ઇન્ડિયન એરફોર્સ PUBGને આપશે ટક્કર, લોન્ચ કરશે મોબાઇલ ગેમ

દુનિયામાં અત્યારે સૌથી લોકપ્રિય મનાતી પબજી ગેમને હવે ઇન્ડિયન એરફોર્સ આપશે ટક્કર. એરફોર્સ હવે નવી મોબાઇલ ગેમ લોન્ચ કરવા જઇ રહી છે. એરફોર્સે તેનો ટીઝર વિડીયો પણ લોન્ચ કર્યો છે. આ ગેમને એરફોર્સ દ્વારા 31 જુલાઇએ વિધિવત રીતે લોન્ચ કરાશે. આ ગેમમાં પાકિસ્તાનના વિમાનને તોડી પાડનાર એરફોર્સના કેપ્ટન અભિનંદનને હીરો બતાવવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ અને […]

‘લેેડી સિંઘમ’ IPS અધિકારીની બહાદુરી તો જુઓ, રેપના આરોપીને સાઉદી અરબમાં જઈને પકડી લાવ્યા

દેશભરમાં બાળકીઓ પર થતાં ગુનાઓનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. પોલીસ આવી બાળકીઓને બચાવવા માટે અને તેમને ન્યાય અપાવવા માટે અનેક પ્રયાસો કરે છે. પરંતુ કેરળના તિરુવંતપુરમના એક મહિલા પોલીસ અધિકારીએ આ મામલે મિસાલ કાયમ કરી છે. કેરળના તિરુવનંતપુરમનાં કોલ્લમમાં એક વ્યક્તિ 2 વર્ષ પહેલાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારીને સાઉદી અરેબિયા નાસી ગયો […]

રાજકોટમાં કારચાલકને હેલ્મેટ ન પહેર્યાનો ઇ-મેમો અપાયો, આડેધડ વાહનચાલકોને ઇ-મેમો મોકલાતા રોષની લાગણી ફેલાઇ રહી છે

શહેરમાં આઇ-વે પ્રોજેક્ટ શહેરની સુરક્ષા માટે મૂકવામાં આવેલા કેમેરાનો ઉપયોગ આજકાલ હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનમાલિકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. પરંતુ આઇ-વે પ્રોજેક્ટ રોંગ-વે પર જઇ રહ્યો હોય તેમ કારચાલકને હેલ્મેટ ન પહેર્યાનો ઇ-મેમો મોકલી આપ્યો છે. આ ઉપરાંત એક સ્કૂટર માલિકના બદલે અન્ય સ્કૂટર માલિકને ઇ-મેમો મળ્યો છે. આડેધડ વાહનચાલકોને ઇ-મેમો […]

ભારતીય સૈન્યની અનોખી પહેલ, શિક્ષક બનીને કાશ્મીરનાં ગુજ્જર અને બકરવાલ સમુદાયના બાળકોને આપી રહ્યાં છે પ્રાથમિક શિક્ષણ

સૈન્યનું કામ માત્ર સરહદ મોરચે લડવાનું નથી હોતું. પરંતુ દેશની અંદર પણ અનેક મોરચે તેને બાથ ભીડવાની હોય છે. વાત માળખાગત સુવિધાના પુનર્નિર્માણની હોય કે પછી જાનમાલની રક્ષા કરવાની વાત હોય કે પછી રાહત અને સારવારની વાત હોય. દેશના સૈન્યના જાંબાજ જવાનો દેશની સરહદો પર અને અને સરહદ બહાર અનેક મોરચે લડતા હોય છે. ત્યારે […]

એક રાજાને ત્રણ પત્નીઓ હતી, બે પત્નીઓને રાજા ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને સુંદર હતી પણ ત્રીજી પત્નીની રાજા બિલકુલ કદર કરતો ન હતો, થોડા સમય પછી રાજાને ગંભીર બીમારી થઈ જાણો પછી શું થયું

