આ શહેરની મહિલાઓએ પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે શોધ્યો અનોખો જુગાડ

રાજસ્થાનના બિલાડા શહેરની મહિલાઓએ પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે અનોખો જુગાડ શોધી લીધો છે. અહીં ખાલી પડેલી નકામી જમીનને મહિલાઓએ બેડમિન્ટન કોર્ટમાં ફેરવી દીધું છે. આ ઉપરાંત લુડો, ચેસ અને કેરમ જેવી રમતો પણ રમે છે. આ કામમાં નગરપાલિકાએ પણ મહિલાઓની મદદ કરી હતી. રોજ રાત્રે આ મહિલાઓ સાઇકલ ચલાવે છે. પરંપરાગત કપડાંમાં બેડમિન્ટન […]

એક રાજાના બે દીકરાઓ વચ્ચે વારંવાર વિવાદ થતો રહેતો હતો, એક દિવસ રાજાએ બંનેની આંખો ઉપર પટ્ટી બાંધીને એક પ્રશ્ન પૂછ્યો, બંનેએ જુદા-જુદા જવાબ આપ્યા પછી રાજાએ જણાવ્યું કોનો જવાબ સાચો હતો

એક રાજાના બે દીકરા હતા. બંને ખૂબ ગુણવાન અને સમજદાર હતા પરંતુ બંનેના વિચારોમાં ઘણો મતભેદ હતો. આ કારણે બંનેમાં વિવાદ થતા રહેતા હતા. જેમ-જેમ બંને રાજકુમાર મોટા થતા ગયા તેમ-તેમ તેમના મતભેદ પણ વધતા જઈ રહ્યા હતા. રાજાએ વિચાર્યુ કે જો આવી રીતે તેમની વચ્ચે વિવાદ થતો રહ્યો તો દુશ્મન રાજ્ય તેનો ફાયદો ઉઠાવીને […]

કચ્છમાં શિક્ષકને વિદાય આપતી વેળાએ આખું ગામ હિંબકે ચડ્યું, સર્જાયા લાગણીસભર દ્રશ્યો, જુઓ

કચ્છના અબડાસા તાલુકાના શ્રી ભૌઆ પ્રાથમિક શાળાના શિક્ષકની વતનમાં બદલી થતાં વિદાય લીધી હતી. ત્યારે આ પ્રસંગે ગામમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. પરિવાર સહિત શિક્ષકને વિદાય આપતી વેળા ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી અને બાળકોથી લઈને મોટેરાઓ શિક્ષકને ભેટીને રડતા હતા. વિદાય હંમેશા વસમી હોય તે જગજાહેર છે છતાં ભારે હૈયે ગ્રામજનોએ પ્રિય શિક્ષકને વિદાય […]

કેનેડામાં રહેતા અને મૂળ રાજકોટના પરિવારે શ્રીમંત વિધિમાં ખોટા ખર્ચા ન કરી બાળકો માટે પ્લે ગાર્ડન બનાવ્યું

કેનેડામાં રહેતી રાજકોટના ગુજરાતી પરીવારે શ્રીમંત વિધીમાં ખોટો ખર્ચ ન કરી તેનો ઉપયોગ અન્યને મદદરૂપ થાય તે માટે કરીને તેને આદિવાસી વિસ્તારના બાળકોની ખુશી માટે પ્લે ગાર્ડન બનાવ્યું છે. આમ વિદેશમાં સ્થાયી થયેલી આ પરીવારે આદિવાસી બાળકોને અદ્યતન પ્લે ગાર્ડન આપી ચકિત કરી દીધા હતા. રાજકોટનો પરિવાર કેનેડામાં રહે છે ગુજરાતી સમાજમાં શ્રીમંતની વિધિ એટલે […]

પરબધામમાં અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ, 12 લાખ શ્રદ્ધાળુઓ લેશે મહાપ્રસાદ, જાણો મંદિરનો ઈતિહાસ

