સુરતની જય જવાન નાગરિક સમિતી દ્વારા પુલવામાના 44 શહીદ પરિવારોને 1 લાખની સહાય અપાઈ

જ્યારે કોઇ મોટી ઘટના બને અને જવાનો શહીદ થાય ત્યારે દેશની જનતામાં દેશ ભક્તિનો વંટોળ આવે છે. ચાના ઉભરાની માફક સમયાંતરે તે શમી ગયા બાદ કોઇ કોઇની ખબર પુછનાર હોતું નથી. પરંતુ સુરતની જનતાએ કર્યુ છે તેવુ હજુ સુધીમાં અમે સાભળ્યું નથી કે જોયું નથી. આ શબ્દો સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ ત્યારે ઉચ્ચાર્યા હતા જ્યારે પુલવામા […]

હવે જન્મતાની સાથે બહેરા બાળકનું નિદાન 10 મિનિટના ટેસ્ટથી શક્ય, સર્જરીથી એક જ વર્ષમાં બાળક બોલી-સાંભળી શકશે

જન્મેલું બાળક મૂક-બધિર હોવાની માતાપિતાને બેથી ત્રણ વર્ષ બાદ જાણ થતી હોય છે. જોકે હવે બાળકમાં જન્મની સાથે જ બહેરાશનું નિદાન થઈ શકે તેવી ટેક્નોલોજી અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવાઈ છે. સોલા સિવિલમાં ઉપલબ્ધ થયેલાં બે અદ્યતન મશીનથી થતાં 5થી 10 મિનિટના ટેસ્ટથી જન્મતાની સાથે બાળકમાં બહેરાશનું નિદાન કરી શકાય છે તથા તાત્કાલિક […]

બર્થડે બંપ્સ વાળા લોકો માટે આંખ ઉઘાડતી ધટના: IIM વિદ્યાર્થીને જન્મદિવસની પાર્ટી પડી ભારે, મિત્રોની મજાએ લીધો બર્થડે બોયનો જીવ

બર્થડે બંપ્સ…. અમને નથી ખબર તમે આના વિશે સાંભળ્યુ છેકે નહી. પરંતુ બર્થડે બંપ્સે એક છોકરાનો જીવ લીધો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેને ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે એક ફેસબુક ટ્વીટ દ્વારા શેર કર્યો છે. તો આ ઘટના પર અનેક લોકોએ ટ્વીટ પણ કરી છે. આ વીડિયોમાં બર્થડે મનાવી રહેલા એક વિદ્યાર્થીને તેના […]

વડોદરાની ગરીમા છેલ્લા 3 વર્ષથી વ્હીલ ચેર ઉપર હોવા છતાં ધો-12 CBSE બોર્ડમાં 95.2 ટકા મેળવ્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા આજે ધો-12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના વાસણા-ભાઇલી રોડ પર આવેલા બ્રાઇટ ડે સ્કૂલમાં અભ્યાસ કરતી ગરીમા વ્યાસે હ્યુમેનિટીઝ વિષયમાં 95.2 ટકા પ્રાપ્ત કર્યાં છે. ત્રણ વર્ષ પહેલા ધો-10ની પરીક્ષા પહેલાં ગરીમાને પાવાગઢમાં ટ્રેકિંગ દરમિયાન કરોડરજ્જુના ભાગે ઇન્જરી થઇ હતી. અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી વ્હીલ […]

પિતાના ઈલાજનો અને તેમના ભણવાનો ખર્ચ ઉપાડવા માટે બંને બહેનોને વાળંદનું કામ કરવું પડ્યું હતું

શેવિંગ બ્લેડ બનાવનારી કંપની ‘જિલેટે’ જાહેરાત દ્વારા સમાજ સામે એક પ્રેરણાત્મક સ્ટોરી સામે મૂકી છે. ઉત્તર પ્રદેશમાં બનવારી ગામમાં નાની ઉમંરની બે છોકરીઓ તેમની પિતાની વાળંદની દુકાન ચલાવે છે. વાળંદનું કામ કરીને આ બંને દીકરીઓ સમાજની રૂઢિને ચેલેન્જ કરે છે. આ બંને છોકરીના નામ નેહા અને જ્યોતિ છે. તેમના પિતાને લકવો થઈ જતાં દુકાનની જવાબદારી […]

ફેની વાવાઝોડું પુરી કાંઠે અથડાયું; નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી, પવનની ઝડપ 175 કિમી પ્રતિ કલાક

ચક્રવાતી વાવાઝોડું ફેની પુરી તટને અથડાયુ છે. તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં 175 કિમીની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફેની બંગાળથી થઈને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. આ સંજોગોમાં પશ્ચિમ બંગાળના દરિયા કિનારાના વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરિસ્સામાં હાલ ચેતવણીના ભાગરૂપે 15 જિલ્લામાંથી 11 લાખ લોકોનું સુરક્ષીત […]

ભીંડાના ફાયદા તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે છે આટલું બધું ફાયદાકારક

ભીંડાના ફાયદા એક શાકભાજી તરીક તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે શું કમાલ કરી શકે છે. ભીંડાને ઓકરાના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના કેટલાય સ્વાસ્થ્યવર્ધક લાભ થાય છે, નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ભીંડામાંથી માત્ર 30 ટકા કેલોરી મળી છે. ત્યારે ભીંડા વિટામિન સી અને […]

જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે ગૌ ભકત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના દુઃખદ અવસાનથી દુઃખી ગાયમાતા રોજ બેસણાંમાં આવીને બેસે છે અને આંસુડા સારે છે !

” દીકરી ને ગાય દોરે ત્યાં જાય” આ કહેવત કદાચ સંવેદનાના આધારે પડી હોય, તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની ! જ્યાં બની છે આ અજીબોગરીબ ઘટના ! સંવેદના એ ખાલી માનવીઓમાં જ હોય એવું નથી. પશુઓમાં પણ ભારોભાર સંવેદનાઓ ભરેલી હોય છે. એ દર્શાવતો કિસ્સો તાજેતરમાં જ […]

જાતે જ ઘરે બનાવો કેમિકલ ફ્રી હેર કંડીશનર, વાળ બનશે મજબૂત અને ચમકદાર

વાળની ચમક જાળવી રાખવા માટે માથુ ધોયા પછી કંડીશનર કરવાને આવશ્યક માનવામાં આવે છે. જો કે મોટાભાગના લોકો બજારમાં મળતા કંડીશનરનો જ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તમે પણ બીજા જેવું જ કરો એ જરૂરી નથી. ઘરે બનાવેલું કેમિકલ ફ્રી કંડીશનર વાળને ચમકદાર અને સુંદર બનાવે છે. તો ચાલો આજે ઘરે હોમમેડ કંડીશનર બનાવવાની રીત […]

ફેની ચક્રવાતી વાવાઝોડાને લઈને ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરાઈ, સેના અને NDRF હાઈ એલર્ટ પર

ચક્રવાતી વાવાઝોડું ફેનીને ધ્યાનમાં રાખીને ઈસ્ટ કોસ્ટ રેલવેએ ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરી દીધી છે. ભીષણ ચક્રવાતી વાવાઝોડાના કારણે યાત્રીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને ટ્રેન કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કઈ ટ્રેનો રદ કરવામાં આવી: ઓરિસાના ભદ્રક અને આંઘ્ર પ્રદેશની વિજયનગરમ વચ્ચે રેલવે સેવા રોકી દેવામાં આવી છે. આ સિવાય ભુવનેશ્વરી અને પુરી તરફ જતી […]