આ સોસાયટીએ જુગાડ કરીને એક જ કલાકમાં વરસાદનું હજારો લિટર પાણી જમા કરી લીધું, જાણો કેવી રીતે

મેઘરાજાનું હજુ આગમન નથી થયું ત્યાં અડધો દેશ પાણી માટે ટળવળી રહ્યો છે. ચેન્નાઈ જેવા મોટા શહેરમાં પાણીની એટલી બધી તંગી છે કે લોકોને દિવસના એક-બે બાલટી કરતા વધારે પાણી વાપરવા નથી મળતું. સાચું જ કહ્યું છે, કુદરતી સ્રોતોની કિંમત ત્યારે જ સમજાય જ્યારે તે ખૂટી પડે. પાણી ખૂટી જશે ત્યારે આપણી શું હાલત થશે […]

ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘ મહેર થઇ હતી. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ પડતા ખેતરોનું ધોવાણ થયું છે. તેમજ ખેતરોના પાળા તૂટતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારમાં આભ ફાટ્યું […]

પોરબંદર જીલ્લાનાં આ ખેડૂતે એક સાથે 60 ફૂટ વિસ્તારમાં ટ્રેક્ટરથી ચાલતો દવા છાંટવાનો પંપ બનાવ્યો

ખેડૂતોને ખેતીમાં પડતી સમસ્યાઓનો ઉકેલ ખેડૂત જ લાવી રહ્યાં છે. પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકાનાં ઠોયાણા ગામનાં પ્રગતિશીલ ખેડૂતે પણ એક નવીન સંશોધન કરી ખેડૂતો માટે આશિર્વાદરૂપ દંવા છાંટવાનો પંપ બનાવ્યો છે. આ ખેડૂતનું નામ છે દેવશીભાઈ ભૂતિયા. દેવશીભાઇ ભૂતિયાએ મીની ટ્રેક્ટરથી ચાલતો દવા છાંટવાનો પંપ વિકસાવ્યો છે. આ પંપની વિશેષતા એ છે કે, ખેતરમા એક […]

પિતાના મોત બાદ પણ દેશ માટે રમતી રહી આ ભારતીય ખેલાડી, ફાઈનલમાં જીત અપાવ્યા બાદ પહોંચી ઘરે

ભારતીય હોકી ટીમની 19 વર્ષીય ખેલાડી લાલરેમસિયામીએ દેશ માટે વ્યક્તિ કેટલી હદે સમર્પિત હોઈ શકે તેનો ઉત્તર નમૂનો પુરો પાડ્યો છે. મિઝોરમની આ ખેલાડીએ જાપાનના હિરોશિમામાં એફઆઇએચ મહિલા સીરિઝની ફાઇનલ રમવાનો નિર્ણય એવા સમયે લીધો જ્યારે ભારતમાં તેના પિતાનું અવસાન થઇ ગયું હતું. લાલરેમસિયામી તેમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઇ શકી નહતી. ભારતે પહેલા […]

પ્લાસ્ટિક બોટલ્સને રિસાયકલ કરી બનાવાય છે ટી-શર્ટ, દેશમાં મહિને 40 હજારથી વધુ આઇટમ્સ વેચાય છે.

પ્લાસ્ટિકનું ચલણ બહુ વધી જતા પર્યવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. પીવાનું પાણી પણ આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી પીએ છીએ અને એ બોટલ ખાલી થાય કે તરત તેને ફેંકી દઇએ છીએ. આ પાણીની બોટલના ફોર્મમાં તેનું પ્લાસ્ટિક આપણા પર્યાવરણને બહુ નુકસાન પહોંચાડે છે. ત્યારે વાતાવરણ અને મનુષ્યને દૂષિત કરતાં પ્લાસ્ટિકને સારા કામમાં ઉપયોગી બનાવવા રોશન બૈદ અને […]

યમરાજે એક યુવકને ખુશ થઈને આપ્યું દિવ્ય પુસ્તક અને કહ્યુ કે આમા તું જે લખીશ તે જ થશે, તું ભાગ્ય પણ બદલી શકે છે પરંતુ તારી પાસે સમય ઘણો ઓછો છે.