એક લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક રાજાની ત્રણ પત્નીઓ હતી. તે પોતાની બે પત્નીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને ખૂબ જ સુંદર હતી. એક પત્નીની રાજા બિલકુલ કદર કરતો ન હતો. તેની તરફ ધ્યાન જ આપતો નહીં તેમ છતાં તે પત્ની રાજાને ખૂબ જ પ્રેમ કરતી હતી. થોડા સમય પછી રાજાને ગંભીર […]

‘મા કાર્ડ’ હોવા છતાં પણ હોસ્પિટલ જો દર્દીઓ પાસે પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે : નીતિન પટેલ

સરકારની ‘મા કાર્ડ’ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો. આ ઉપરાંત મા કાર્ડ અંગે કડક શબ્દોમાં હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, સરકારી […]

પેકેટ વાળું દૂધ ભેળસેળ વાળું તો નથીને? અસલી છે કે નકલી ચેક કરવા કરો મીઠાંનો ઉપયોગ

અત્યારના જમાનામાં ખાણી-પીણીની તમામ વસ્તુઓ ભેળસેળયુક્ત થઈ ગઈ છે. શુદ્ધ વસ્તુ મળવી અશક્ય બની ગઈ છે. આમાંની જ એક વસ્તુ દૂધ છે. રોજિંદા ઉપયોગમાં લેવાતું દૂધ જો ભેળસેળયુક્ત હોય તો તે આપણાં સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ગાય અને ભેંસના દૂધ સિવાય અત્યારે માર્કેટમાં પેકેટમાં આવતું દૂધ પણ વેચાઈ રહ્યું છે. ત્યારે આવું દૂધ ઉપયોગમાં લેતા […]

ખેરાલુનો જવાન કાશ્મીરમાં શહીદ, ગામમાં છવાયો માતમ, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના 24 વર્ષિય પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થયું હતું. શહીદ જવાનના પાર્થિવ દેહને કૂડા ગામે લાવવામાં આવ્યો હતો. આર્મીના જવાનોએ સન્માન સાથે શહીદની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ શહીદને નમન કરવા માટે આવ્યાં હતાં. સમગ્ર ખેરાલુ પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મૃતકનાં શહીદીનાં […]

દરિયાદિલ કલેક્ટર: હોસ્પિટલમાં 100 બાળકોને દાખલ કરવા માટે જગ્યા નહોતી, ત્યારે કલેક્ટરે પોતાના બંગલા પર બાળકોની સારવાર શરૂ કરાવી

મધ્ય પ્રદેશમાં સીધી શહેરના કલેક્ટરના ચારેકોરથી લોકો વખાણ કરી રહ્યા છે. બુધવારે 100થી પણ વધારે અનીમિયા રોગથી પીડિત બાળકો જિલ્લા હોસ્પિટલ પર સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી જિલ્લા કલેક્ટર અભિષેક સિંહને આપી હતી. દરિયાદિલ એવા કલેક્ટરે આ બાળકોને તેમના પરિવાર સાથે […]

રાજકોટમાં ભૂખ્યાને ભોજન આપતા બોલબાલા ટ્રસ્ટે શરૂ કર્યો હેલ્પલાઇન નંબર, હવે માત્ર એક ફોન પર બાઈક દ્વારા ઘરે પહોંચાડશે નિઃશુલ્ક ભોજન

રાજકોટ શહેરમાં બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સતત નિસ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન અપાતું એક માત્ર ટ્રસ્ટ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્પલાઈન શરૂ કરાઇ છે. જેમાં જરૂરિયાતમંદ લોકો હવેથી આ હેલ્પલાઇન નંબર પર માત્ર એક ફોન કરે અને તેને પોતાના ઘરે અથવા રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં જ્યાં પણ એ વ્યક્તિ હોય ત્યાં નિઃશુલ્ક વાહન […]