લ્યો બોલો, 5 વર્ષ પહેલા ટુ-વ્હીલર ચોરનારાને પોલીસ શોધી શકતી નથી પણ ચોરે કરેલા ટ્રાફિક ભંગનો ઈ મેમો માલિકના ઘરે મોકલ્યા કરે છે

શહેર પોલીસને ગુનાઈત પ્રવૃત્તિને ડામવાને બદલે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વધુમાં વધુ ઇ મેમો જનરેટ કરવામાં રસ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં રહેતી એક મહિલાનું એક્સેસ 2014માં ચોરાઈ ગયું હતું. તેમણે ચોરીના એક જ કલાકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક્સેસ શોધી ગુનો ઉકેલવાના બદલે તેેમને છેલ્લા બે વર્ષથી આ ચોરીના એક્સેસ દ્વારા સિગ્નલ […]

મોરબીના રવાપરમાં પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક યોજાઇ

મોરબીના રવાપર ગામે તાલુકા શાળા ખાતે મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક દર બીજા મહિનાના પ્રથમ શનિવારે આયોજિત થાય છે. દરમ્યાન મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતિય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબજ બહોળી સંખ્યામાં પાટીદાર શિક્ષકો ઉપસ્થિત રહયાં હતા. અને પાટીદાર શિક્ષક સમાજ દ્વારા આગળના સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક પ્રકલ્પોનું આયોજન હાથ ધરી […]

ટંકારાના હરબટીયાળી ગામે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા, લગ્નોત્સવમાં મહાનુભાવોની કરાઈ રકતતુલા

ટંકારાના હરબટીયાળી ગામે આજે અખાત્રીજના પાવન અવસરે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ હતી.આ સમૂહલગ્નના અવસર પર સમાજના શ્રેષ્ઠીઓ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પેટલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા કરાઈ ટંકારાના હરબટીયારી […]

દુનિયાની પહેલી મહિલા ‘આર્મલેસ પાઇલટ’ જે પગથી ચલાવે છે વિમાન, પ્લેન ઉડાડવા માટે મેળવ્યું છે લાઇસન્સ

અત્યાર સુધી તમે ઘણી મહિલા પાઇલટને પ્લેન ઉડાડતા જોઈ હશે. પરંતુ જેસિકાની વાત કંઇક અલગ છે. દુનિયાની પ્રથમ મહિલા ‘આર્મલેસ પાઇલટ’ બની જેસિકાએ આ ક્ષેત્રમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમેરિકાના અરિઝોના શહેરમાં રહેતી 34 વર્ષીય જેસિકા કોક્સ દુનિયાની પહેલી એવી મહિલા બની છે જે પોતાના પગથી પ્લેન ઉડાડે છે. આટલું જ નહીં, તેણે પ્લેન […]

રાજકોટમાં ઓનલાઈન કંપનીઓ સામે 900 મેડિકલ સ્ટોર માલિકો એક થયા, ઘરે આપી જશે સસ્તી દવાઓ

ઓનલાઈન દવાઓ વેચનારી કંપનીઓને ટક્કર આપવા માટે રાજકોટ શહેરના અંદાજિત 900 જેટલા મેડિકલ સ્ટોર્સ માલિકો અને દવાઓના વ્હોસેલર્સે ભેગા થઈને એક ખાસ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે, જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ સાથે તેમના ઘર સુધી દવાઓ પહોંચાડી આપશે. રાજકોટ કેમિસ્ટ એસોસિયેશને મલ્ટી-પર્પઝ એપ તૈયાર કરી છે જેમાં 2.2 લાખ દવાઓનો ડેટા છે. ગ્રાહકોએ ઘરે બેઠા નજીકના […]

આધુનિકતાનું આધળું અનુકરણ સભ્ય સમાજ માટે કેટલું ઘાતક છે તે દર્શાવતો લાલબત્તી રૂપ કિસ્સો, નરસૈયાની નગરીમાં મંદિરે બોર્ડ મૂકવા પડે તે કેવી કમનસીબી?

જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે બોર્ડ મૂકવામાં આવ્યા છે કે, ટૂંકા વસ્ત્રો પહેરીને તેમજ મોઢે બુકાની બાંધીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. ધાર્મિક અને સંસ્કારી ગણાતી નરસૈયાની નગરી જૂનાગઢ શહેરમાં આવા બોર્ડ અને તે પણ મંદિરે મૂકવા પડે તે કેવી કમનસીબી ગણાય? સભ્ય સમાજ માટે આ બોર્ડ લાલબત્તી સમાન પૂરવાર થઇ […]

વતનનું ઋણ અદા કરવા માટે પી. એસ. પટેલ ગામમાં પાકા રોડ ,પ્લાન્ટેશન અને સ્ટ્રીટલાઈટ નાખી કરશે કાયાપલટ

ચાણસ્માના રૂપપુર ગામના વતની પરંતુ ધંધા અર્થે બહાર સ્થાઈ થયેલા કન્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા પણ વતનનું ઋણ અદા કરવા માટે ગામમાં પાકા રોડ ,પ્લાન્ટેશન અને સ્ટ્રીટલાઈટ નાખવા માટે બે કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાણસ્માના રૂપપુર ગામના વતની પી એસ પટેલ જેઓ વર્ષોથી કન્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલ હોઈ ગામથી બહાર રહે છે પરંતુ […]

રાધનપુર તાલુકાના કામલપુર ગામના ગ્રેજ્યુએટ યુવાને તરબુચની ખેતીમાં 4 મહિનામાં જ 1.5 લાખ કમાણી કરી

રાધનપુર તાલુકાના કામલપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેતી ક્ષેત્રે અવનવા અખતરા કરવામાં આવતા હોય છે,આ ગામના ખેડૂતો દ્વારા અગાઉ આંબળા, સક્કરટેટી, બટાકા સહિતના અનેક અખતરા કરવામાં આવી ચુક્યા છે.ગામના ગ્રેજ્યુએટ યુવાન પ્રગતિશીલ ખેડૂત પિયુષ ચૌધરી અને તેમના પરિવાર દ્વારા ખેતીક્ષેત્રે સારી એવી પ્રગતિ સાધી છે, ઇઝરાયેલી બારાહી ખારેકની સફળ ખેતી કર્યા બાદ હવે તરબુચની ખેતીનો […]

પૂણેના દંપતીનું અનોખું ઇનોવેશન : 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મહિલાઓ માટે બનાવી 13 સ્પેશિયલ બસ, જેમાં બાળકોને ફીડિંગ કરાવવાની, ડાયપર બદલવા સહિતની સુવિધા

દેશભરમાં વ્યસ્ત બજારો કે રસ્તા પર મહિલાઓ માટે સુવિધાઘરની અછત છે. જ્યાં પણ સુવિધાઓ છે ત્યાં યોગ્ય સાફ-સફાઇ ન હોવાથી મહિલાઓને પરેશાની થાય છે. સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. પૂણેના દંપતીએ આ સમસ્યા ઉકેલવા ઇનોવેશન કર્યું છે. તેમણે પૂણે મહાનગરપાલિકા સાથે મળીને ભંગાર થઇ ચૂકેલી બસોને મહિલાઓ માટે સુવિધાઘરમાં ફેરવી નાખી છે. નામ રાખ્યું […]

બાળકોના પાલન-પોષણમાં કરવામાં આવેલી બેદરકારીથી તેમનું જીવન બરબાદ થઈ શકે છે

બાળકોના ઉછેરમાં ‘શિક્ષણ અને સંસ્કાર’નો સમાવેશ હોવો ખૂબ જરૂરી છે. આ બંને બાબતોમાં કરવામાં આવેલી બેદરકારી બાળકોના ભવિષ્યને બરબાદ કરી શકે છે. મહાભારતમાં કુંતીએ પાંડવોને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ સંસ્કાર આપ્યાં, જેનાથી તેઓ જીવનભર ધર્મના રસ્તે ચાલતાં રહ્યાં હતાં. શિક્ષણ અને સંસ્કારથી બાળકો સાચા અને ખોટાં કામમાં ફરક કરી શકે છે અને યોગ્ય માર્ગ પર […]