પ્રાચીન લોકકથા મુજબ એક યુવક યમરાજને મળ્યો પરંતુ તે તેમને ઓળખી ન શક્યો. તેણે યમરાજને પાણી પીવડાવ્યું. તેના પછી યમરાજે યુવકને કહ્યુ કે હું તારા પ્રાણ લેવા આવ્યો છું પરંતુ તે મને પાણી પીવા માટે આપ્યું એટલે હું તારાથી ખુશ છું. હું તને એક તક આપું છું, તું તારું ભાગ્ય બદલી શકે છે. આવું કહીને […]

કાલાવાડના કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પાણીની સમસ્યાને દૂર કરવા માટે કર્યો કૂવા રીચાર્જનો નવતર પ્રયોગ

સામાન્ય રીત ચોમાસા સિવાયના દિવસોમાં ખેડૂતોને પિયત માટેના પાણીની ખેંચ રહેતી હોય છે. પરંતુ કેટલાક કોઠાસૂજ ધરાવતા ખેડૂતો સમસ્યામાંથી સમાધાન શોધીને આગળ વધતા હોય છે. જામનગરના એક ખેડૂતે નવતર પ્રયોગ કરીને પોતાના કૂવાને છલોછલ કર્યો છે. જામનગર જિલ્લામાં કાલાવાડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે આ વર્ષે નવતર પ્રયોગ કર્યો છે. પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના […]

માતા ફોન પર વાતો કરવામાં વ્યસ્ત હતી અને બાળક ચોથા માળની બાલ્કની પરથી પડ્યું અને પછી..

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુ વેગે વાયરલ થયો છે. કહેવાય છે કે આ વીડિયો ચીનનો છે. માતા લિફ્ટમાંથી પોતાના નાનકડા બાળક સાથે બહાર નીકળે છે. માતા ફોન કરવામાં વ્યસ્ત હોય છે અને બાળક બાલકનીમાંથી કંઇક જોવા માટે એટલો ઉત્સુક હોય છે કે પહેલાં તો ઘૂંટણિયે બેસી જાય છે અને પછી અચાનક જ તે […]

ગુજરાતમાં 10 હજારમાં 1.5 ટનનું AC આપશે GEB!, જાણો સોશિયલ મીડિયામાં ફરતા આ વાયરલ મેસેજનું સત્ય

હાલમાં ભારતીય લોકો ઇન્ટરનેટનો સૌથી વધારે ઉપીયોગ કરે છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારેક ખોટા મેસેજ પણ વાયુ વેગે વાયરલ થઇ જતા હોય છે, જેના કારણે કેટલાક લોકોની મુશ્કેલીઓ વધી જતી હોય છે. આવો જ કડવો અનુભવ ગુજરાતની વીજ કંપનીઓને થયો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ […]

મુળ વેરાવળના અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા દિનેશભાઇનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારે કર્યું અંગદાન.

મુળ વેરાવળના અને હાલ મહારાષ્ટ્રના પનવેલ માં રહેતા નાથાલાલ છગનલાલ કોટકના મોટા પુત્ર દિનેશભાઇ (ઉ.વ.53)નું આકસ્મિક અવસાન થતા તેમના પત્ની, બાળકો, ભાઇઓ સહીતના પરીવારજનોએ મૃતકના શરીરના અંગો જરૂરીયાતમંદ લોકોને આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેને હોસ્પિટલના તબીબોએ સમર્થન આપી મૃતક દિનેશભાઇની બે કીડની અન્યોને આપેલ હતી. કોટક પરીવારના આ કાર્યથી સમાજ માટે સારૂ ઉદાહરણ આપેલ […]