અમદાવાદમાં જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ રેસિડેન્ટમાં ACનું કમ્પ્રેસર ફાટતાં ભીષણ આગ, એકનું મોત, લોકોને જીવના જોખમે નીચે ઉતાર્યાં

અમદાવાદમાં જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ […]

સફાઈ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ કલેક્ટર પોતે જ પોતાની ઑફિસમાં લગાવે છે ઝાડુ. ઓફિસ બહાર લગાવ્યું છે બોર્ડ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત થઈને ગાઝિયાબાદના કલેક્ટર અજય શંકર પાંડે પોતે જ પોતાની ઑફિસમાં ઝાડૂથી સફાઈ કરે છે. તેમણે મંગળવારે પોતે સફાઈ કરી પોતાની ઑફિસની બહાર બોર્ડ લગાવી દીધું કે, આ રૂમની સફાઈ હું પોતે કરું છું અને અનાવશ્યક રીતે તેને ગંદો કરી મારા કામનો ભાર ન વધારો. કલેક્ટર કહે છે કે, તે […]

એક શેઠ પાસે ખુબ ધન હતું પરંતુ સુખ ન હતું, એક દિવસ તે હીરા-જવેરાત થેલીમાં ભરીને મહાત્મા પાસે ગયા, જેવું શેઠે તે ધન મહાત્માની સામે રાખ્યુ, મહાત્મા થેલી લઈને ભાગી ગયા, જાણો પછી શું થયું.

કોઈ શહેરમાં એક શેઠ રહેતા હતા. તેની પાસે ઘણા રૂપિયા હતા. તેના પરિવારમાં કોઈ ન હતુ, ન પત્ની ન બાળક. તેને લાગતુ હતુ કે તેના સંબંધીઓની દ્રષ્ટિ તેમના રૂપિયા પર છે એટલે તે તેમને પણ મળતા ન હતા. જ્યારે તે વૃદ્ધ થઈ ગયા તો તેણે વિચાર્યુ કે મારું જીવન ધન કમાવવામાં નીકળી ગયુ પરંતુ તેના […]

સુરતમાં રોડ અકસ્માતમાં ઘાયલ દર્દીના બંધ હૃદયને 108ની ટીમે CPR આપીને ફરી ધબકતું કરી નવુંજીવન આપ્યું

સુરતમાં 108ની ટીમે રોડ અકસ્માતમાં હૃદયના બંધ ધબકારાને CPR આપી દર્દીને નવું જીવન આપ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ અને રાહદારીઓએ નજરે જોઈ 108ની ટીમની પ્રસંસનીય કામગીરીના વખાણ કર્યા હતા. બુધવારની રાત્રે રાહદારીને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો મળતી માહિતી મુજબ પલસાણાથી 3 કિલો મીટરના અંતરે આવેલ માખિંન્ગા બ્રિજ નીચે […]

કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ-ચણા વેંચીને અભ્યાસ કરનાર આ યુવાન દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમીક રિસર્ચ સેન્ટરમાં સાઇન્ટિસ્ટ તરીકે જોડાયો

રાજકોટની બાજુમાં કુવાડવા નામનું નાનું એવું ગામ છે. આમ તો આ કુવાડવા પેંડા માટે પ્રખ્યાત છે પરંતુ અહીના એક વિદ્યાર્થીએ કુવાડવાને દ્રઢ સંકલ્પ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા એક આગવી ઓળખ અપાવી છે. કુવાડવાના સામાન્ય પરિવારમાં જન્મેલો વિવેક પોપટ અસામાન્ય સપનાઓ જોતો. શાળાની ફીનો વધારાનો બોજ પરિવાર પર ન પડે એટલે વિવેક સરકારી શાળામાં જ અભ્યાસ […]

રાજકોટના ટ્રસ્ટે વેસ્ટ પેપરમાંથી બનાવી અનોખી પેન્સિલ, પૂરી થઈ ગયા પછી જમીનમાં રોપવાથી ઉગી નીકળશે વૃક્ષ

ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની અનિયમિતતા, ગરમીમાં વધારો થવો આવી સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે હવામાં રહેલ ઓક્સિઝનમાં ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતાં પ્રદૂષણને કાબુમાં કરવા વધુમાં વધુ વૃક્ષો ઉગાડીને હવાને શુદ્ધ બનાવવા માટે રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પેન્સિલ બનાવવામાં આવી છે. કે […]

ગુજરાતનું ગૌરવ: ગુજરાતી મૂળના પ્રીતિ પટેલ સૌ પ્રથમવાર બન્યા બ્રિટેનની નવી સરકારમાં ગૃહમંત્રી

બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ટેરીઝા મેની બ્રેગિટ સ્ટ્રેટેજીના મુખ્ય આલોચકોમાં સામેલ પ્રીતિ પટેલને નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ રીતે બ્રિટેનમાં ભારતીય મૂળની આ પ્રથમ ગૃહમંત્રી બન્યા છે. પ્રીતિ કંઝરવેટિવ પાર્ટી નેતૃત્વ માટે બેક બોરિસ અભિયાનની મુખ્ય સભ્ય હતી અને પહેલેથી જ સંભાવના હતી કે તેમને કેબિનેટમાં કોઈ મોટી જવાબદારી આપવામચાં […]

ઉમરપાડાના દેવઘાટ ધોધમાં સેલ્ફી લેવાના ચક્કરમાં PWDના યુવા કોન્ટ્રાક્ટરે ગુમાવ્યો જીવ

ઉમરપાડાના દેવઘાટ પ્રવાસન કેન્દ્ર ખાતે પરિવાર સાથે પિકનિકનો આનંદ માણવા આવેલા ભરૂચના 36 વર્ષીય પીડબલ્યુડીના સરકારી કોન્ટ્રાક્ટરનું દેવઘાટના ધોધ ઉપર સેલ્ફી લેવા જતાં પગ લપસી જતાં ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. પરિવારના સભ્યોની નજર સામે જ કરૂણ મોત થવાથી પત્ની, નાના બાળકો સહિતનો સમગ્ર પરિવાર હૈયાફાટ રૂદન આક્રંદથી શોકમાં ગરકાવ થયો છે. સૂચનાનો અનાદર કરી […]

શિનોર તાલુકાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે અઢી વર્ષમાં મલાબાર લીમડાના 2 હજાર વૃક્ષ ઉછેર્યા, હવે સર્જાયું મધુવન

ઈમારતી લાકડા માટે નીલગિરિની ખેતી થતી હોય છે પણ વડોદરા જિલ્લાના એક ખેડૂતે પ્રયોગરૂપે લીમડાના વૃક્ષો ઉછેર્યા છે. શિનોર તાલુકાના મોટા ફોફળિયાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે મલાબાર લીમડાના 2000 વૃક્ષ ઉછેર્યા છે જે અત્યારે અઢી વર્ષના છે. પાંચ વર્ષે પુખ્ત થયા બાદ આ વૃક્ષો ઈમારતી લાકડું ખરીદતા વેપારીઓને વેચીને સારું વળતર મળશે એવી ભૂપેન્દ્રભાઈને આશા છે. […]

જુઓ ભારતીય વાયુસેનાની મહિલા પાઇલટની દિલેરી, 17 હજાર ફૂટની ઊંચાઈએ દિલધડક રેસ્ક્યુ કરીને બચાવ્યા જીવ

જમ્મુ કશ્મીરના લદ્દાખ વિસ્તારમાં દરિયાની સપાટીથી 17 હજાર ફૂટ ઊંચે બરફથી છવાયેલા વિસ્તારમાં કરાયેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સામે આવતાં જ દેશવાસીઓ જાંબાઝ મહિલા પાઈલટની બહાદુરીના વખાણ કર્યા હતા. ભારતીય વાયુસેનાની જાંબાઝ પાઈલટ સુરભી સક્સેનાએ વિષમ વાતાવરણમાં પણ ઉડાન ભરીને બે અધિકારીઓના જીવ બચાવ્યા હતા. આ દિલધડક રેસ્ક્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો […]