કમરના દુખાવાને જડમૂળથી મટાડવો હોય તો આ યોગાસન છે તેનો અકસીર ઈલાજ, નિયમિત રીતે કરવાથી મળશે રાહત

બેઠાડું જીવનના કારણે નાના-મોટા બધાને કમરના દુખાવાની તકલીફ થવા લાગી છે. દેશની કુલ વસ્તીના 40 ટકા લોકો આ બીમારીથી પીડાય છે. કમરના દુખાવા માટે કેટલાક લોકો માલિશ અથવા તો પછી એક્યુપંક્ચરનો સહારો લેતા હોય છે. આ બધુ કરવા કરતાં કમરના દુખાવાને જડમૂળથી મટાડવો હોય તો યોગાસન તેનો અકસીર ઈલાજ છે. કેટલાક એવા સરળ યોગાસન છે […]

સુરતથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઇનડેડ થયેલ મહિલાના હ્રદય અને ફેંફસાને મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા, છ લોકોને મળશે નવું જીવન

ટેક્સટાઈલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફેસાનું દાન કરવામાં આવ્યું છે. શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઈની 25 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં નવું જીવન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિરણબેનના કિડની […]

‘પોલીસમાં હોવા છતા પણ પરિવારને હેરાન કરનારને સજા આપી ના શકી’, મહિલા કોન્સ્ટેબલની હ્યદય કંપાવતી સ્યૂસાઇડ નોટ

2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો […]

છત્રપતિ શિવાજી મહારાજને આપી અનોખી રીતે ટ્રીબ્યૂટ, આકાશમાંથી દેખાય છે શિવાજી મહારાજનો ફોટો

મહારાષ્ટ્રનું એક ગામ સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થઇ ગયું. આ ગામને હાલમાં ગૂગલ મેપ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેની પાછળનું એક ચોક્કસ કારણ છે, હકીકતમાં મહારાષ્ટ્ર નાં એક ગામ નિલંગાને ગુગલ મેપ પર જોવા પર અહીં એક ખેતરમાં શિવાજી મહારાજનું ચિત્ર નજર આવ્યું. આ ચિત્રને કલાકાર મહેશ નિપાનિકરે શિવાજીની જન્મજયંતિ માટે બનાવ્યુ […]

મિશન ઈન્દ્રધનુષ: 5 વર્ષ સુધીનાં બાળકોને જીવલેણ રોગોથી બચાવવા માટે ફ્રીમાં કરવામાં આવે છે રસીકરણ

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ યોજના ચાલવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકનાં જન્મથી લઇને પાંચ વર્ષ સુધી અનેક પ્રકારની રસીઓ સરકાર તરફથી મફતમાં આપવામાં આવે છે. આ સમગ્ર રસીકરણ અભિયાન શહેરો, ગામડાંઓ, નગરો અને ટોળાઓમાં સામૂહિક રીતે ચલાવવામાં આવે છે. જે બાળક કોઈ કારણોસર રસીકરણ કરાવાથી ચૂકી ગયું હોય તેના […]

17 સર્જરીવાળા પગ સાથે નિરંજને નોર્વેજીયન સ્વિમિંગ ચૅમ્પિયનશિપ 2019માં 5 ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું

હાલ દેશના લોકોની નજર ભારતની ક્રિકેટ ટીમ પર ટકેલી છે, વર્લ્ડ કપ 2019માં દેશની જનતાને ટીમ પાસે ઘણી અપેક્ષાઓ હોય તે સાવ સ્વાભાવિક વાત છે છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતના પરફોર્મન્સને ઓછું આંકવાની ભૂલ કરવા જેવી નથી. એક બાજુ ક્રિકેટ ટીમનું જોરદાર પરફોર્મન્સ, તો બીજી તરફ બેંગલુરુનો યુવક દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરીને આવ્યો છે. બેંગલુરુનો […]

બાઈકિંગ ક્વીન્સ: બાઈક પર એવરેસ્ટ બેઝકેમ્પ સર કરનાર વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની

બાઇકિંગ કરવું એ હંમેશાં પુરુષોનો ગઢ રહ્યો છે. પણ હવે આમાં મહિલાઓ પણ એન્ટ્રી લઈ રહી છે અને નિતનવાં રેકોર્ડ બનાવી રહી છે. સુરતની બાઇકિંગ ક્વીન્સ તરીકે ઓળખાતી ત્રણ લેડી બાઇકર્સ ડો. સારિકા મહેતા, જિનલ શાહ અને રુતાલી પટેલે તારેજતરમાં એવરેસ્ટ બેઝકેમ્પ પર બાઇક ચલાવી ઈતિહાસ રચ્યો છે. આ જગ્યાએ બાઇક લઈને રાઇડ કરનારી તેઓ […]

21 જૂન: આજે છે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ, હવે સૂર્ય દક્ષિણ દિશાએ વળશે

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. ભારતના લોકો 20 માર્ચનો દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કરે છે. સાથોસાથ 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ વર્ષે 21 જૂનને શુક્રવારે અમદાવાદમાં દિવસ 13 કલાકને 33 મિનિટ જ્યારે રાજકોટમાં દિવસ 13 કલાક […]

રોજ-રોજ ભીખારીની એકજ વાત સાંભળીને મહિલાએ એક દિવસ ગુસ્સામાં ઝેરવાળી રોટલી બનાવી અને તે ભીખારી માટે રાખી દીધી, વાંચો, તેના પછી શું થયું?

એક મહિલા રોજ પોતાના પરિવારના લોકો માટે રસોઈ બનાવતી હતી. મહિલા રોજ એક રોટલી કાઢીને બારીની બહાર રાખી દેતી હતી. ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ દરરોજ તે રોટલી લઈ જતો હતો અને તે ખાઇને પોતાની ભૂખ મટાડતો હતો. તે વ્યક્તિ આવતા-જતા એક જ વાત બબડતો હતો – ‘જો તમે ખરાબ કરશો તો તે તમારી સાથે […]

હિમાચલ પ્રદેશના કુલ્લુ માં 500 ફુટ ઊંડી ખીણમાં બસ પડી જતા 42 યાત્રિકોના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 42 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે 37થી વધુ લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે. કુલ્લુ એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે બસમાં લગભગ […]