8 એવા ફૂડ, જેને રાત્રે પલાળીને સવારે ખાવાથી સ્વાસ્થ્ય રહેશે તંદુરસ્ત, જાણો વિગતે.

પોષણયુક્ત અને ફણગાવેલાં ખાદ્ય પદાર્થોમાં પોષણની માત્રા ધારણા કરતાં વધારે હોય છે. તેથી ફણગાવેલા ખાદ્ય પદાર્થોનો વપરાશ ખૂબ ફાયદાકારક હોય છે. અહીં અમે આવા જ 8 ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જેને રાત્રે પલાળીને બીજા દિવસે સવારે ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. મેથીના દાણા: મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે, જે કબજિયાત દૂર કરીને […]

ગુજરાતના જાણીતા હિલ સ્ટેશન પાસે જ આવ્યું છે હનુમાનજીનું જન્મસ્થળ, જાણો ક્યાં આવેલું છે આ સ્થળ

શાસ્ત્રોમાં તો હનુમાનજીના જન્મસ્થળ અંગે અનેક ભિન્ન ભિન્ન મત જોવા મળે છે અને તેના આધારે દેશમાં જુદી જુદી જગ્યાએ હનુમાનજીના જન્મ અંગે દાવા કરવામાં આવે છે. જોકે આ બધામાં સૌથી વધુ જેને સમર્થન મળ્યું હોય તેવી એક જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલી છે. ગુજરાતાના ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન નજીક આવેલ આ પર્વતને હનુમાનજીના માતા […]

4 વર્ષથી પિનાકીનભાઈ દેસાઇ સોલા સિવિલમાં રોજના 100 કિલો કેળાંનું કરે છે દાન, જેમા મુસ્લિમ વેપારી દ્વારા 40 કિલો કેળાંનો મળે છે સહયોગ

એક વૃદ્ધે જનસેવા માટે અર્ધ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લીધી અને સેવાયજ્ઞમાં બીજા સાત સિનિયર સિટીઝન જોડાયા. આજે આ ગ્રૂપ સોલા સિવિલ હોસ્પિટલના તમામ દર્દીને તથા સ્વિપરને 365 દિવસ કેળાનું દાન કરે છે. તેમનો ટાર્ગેટ સમગ્ર શહેરની સરકારી હોસ્પિટલોને આ દાન આપવાનો છે. અમદાવાદમાં સાયન્સ સિટીમાં રહેતા 63 વર્ષીય પિનાકીન દેસાઇ અને તેમના મિત્રો એક પણ […]

સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ મુંબઈની દબંગ લેડી રિક્ષા ડ્રાઈવર શિરીન

પરિવાર અને સમાજ ભલે ગમે તેટલો રૂઢિચુસ્ત હોય, પણ એક મહિલામાં સાહસ હોય તો તે પોતાની અને પોતાના પરિવારની જિંદગી બદલી શકે છે. મુશ્કેલીઓ વિનાનું જીવન શક્ય નથી, પરંતુ આપણે તેનો સામનો કઈ રીતે કરીએ છીએ તે જ આપણને અન્ય લોકોથી જુદા પાડે છે. આવી જ એક અનોખી પ્રેરણાદાયી સ્ટોરી છે મુંબઈની શિરીનની. શિરીન મુંબઈમાં […]

સંતને એક સફરજન મળ્યું, તેમણે વિચાર્યુ કે આ મારી સંપત્તિ નથી તેને તેના સાચા માલિકને આપી દેવું જોઈએ, જાણો પછી શું થયું?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સાધુ નદીના કિનારે ઝૂંપડી બનાવીને રહેતો હતો. એક દિવસ તેણે નદીમાં તરતું સફરજન દેખાયું. સંતે સફરજન ઉપાડી લીધુ અને ખાવા લાગ્યા. ત્યારે તેને યાદ આવ્યું કે આ સફરજન મને મહેનત વિના મળ્યું છે. તેના ઉપર મારો હક નથી. તેના સાચા માલિકને પાછું કરી દેવું જોઈએ. આવું વિચારીને તે સફરજનના […]

