં કોઈ મોટા ખુલાસા સામે એવી શક્યતાઓ […]