સાબરકાંઠાના ખેડૂત સમીર પટેલ વદરાડ સેન્ટર ના માર્ગદર્શનથી 60 વિઘા જમીનમાં શાકભાજી પકવીને વર્ષે રૂપિયા 20 લાખની આવક મેળવે છે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું વદરાડ ગામ દેશ દુનિયામાં પ્રસિધ્ધિ પામ્યુ છે. ગામની કોઈ વિશેષતાના કારણે નહી પરંતુ તેના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ થકી. ખેડૂતો સતત પાક પરિવર્તન કરતા રહે, પાક પધ્ધતિ બદલે અને તેની સાથે સાથે ટપક કે સ્પીંકલર સિંચાઈ પધ્ધતિ અપનાવે તે માટે આ સેન્ટર સતત કાર્યરત રહે છે. પ્રાંતિજ તાલુકાના મામરોલ ગામના […]

સુરતના બારડોલીમાં વિદ્યાર્થીઓ ચલાવે છે ભૂખ્યા લોકો માટે અનોખી રોટી બેન્ક- આઈ એમ હ્યુમન

સુરત જિલ્લાના બારડોલીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્યની સાથે યુવાનો નગરમાં ભિક્ષુકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. 70થી વધુ યુવાનોએ આઈ એમ હ્યુમન નામની સંસ્થાની સ્થાપના કરી છે. જેઓ સાંજ પડેને એક જગ્યાએ એકત્રિત થઈ નગરમાં વધેલું જમવાનું , રોટલી ઉઘરાવવામાં આવે છે. નગરજનો પણ સેવા કાર્યમાં નહીં જોડાય શકતા આવા યુવાનો ને મદદરૂપ થઇ રહ્યા […]

આને કહેવાય સાચા ગુરૂ- પાટણના શિક્ષકે નિવૃત્તિ સમયે 27 બાળકોને દત્તક લઈને ઉતમ સંદેશો આપ્યો

અકસ્માતમાં દીકરાનું મોત નિપજાવનારને કોર્ટમાં બક્ષી દેનારા પાટણના શિક્ષક અને પૂર્વ ટીપીઓ તુલસીભાઇ પરમારે વધુ એક દ્રષ્ટાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પુરૂ પાડ્યું છે. જેમાં ગુરુ દ્વારા દક્ષિણા લેવાના બદલે શાળાના ધોરણ – 1 ના 27 બાળકોને આઠમા ધોરણ સુધી સ્વખર્ચે ભણાવવા માટે દત્તક લઇ તેમની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની જવાબદારી શિરે લઇ આજના શિક્ષકો […]

15 દિવસમાં હિમા દાસે જીત્યો ચોથો ગોલ્ડ મેડલ, પોતાનો અડધો પગાર આસામના પૂર અસરગ્રસ્તો માટે દાન કર્યો

ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. આસામની 19 વર્ષીય રહેવાસીએ ગોલ્ડ જીતવાની સાથે જ લોકોને એક વિનંતી કરી છે. હાલ આસામમાં ભારે વરસાદને લીધે પરિસ્થતિ ઘણી ખરાબ છે. હિમાએ પોતાનો અડધો પગાર સીએમ રિલીફ ફંડમાં દાન કર્યો છે અને બીજાને પણ આસામવાસીઓની મદદ કરવા માટે આજીજી કરી છે. હિમાએ […]

અક્ષયકુમારે આસામના પૂરગ્રસ્તો માટે રૂ. બે કરોડની સહાયતાની કરી જાહેરાત

ભારતના રાજ્ય આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના 33માંથી 30 જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને હિજરત કરવી પડી છે, વિસ્થાપિત થયા છે. અક્ષય કુમાર પૂરની સ્થિતિ સામે લડી રહેલા આસામના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આસામમાં પૂરના કારણે આશરે 52 લાખ […]