બાળવયમાં જ પરણાવી દીધા બાદ સમાજ સામે કોઈ ફરિયાદો કરવાને બદલે પ્રચંડ પુરુષાર્થથી જાત મહેનતે એન. અંબિકા બની IPS ઓફીસર

તામિલનાડુના નાનાં એવા ગામમાં રહેતી એન.અંબિકા નામની છોકરીના માત્ર ૧૪ વર્ષની ઉમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે ૧૮ વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તામિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. એક વખત પોલીસ કોન્સ્ટેબલ પતિ પરેડ જોવા માટે અંબિકાને સાથે લઇ ગયેલો. ૧૦ ધોરણ સુધીનો […]

અમરેલીના જૂની હળિયાદ ગામની એવી સરકારી શાળા કે જ્યાં શહેરમાંથી વિદ્યાર્થીઓ આવે છે ભણવા

તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે શહેરમાં રહેતા બાળકો કોઈ ગામડે અભ્યાસ કરવા જતા હોય? આજના સમયમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ એવી લઘુતાગ્રંથીથી પીડાય રહ્યા છે કે સારા શિક્ષણ માટે બાળકને શહેરની શાળાઓમાં જ મોકલવા પડે. પરંતુ આજે અમે આપને એક એવા ગામ વીશે જણાવીશું કે જ્યાંની પ્રાથમિક શાળા માં શહેરના બાળકો અભ્યાસ કરવા માટે […]

આ બોધકથા દ્રારા જાણો વાત-વાત પર પતિ – પત્ની વચ્ચે ઝઘડા થતાં હોય ત્યારે શું કરવું જોઇએ

એક પ્રચલિત લોકકથા મુજબ પ્રાચીન સમયમાં કોઈ ગામમાં એક વ્યક્તિના લગ્ન થયા. તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પત્ની પણ પતિની સારી રીતે સંભાળ આખતી હતી. લગ્નના થોડાં દિવસ સુધી તો બધુ સારું હતું. ધીમે-ધીમે જેમ સમય આગળ વધતો હતો બંને વચ્ચે નાના-નાના વાદ-વિદા થવા લાગ્યા હતા. પતિ પોતાના કામકાજના કારણે તણાવમાં હતો. બહારના […]

રિક્ષાચાલકની પત્નીને સમયસર સારવાર ન મળતા 8 વર્ષ પહેલાં દર્દીઓ માટે શરૂ કરી ‘ઇમરજન્સી ફ્રી સેવા’

વડોદરાના રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કર છેલ્લા 8 વર્ષથી શહેરમાં ‘ઇમરજન્સી ફ્રી સેવા’ ચલાવે છે. રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી દર્દીને હોસ્પિટલ લઇ જવા માટે તેઓ ફ્રી સેવા આપે છે. 8 વર્ષ પહેલાં અતુલભાઇના પત્ની પ્રિતીબેનને સમયસર 108 એમ્બ્યુલન્સ કે રીક્ષા ન મળતા સારવાર પણ સમયસર મળી શકી ન હતી. જોકે આજે તેમના પત્નીનું […]

મુંબઈમાં રહેતી પ્રતિક્ષા દાસ BESTની બસો ચલાવનાર પ્રથમ મહિલા ડ્રાઈવર બની, મહિલાઓ માટે બની પ્રેરણા

મુંબઈની પ્રતીક્ષાની ઉંમર માત્ર 24 વર્ષની છે. પ્રતીક્ષા દાસ એકમાત્ર એવી યુવતી છે, જે મુંબઈના ઉબડખાબડ રસ્તા પર B.E.S.T. ની બસ ચલાવે છે. તેની પાસે બસ ચલાવવાનું લાઈસન્સ પણ છે. પ્રતીક્ષાએ તાજેતરમાં જ મિકેનિકલ એન્જિનિરિંગ પાસ કર્યું છે. પ્રતીક્ષા કહે છે કે, ભારે વાહન ચલાવવાનો તેનો પ્રેમ નવો નથી. તેણે સૌથી પહેલા બાઈક, પછી મોટી […]