વૃક્ષારોપણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરતા મહેશભાઈ ભુવા

પૃથ્વીના પટ માં કોંક્રીટના જંગલો વધતા જાય છે હરિયાળી ઘટતી જાય છે આપણી આસપાસ વૃક્ષો ખાસ રહ્યા નથી તેથી જ સ્વસન તંત્રના રોગોની ભેટ આપણે આપી રહ્યા છીએ. ફ્ક્ત આપણા હિતની ચિંતા કર્યા વગર પૃથ્વીના હિતની ચિંતા પણ આપણે કરશુતો આ ધરતી પણ લીલીછમ થઈને આપણને સાચવવામાં ક્યાય પાછી નહી પડે એ ચોક્કસ જ છે. […]

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ, બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ માનવતા મહેકી , બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા.. વરાછા વિસ્તારમાં એક પરિવારમાં કેન્સરની બીમારીથી આવેલા આર્થિક સંકટના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ થતા માત્ર 48 કલાકમાં આ પરિવારને 20 લાખથી વધુ રકમની સહાય મળી છે . પુણાથી યોગી ચોક તરફ જતાં ભગવતી […]

બ્રાન્ડેડ કંપનીના પીણા પીતા લોકો માટે આંખ ઉધાડતો કિસ્સો, ફ્રૂટ ડ્રિંક પીતી બાળકીને મોંઢામાં રેસા આવતાં જાણ થઈ કે પેકેટમાં અંદર સડેલા પદાર્થ છે.

ફ્રૂટ ડ્રિંકના પેકેટમાંથી સડેલા પદાર્થ નીકળતા વેપારીને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટરે હાથ ખંખેરી લેતા વેપારીની હાલત કફોડી બની છે. જોકે બ્રાન્ડેડ કંપનીના પીણામાં આ પ્રકારની લાપરવાહી સામે આવતા પ્રોડક્ટ સામે સવાલ ઉઠ્યા છે. પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં આવેલી મિઠાઇની દુકાનમા કોકાકોલા કંપનીના મિનિટમેડ નામના ફ્રૂટ જ્યૂસનો આશરે 25 હજારનો માલ મંગાવ્યો […]

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ RTGS અને NEFTથી ફંડ ટ્રાન્સફર કરવા પરનો ચાર્જ રદ કર્યો

આરબીઆઈએ આરટીજીએસ અને એનઈએફટીથી ફન્ડ ટ્રાન્સફર કરવા પર લેવાતો ચાર્જ ખત્મ કરી દીધો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કોને કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકોને તેનો ફાયદો આપે. આરબીઆઈ એક સપ્તાહમાં બેન્કોને નિર્દેશ આપશે. રિઝર્વ બેન્કે ગુરૂવારે આ માહિતી આપી છે. આરબીઆઈના આંકડાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે એપ્રિલમાં એનઈએફટી […]

વડોદરામાં ચાર્જીંગમાં મૂકેલા મોબાઇલમાં ફિલ્મ જોતી વખતે કરંટ લાગતા યુવાનનું મોત

ચાર્જ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા લોકો માટે વડોદરા શહેરમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં મૂળ યુ.પી.નો વતની શિવભારતી બાબુભારતી ભારતી(18) ભાડાના મકાનમાં રહેતો […]

અનોખી શ્રદ્ધાંજલી: તક્ષશિલાની આગમાં મોતને ભેટેલા 22 માટે પાંચ વર્ષની બાળકીએ રાખ્યા રોઝા

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ કાળમુખી આગ લાગી હતી. જેમાં 22 માસૂમોના મોત નીપજતાં હાહાકાર મચી ગયો હતો. દેશ દુનિયાના લોકોને દ્રવિત કરી દેતી આ ગોઝારી ઘટનામાં પાંચ વર્ષની કૂમળી શિફાનું હ્રદય વ્યથિત થઈ ગયું હતું. શિફાએ પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝા રાખ્યાં હતાં. આ રોઝાનું સમગ્ર પુણ્ય તેણીએ તક્ષશિલાની આગમાં […]

‘પીકોક મેન’: દાદાની રાહે મોરની સારસંભાળ કરતો પૌત્ર દાદાના મૃત્યુ બાદ આજે 117 મોરલાઓને સાચવે છે

ઓરિસ્સાના કટક શહેરમાં પર્વતની તળેટીમાં આવેલાં સિદ્ધેશ્વર મંદિરની પાસે આવેલી પીકોક વેલી ઘણી ફેમસ છે. અહીંના મોર સાથે સંકળાયેલા પન્નુ બેહરાની સ્ટોરી ઘણી દિલચસ્પ છે. વર્ષ 1999ના વાવાઝોડાં બાદ ઘાયલ થયેલાં એક મોર અને બે ઢેલની પન્નુએ ખૂબ સેવા કરી હતી. આ મોરની સંખ્યા ધીમે-ધીમે વધીને 60 જેટલી થઈ ગઈ. હાલ આ વેલીમાં કુલ 117 […]

સુરતની વિદ્યાર્થિનીઓએ જ્યોર્જીયા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ડાન્સ કૉમ્પિટીશનમાં વગાડ્યો ડંકો

જ્યોર્જીયાના બાટુમી ખાતે મીનીસ્ટ્રી ઑફ કલ્ચર એન્ડ સ્પોર્ટસ તથા CIOFF દ્વારા ગોલ્ડન ડોલ્ફીન ઇન્ટરનેશનલ કૉમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારત સહીત 11 દેશોએ ભાગ લીધો હતો. 12 થી 17 અને 17 વર્ષથી વધુ ઉંમર એમ બે કેટેગરીમાં યોજાયેલ કૉમ્પિટીશનમાં સુરતના પીપલોદ સ્થિત સીનર્જી આર્ટ્સ સંસ્થાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થિઓએ આ સ્પર્ધામાં બીજો ક્રમ મેળવીને […]

નવસારી પાસે કાર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં સુરતનાં 5 લોકોનાં મોત

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નં. 48 ઉપર કાર ચાલકે ખારેલ ઓવરબ્રિજ ઉતરતા કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી સામેની લેનમાં ધસી જઈ ટેમ્પો સાથે અથડાતા પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની વિગત એવી છે કે 5મી જૂને સુરતના વરાછા વિસ્તારના પાંચ યુવાનો ટાટા ઈન્ડીગો માનઝા […]

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખોરાક માટે “ફેમિલી ફાર્મર અભિયાન”

વર્ષો પહેલા વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજ ની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું ખેત ઉત્પાદન વધારવા માટે વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો આ વિલાયતી ખાતર અને દવાઓના ઉપયોગથી જમીન સાથે જોડાયેલા […]