અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 7 કલાક સુધી સળગતું રહ્યું કેમિકલ ભરેલું કન્ટેનર, 25 કિમી સુધી ટ્રાફિક જામ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બેડવા ગામ નજીક કેમિકલ ભરેલા કન્ટેનરમાં લાગેલી આગને ઓલવવા આણંદ ફાયરવિભાગે એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો અને 200 લિટર કેમિકલ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કન્ટેરમાં આગને કારણે ધડાકા થતા હતા જે બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયા હતા. કન્ટેનરનુ વેગન પેક હોવાના કારણે તેને કાપવા માટે જેસીબીનો ઉપયોગ કરવાની ફરજ […]

અન્નો બગાડ અટકાવીને તેને જરૂરીયાત મંદો સુધી પહોંચાડવાનું કામ કરતી આણંદની લાગણી નામની સંસ્થા

અન્નો બગાડ અટકાવીને તેને જરૂરીયાત મંદો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે આણંદની લાગણી નામની સંસ્થા. જેમાં નિસ્વાર્થ કામ કરતાં યુવકો લગ્ન સમારંભ,ભંડારા,બર્થ-ડે પાર્ટીમાં વધેલું ભોજન સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને પીરસી તેમની જઠરાગ્નિ ઠારે છે. પંથકમાં આ સિવાય પણ કેટલીક સંસ્થાઓ છે જે વાર તહેવારે ફંડ એકત્રીત કરી મીઠાઇ, ફળફળાદી વગેરેનું વિતરણ કરે છે. તો […]

ગુજરાત સ્થાપના દિવસ / વિદેશમાં વસતો દર ત્રીજો ભારતીય છે ગુજરાતી, યુએસ-યુકેમાં પોપ્યુલર સરનેમ છે ‘પટેલ’

વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. વિશ્વ ગુજરાતી સમાજના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જેટલા ભારતીયો અન્ય દેશમાં જઈને વસે છે તેમાં સૌથી વધારે પ્રમાણ ગુજરાતીઓનું છે. આંકડાઓ મુજબ વિદેશમાં વસતાં કુલ ભારતીયોમાં 33 ટકા ગુજરાતી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં […]

25 વર્ષ જૂની સોસયટીઓને રીડેવલપ કરી શકાશે, ખરડો થયો મંજૂર, 75 ટકા મકાન માલિકોની સંમતિ જરૂરી

ખાનગી સોસાયટીના રિડેવલપમેન્ટ બિલને આજે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂરી આપી દીધી છે. સરકારે વર્ષો જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ 1973માં સુધારો કરવામાં આવ્યો છે. હવે 75 ટકા મકાન માલિક સહમત થાય તો હવે સોસાયટીને રિડેવલપ કરી શકાશે. જોકે હાઉસિંગ કોલોની રિડેવલપ કરવા માટે સંબંધિત […]

લંડનમાં કચ્છના જશુબેન વેકરીયાને પ્રિન્સ ચાર્લ્સના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

કચ્છના દહીંસરામાં જન્મેલા અને હાલે લંડનની શાળામાં ઉપઆચાર્યા તરીકે સેવા બજાવતા જશુબેન વેકરીયાને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના હસ્તે મોસ્ટ એક્સેલન્સ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવ આપતા જશુબેને કહ્યું હતું કે “ખૂબ જ જોરદાર અનુભવ રહ્યો. બંકીંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સને મળવું અને તેમના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ […]

લીમડાના પાન જ નહીં ફળ પણ છે બહુઉપયોગી, આંખ સહિત કિડની માટે છે ફાયદાકારક છે લીંબોળી

ભારતીય સંસ્કૃતિમાં લીમડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઉનાળામાં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉનાળામાં થતી બીમારીઓથી લીમડો શરીરનું રક્ષણ કરે છે. લીમડાના ઝાડ નીચે ગરમીમાં બેસવાથી શીતળતા મળે છે. વળી ચહેરા માટે લીમડાના પાન પણ ઉપયોગી છે. […]

રાજા હરિશચંદ્રના લગ્નજીવન સાથે જોડાયેલી વાતો-

લગ્નજીવન એ લોકોનું જ સૌથી વધુ સુખી રહેતું હોય છે, જેના જીવનમાં 1-પ્રેમ, 2-ત્યાગ, 3-સમર્પણ, 4-સંતોષ અને 5-સંસ્કાર આ પાંચ વાતો હોય. આ પાંચ વાતો વગર દાંપત્ય જીવનનું અસ્તિત્વ જ નથી. દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવાં માટે આ પાંચ વાતો જીવનમાં ઊતારવી જરૂરી છે. સુખી અને સફળ દાંપત્યના બધા સૂત્ર રાજા હરિશચંદ્રના જીવન દ્વારા સમજી શકાય […]

સોફ્ટ ડ્રિંક પીવાના શોખીન હો તો ચેતી જજો, થઈ શકે છે ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગો

ઉનાળામાં તરસ છિપાવવા માટે લોકો પ્રવાહી વસ્તુઓનો ઉપયોગ વધુ કરે છે, જેમાં સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરંતુ સોફ્ટ ડ્રિંક તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. એક સંશોધન મુજબ, વધુ નરમ અથવા ઠંડાં પીણાંના વપરાશથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. તેથી જો તમે પણ સોફ્ટ ડ્રિંકનો વધુ વપરાશ કરો છો તો […]

લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા હરબટીયાળી ખાતે સમુહ લગ્ન આયોજન

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા સમુહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમુહ લગ્ન હરબટીયાળી ખાતે તા. 7-૫-૧૯ના રોજ અખાત્રીજ મંગળવારે યોજાશે. શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ ખવત જ સમુહ લગ્નનું આયોજન કરાયેલ છે. સમુહ લગ્ન યોજવા માટેની પ્રેરણા સમયાંતરે પરિવતર્નની હાકલ કરનાર યુવાન નરેન્દ્રભાઇ પરસોતમભાઇ સંધાતે પુરી પાડી જવાબદારી પણ લીધેલ. સમુહ લગ્ન […]

સૌરાષ્ટ્રની ઓળખ સમો ‘છકડો’ 50માં વર્ષે રિટાયર થાય છે, અતુલ ઓટો છકડો રિક્ષાનું ઉત્પાદન કરશે બંધ

રિક્ષા બનાવતી ભારતની ત્રીજી મોટી કંપની રાજકોટ સ્થિત અતુલ ઓટો લિમિટેડનું નામ પડે એટલે સૌથી પહેલા જે યાદ આવે તે છે ‘છકડો’. ગ્રામીણ વિસ્તારોમાં અને એમાંય ખાસ કરી ને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આજે પણ પરિવહન માટે છકડો એ મુખ્ય સાધન છે. જ્યાં સરકારી બસ પણ ના મળતી હોય તેવા વિસ્તારોમાં હજુ પણ છકડા પર સવારી કરીને […]