ભેંસાણ નજીક આવેલી લોકપ્રિય ધાર્મિક જગ્યા એટલે પરબધામ. રક્તપિતિથી પિડાતા અને સમાજે તરછોડેલા લોકોની સેવા કરનાર સંત દેવીદાસ અને અમરમાના સમાધી સ્થળ અહીં છે. પરબધામનો સંપૂર્ણ ઈતિહાસ તો આપણે આગળ જાણીશું જ, પરંતુ સૌથી પહેલા અષાઢી બીજના દિવસે અહીં ભરાનાર લોકપ્રિય મેળા વિશે જાણીએ. અષાઢી બીજના મેળાની ખાસ વાતો 3 જુલાઇની સાંજથી મેળાનો થશે પ્રારંભ, […]

ભારે વરસાદથી મુંબઈ બેહાલ, 48 કલાકમાં 21 ઈંચ વરસાદ, ત્રણ શહેરોમાં દીવાલ પડવાથી 27ના મોત

મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ પડ્યો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે […]

મૂળ વડોદરા શહેરની 7 વર્ષીય દિયા પટેલ યુકેમાં ચેસની રમતમાં બની ચેમ્પિયન

મૂળ વડોદરાની 7 વર્ષીય દિયા પટેલને યુકેમાં તેના વયજૂથ માટે ગ્લોસ્ટેશર સ્ટેટ ચેમ્પિયનશિપનો અવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ સ્ટેટ ચેમ્પિયનશિપ મેગા ફાઇનલ્સમાં સૌથી વધુ પોઇન્ટસ મેળવવા બદલ તેને સુપ્રેમા એવોર્ડ એનાયત કરાયો હતો. દિયા પટેલની માતા દિપલ પટેલ મૂળ વડોદરાનાં છે. દિયાને તેની માતા પાસેથી ગણિત અને વિશ્લેષણાત્મક વિચારસરણીમાં રૂચી લેવાનો વારસો મળ્યો છે. તેની […]

જમ્મુ-કાશ્મીરમાં બસ ઊંડી ખાઈમાં ખાબકી પડતા 33 યાત્રીઓના કરુણ મોત, 22 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી. એક્સિડન્ટમાં 33 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ડેપ્યૂટી કમિશ્નર અંગ્રેજ સિંહ રાણાએ જણાવ્યું કે, ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ કેશવાનથી કિશ્તવાડ […]

અસમતળ જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખારેકની સફળતા પુર્વક ખેતી કરનાર જામનગરના સુરેશભાઈ સાવલિયા

ખેતર ખેડીને અનાજ ઉગાડી લોકોનું પેટ ભરનારા ખેડૂતને ‘જગતનો તાત’ એમ જ નથી કહેવાતો. આપણા ઘર સુધી અનાજ પહોંચાડવા માટે ખેડૂતો ટાઢ, તકડો અને વરસાદ બધુ સહન કરતા હોય છે. ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે. ઘણીવાર આવા મહોત્સવથી ખેડૂતો ખેતીની કેટલીક ટિપ્સ લઈને સફળ ખેતી […]

સોશિયલ મીડિયાના વ્યસનથી ડિપ્રેશનનો ખતરો વધી રહ્યો છે, નાના બાળકથી લઇ મોટી ઉંમરના વૃદ્ધોને પડી ગઈ છે ઈંટરનેટની આદત

30મી જૂન સોશિયલ મીડિયા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ચોંકાવનારા આંકડા ખુલવા પામ્યા છે કે ઇન્ટરનેટ પર એક વ્યક્તિ સરેરાશ 26 મિનિટ ઓનલાઇન હોય છે. જ્યારે 30 વર્ષથી નીચેના 50 ટકા વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. ભારતમાં 25 કરોડ લોકો વોટસ એપ વાપરે છે. તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો નિર્ધાર કરવા જેવો છે. વોટ્સએપ, ફેસબુક, […]