સતત એર કંડિશનરનો ઉપયોગ કરતા લોકો થઈ જજો સાવધાન

વધતા જતા ગ્લોબલ વોર્મિગની સાથે સાથે માણસોની એર કંડિશનરમાં રહેવાની ટેવમાં પણ વધારો થયો છે. પરંતુ આ ટેવને કારણે તમારા સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. એર કંડિશનરના કારણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. તેની પાછળનું કારણ તેમાં રહેલો વાયુ છે, જે બહારના વાતાવરણની સરખામણીમાં કૃત્રિમ રીતે ઠંડક ફેલાવે છે. ઘર […]

GPSCની પરીક્ષામાં સુરતનો અંકિત ગોહિલ ગુજરાત ફર્સ્ટ, 6 લાખના પેકેજને ઠોકરમારી ક્લાસ-1 અધિકારી બનવા પરીક્ષા આપી

‘મેં મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો છે. એજ્યુકેશન પુરુ કર્યા પછી તરત જ મને 6 લાખના પેકેજની જોબ ઓફર થઈ હતી. પરંતુ મારે જીપીએસસીની પરીક્ષા આપવી હતી એટલા માટે મે જોબ એક્સેપ્ટ કરી ન હતી. પરીક્ષાના 6 મહિના પહેલાં જ ઘરની દિવાલ પર લખી રહ્યું હતું કે, ‘જીપીએસસીની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળ‌વીશ.’ તનતોડ મહેનતના કારણે […]

ડાંગ જિલ્લામાં સૌપ્રથમ આદિવાસી વિદ્યાર્થી અવિરાજને મળ્યું IIT- દિલ્હીમાં એડમિશન, સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

ગુજરાતના ડાંગ જિલ્લાનો આદિવાસી જાતિના 17 વર્ષીય અવિરાજ ચૌધરીએ એવું કામ કરી બતાવ્યું છે જેનાથી સૌ કોઈને તેના પર ગર્વ થાય. ગરીબ અને નિરક્ષર ખેડૂત પિતાનો દીકરો દેશની ઉચ્ચ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવે તે કોઈ નાની વાત નથી. અવિરાજ તેના સગાં કુલ 11 ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. તેને પાંચ બહેનો અને પાંચ ભાઈઓ છે. ડાંગ […]

વિટામિન B-12ના પ્રોબ્લેમ સામે અકસીર ઉપાય છે આ ગોળી, સાથેસાથે BP, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલથી પણ રાખશે દૂર, તમે જાતે જ બનાવી શકો છો ઘરે.

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ વિટામીન B-12ની તકલીફમાં રાહત આપે તેવો એક ઘરગથ્થું પ્રયોગ બતાવ્યો છે. બે મિનિટનો વીડિયો બનાવી તેમણે B-12ના પ્રોબ્લેમ સામે અકસીર એવી ગોળી બનાવતાં શીખવ્યું છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ ગોળી ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી બનાવી શકાય છે. આ ગોળી જમીને લેવાની હોય છે, […]

એક સમયે પાણી માટે વલખા મારતા ગામમાં કોઈપણ સરકારી મદદ વગર ગામ લોકોએ કર્યું આ કામ અને પાણીની થઈ ગઈ રેલમછેલ

ચોમાસાના વરસાદ બાદ શિયાળા સુધી તો આપણે ત્યાં પણ નદી-નાળા અને બોરમાં પાણી હોય છે પરંતુ જેમ જેમ શિયાળો પૂરો થવામાં હોય ત્યારથી જ પાણી-પાણીના નામે બૂમો શરુ થઈ જાય છે. જોકે ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશના એક ગામના લોકોએ જે કર્યું તે આજના સમયે પાણી બચાવવા જ નહીં પરંતુ જૂના જળસ્ત્રોત પુનર્જિવિત કરવા અને પાણીની […]

સુરતની એવી શાળા જ્યાં નથી લેવાતી ફી, અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જમીન પર બેસીને બાળકો કરે છે અભ્યાસ

સુરત શહેરના વેસુમાં આવેલી ગુરૂકુલમ્ શાળામાં ભારતીય સંસ્કૃતિની પરંપરાને અનુરૂપ બાળકોને અભ્યાસ કરાવામાં આવે છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવતી નથી. એટલું જ નહીં આ શાળામાં અબજોપતિના સંતાનો પણ અભ્યાસ કરે છે. જેમાં 175 બાળકોને ભણાવવા માટે 45 શિક્ષકો છે. વિદ્યાર્થીઓ લિંપણવાળી જમીન પર બેસીને અભ્યાસ કરે છે. બૌદ્ધિક અને શારીરિક રીતે […]

ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા અકલી ગામના લોકોએ મૃત્યુ પછી થતાં જમણવારની પરંપરા છોડી અનોખી પહેલ કરી

ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું અકલી ગામના રાજપૂત સમાજના લોકોએ મૃત્યુ પછી થતા જમણવારની પરંપરા છોડી દીધી છે. રવિવારે એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ થયા બાદ તેની પાછળ રાખવામાં આવતું ‘બારમું કે તેરમું‘નો ખર્ચ દરેક પરિવાર ઉપાડી શકે તે શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને આવો નિયમ બનાવ્યો […]

૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે થયો ચમત્કાર, ઝુમ્મર આપોઆપ ઝુલ્યું, દર્શન માટે મોડી રાત સુધી ઉમટી ભાવિકોની ભીડ

સોમનાથ પ્રભાસપાટણના દરજીવાડામાં આવેલ આશરે 400 થી 500 વરસથી પણ વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે અલૌકિક દ્રશ્યનો નઝારો સર્જાયો હતો. માતાજીની મુર્તિ ઉપર એક ચાંદીનું ઝુમ્મર મંદિરની છતની હુક સાથે ત્રાંબાના પાતળા તારથી લટકાવવામાં આવ્યું છે. જે ઝુમ્મર ઘડીયાળના લોલકની જેમ એક દિશાથી બીજી દિશા તો ક્યારેક ગોળાકાર અચાનક સતત ઝુલવા લાગતા તેની જાણ લોકોને […]

અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનના લીધે પહાડ પરથી પડી રહ્યા હતા પથ્થર, ત્યારે ITBPના જાંબાઝ જવાનોએ યાત્રીકોની ઢાલ બનીને રોક્યા પથ્થરો

પહેલી જુલાઈથી 45 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક કુદરતી આફતો વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. બમબમ ભોલેના નારા સાથે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આગળ વધતા આસ્થાળુઓના રક્ષણ માટે ઠેરઠેર ITBPના જવાનો પણ ખડેપગે છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાઈરલ થયો છે જેમાં જોઈ […]

મોરબીની ગીર ગાય દૂધ હરીફાઇમાં રાજ્યમાં પ્રથમ આવતા 51,000નો પુરસ્કાર મળ્યો..

ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય ને પ્રોત્સાહન આપવા અને પશુપાલકો વધુને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રેરાય તે માટે છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં યોજવામાં આવેલ દૂધ હરિફાઈમાં રાજકોટ વિભાગમાં મોરબી જિલ્લાના ૨૦ પશુપાલકોએ ભાગ લીધો હતો. ગીર ગાયનું કુલ 28.66 કિ. ગ્રામ દૂધ […]