ગ્રામ્ય વિસ્તારોમાં વાડાની જમીન કાયદેસર કરી કબજેદારને સોંપી દેવાશેઃ જાહેરાત

ગ્રામ્ય વિસ્તારમાં સરકારી માલિકીની વાડાની જમીનમાં વર્ષોથી રહેતા પરિવારને તે જમીન કાયદેસર કરીને કબજો સોંપવામાં આવનાર હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું. રેવન્યુ કાયદામાં ફેરફાર કરાયો મુખ્યમંત્રીએ વિધાનગૃહમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) […]

400થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટનો રેકોર્ડ બનાવી ચુકેલા વિશ્વભરમાં પ્રસિદ્ધ ડૉ. ત્રિવેદી વેન્ટિલેટર પર, તબિયત સુધારા પર હોવાનો ડોક્ટરનો દાવો

400થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટનો રેકોર્ડ બનાવી ચુકેલા છે નેફ્રોલોજિસ્ટ ડૉ. એચ.એલ. ત્રિવેદીનું બીપી ઘટી જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા છે. તેમની તબિયત સુધારા પર હોવાનો તબીબોનો દાવો છે. બ્લડપ્રેશર કંટ્રોલ થતાં હાલ તબિયત સુધારા પર કિડની ઇન્સ્ટિટટ્યૂટનાં નેફ્રોલોજી વિભાગના વડા અને ડો. એચ.એલ. ત્રિવેદીની સારવાર કરતાં ડો. હિમાંશુ પટેલે કહ્યું કે, છેલ્લાં ઘણાં […]

રોજના 12 કલાક તૈયારી કરીને વડોદરાના યુવાને GPSCની પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ પસંદગી

જુલાઇ-2019માં યોજાયેલી જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં 21માં રેન્ક સાથે વડોદરાનો યુવાન વલય વૈદ્ય ઉત્તીર્ણ થયો છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની પસંદગી થઇ છે. બીજા પ્રયત્નમાં જ જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર વલય વૈદ્યની ઇચ્છા છે કે, જે તક મને મળી છે, તે તકનો ઉપયોગ કરીને હું લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપીશ. જેમાં ખાસ પાણીની […]

એક શેઠને રાત્રે ઊંઘ નહોંતી આવતી, એટલે રાત્રે અઢી વાગે તેઓ મંદિરે આંટો મારવા ગયા, ત્યાં પહોંચીને તેણે જોયું કે એક વૃદ્ધ ભગવાન પાસે બેસીને રડી રહ્યો હતો, શેઠે તેને રડવાનું કારણ પૂછ્યું અને પછી જે બન્યું એ જાણવા જેવું છે

એકવાર એક શેઠને રાત્રે ઊંઘ નહોંતી આવતી. તેમની પાસે ધન બહુ હતું, ઘર-પરિવાર સુખી-સપન્ન હતો, પરંતુ એ રાત્રે તે ખૂબજ બેચેન હતા. એ સમયે ઘરમાં તે એકલા જ હતા, પરિવારના લોકો કોઇ સંબંધીના ઘરે ગયા હતા. રાતના અઢી વાગી ગયા હતા, પરંતુ મન શાંત થતું જ નહોંતું. શેઠે વિચાર્યું કે, ઘરની પાસેના મંદિર સુધી આંટો […]

લગ્ન માટે હવે કેવી કેવી માંગણી કરે છે છોકરીઓ? જ્ઞાતિમાં છોકરીઓ મળવી મુશ્કેલ થઇ ગઈ છે

અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતા પિયૂષ પાસે એ બધું હતું જે 28 વર્ષની ઉંમરે એક યુવક પાસે હોવું જોઈએ. તેની પાસે સારી જોબ હતી, પોતાની કાર હતી, અને 2 બીએચકે ફ્લેટ પણ, જેમાં તે પોતાના પેરેન્ટ્સ અને નાના ભાઈ સાથે રહેતો હતો. આમ તો પિયૂષ માટે યોગ્ય છોકરી શોધવાના પ્રયાસ તેના મમ્મી-પપ્પા ઘણા સમયથી કરતા […]