કચ્છ: લેવા પટેલ સમાજ આવાસ યોજનામાં પ્રથમ તબક્કે માનકૂવા ખાતે 89 બંગલા બંધાશે

બિનનિવાસી બાહુલ્યવાળી ચોવીસીમાં વિદેશવાસી સમૃદ્ધ વર્ગની લેવાલીના કારણે આસમાન અડતા પ્લોટના ભાવ હોવાથી મધ્યમ-ગરીબ યુવાનો આયખું ખર્ચી નાખે તો પણ ઘરના ઘરનું સ્વપ્ન તો ઠીક પ્લોટ પણ લઈ શકતા નથી. આવા સમૂહ માટે કચ્છી લેવા પટેલ સમાજ ભુજે અમલમાં મૂકેલી આવાસીય યોજનાના પ્રથમ તબક્કે 89 બંગલા માનકૂવા ખાતે બંધાશે, તેવું જ્ઞાતિ બેઠકમાં નક્કી કરાયું હતું. […]

ઓર્ગેનિક ખેતીમાં સુરત આગળ વધી દેશને દિશા બતાવેઃ CM

સુરતથી કોઈ પણ અભિયાનની શરૂઆત થાય અને તેને પછી દેશ અપનાવે તેવી પ્રથા રહી છે. ઓર્ગેનિક ખેતીમાં પણ સુરત આગળ વધી ભારતને દિશા બતાવે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેમિલી ફાર્મર અભિયાનના વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર સાથે જૈવિક ખાતરની ખરીદીનો […]

સલામ છે આ કલેક્ટરને.. જેણે પોતાની ઓફિસનાં એસી કઢાવી ગરીબ બાળકોનાં સારવાર કેન્દ્રમાં ફિટ કરાવ્યાં

સામાન્ય લોકોમાં એક એવી છાપ હોય છે કે સરકારી અધિકારીઓ પોતાની એસી ચેમ્બર્સમાંથી બહાર આવી પબ્લિકને શું પીડા થઈ રહી છે તે જાણવાની ક્યારેય કદર નથી કરતા. જોકે, મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના કલેક્ટરે એક એવું કામ કર્યું છે કે જે જાણીને લોકો તેમને સલામ કરી રહ્યા છે. હાલ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી આંબી રહ્યો […]

અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે પોલીસ કેસ થશે

નોઈડા: ટ્રાફિક પોલીસે ગુરુવારે ઘોષણા કરી છે કે, અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે કેસ નોંધવામાં આવશે અને દંડ પણ ફટકારાશે. અધિકારીઓએ કહ્યું કે, આ નિર્ણય એક્સપ્રેસ વે પર બનતા તે અકસ્માતોને જોયા બાદ લેવામાં આવ્યો છે જેમાં લોકો દુર્ઘટનાસ્થળ પરથી પસાર થાય છે, વાહન રોકે છે […]

રાજસ્થાનથી ગુજરાતમાં આવેલી ભૂખથી તરફડતી ગાયોને ખેડૂતે બાજરીના ઊભા પાકમાં ચરાવી

બનાસકાંઠાના લાખાણીમાં રાજસ્થાનથી ઘાસચારાની શોધમાં માલધારીઓ પોતાના ઢોરઢાંખર લઈને આવ્યા છે. ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી ત્યારે ગાયો ભૂખથી તરફડતી જોઈને લાખાણીના ખેડૂતે પોતાના બાજરીના ઊભા પાકમાં ગાયોને ચરવા દીધી હતી. પોતાના પરિવારજનોને અન્ન કેવી રીતે આપશે તેની પણ ચિંતા કર્યા વગર તેણે જીવદયા પ્રેમનો ઉત્કૃષ્ઠ નમૂનો આપ્યો હતો. ખેડૂતે ગાયોનું વિચાર્યું પરિવારનું નહીં ગુજરાત- […]

ભારતની નેટબોલ ટીમમાં ગુજરાતની એકમાત્ર ખેલાડી શિવાની પટેલે સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું

એમએસયુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી મૂળ ભરૂચ જિલ્લાના ચાવજ ગામની શિવાની પટેલે ભારત નેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન જાપાનમાં યોજાનાર ઇન્ટરનેશનલ નેટબોલ ચેમ્પિયનશિપમાં તે ભારત ટીમ તરફથી રમશે. ફેડરેશન દ્વારા યોજવામાં આવેલ ઇન્ડિયા ટ્રાયલ કેમ્પમાં શિવાની પટેલ એકમાત્ર ખેલાડી છે જેણે ગુજરાત રાજ્યમાંથી ભારત નેટબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. […]

અંબાજી ત્રિશુળીયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માત, 8 મહિલા સહિત 9નાં મોત, 26ને ઇજાઓ

અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટના વળાંકમાં શુક્રવારે સાંજના 15ની ક્ષમતાવાળા જીપડાલામાં 35 જેટલા મુસાફરો ખીચોખીચ ભરીને જતાં બ્રેક ફેલ થઈ જતાં પથ્થર સાથે અથડાઇને પલટી ખાઈ ગયું હતું. જીપડાલુ ધડાકાભેર પથ્થર સાથે અથડાતાં તેમાં બેઠેલા મુસાફરો હવામાં ફંગોળાઇને રોડ અને પથ્થર ઉપર પટકાતાં ઘટના સ્થળે જ 6 જણાનાં મોત થયાં હતાં. જ્યારે 3 જણાનાં સારવાર દરમિયાન […]

હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે? જાણો વિગતે.

હનુમાનજીની પૂજામાં સિંદૂરનું ઘણું મહત્વ છે. તેમનો શૃંગાર સિંદૂરથી કરવામાં આવે છે. શ્રીરામ કથાકાર પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે તેના પાછળ જાણીતી કથા છે. એકવાર હનુમાનજીએ માતા સીતાને માથા ઉપર સિંદર લગાવતા જોયા હતા. ત્યારે તેમણે સીતાજીને પુછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? સીતાજીએ કહ્યું કે પોતાના સ્વામીના […]

દેશમાં પ્રથમ આ શહેરમાં વૃક્ષો માટે ખાસ શરૂ કરાઈ ટ્રી એમ્બ્યુલન્સ, વૃક્ષોને મળશે ઈમર્જન્સી સારવાર

ચેન્નાઇના પર્યાવરણવિદ્ ડૉ. અબ્દુલ ઘાની ‘ ગ્રીન મેન ઓફ ઇન્ડિયા’ના નામે ઓળખાય છે. અબ્દુલે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભારતમાં પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ લોન્ચ કરી છે. આ એમ્બ્યુલન્સની મદદથી વૃક્ષોની સાર-સંભાળ વધારે સારી રીતે થઈ શકશે. આ એમ્બ્યુલન્સ પાછળનો હેતુ એટલો જ છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં વૃક્ષોની સાર-સંભાળ રાખવી. આજકાલ લોકો વૃક્ષો વાવી તો દે છે, […]

પત્નીએ અનોખી રીતે આપી પતિને શ્રધ્ધાંજલિ, તેમની યાદમાં વાવ્યા 73,000 વૃક્ષ

આમ તો આપણામાંથી મોટાભાગના લોકો પર્યાવરણ માટે કંઈ કરવા માટે જૂન મહિનામાં પર્યાવરણ દિન આવે તેની રાહ જોઈને બેઠા રહે છે. તેમાંય ઉનાળામાં કાળઝાળ ગરમી પડે ત્યારે લોકોને સમજાય છે કે વૃક્ષોનું કેટલું મહત્વ છે. પર્યાવરણનું સંતુલન ખોરવાતા શિયાળો, ઉનાળો અને ચોમાસુ બધી જ ઋતુમાં પરિવર્તન આવી ગયું છે, દરિયાની સપાટી ઊંચી જઈ રહી છે. […]