બુલ્ગારિયાની ભવિષ્યવેતા બાબા વેંગાની નવી ભવિષ્યવાણી, 2022માં આવશે ભીષણ ભૂખમરો, કોરોના કરતા પણ ઘાતક વાયરસ આવશે

2021 નું વર્ષ પુરુ થવાની તૈયારીમાં છે અને નવા વર્ષ 2022 ના આગમની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમેરિકામાં અલકાયદાના 9-11ના હુમલાને લઈને સુનામી સુધીની સટીક ભવિષ્યવાણી કરનાર બુલ્ગારિયાની ભવિષ્યવેતા બાબા વેંગાએ ચેતવણી આપી છે કે 2022 ના વર્ષમાં ભારતમાં ભયંકર ભૂખમરો આવશે. તીડના હુમલાને કારણે ભારતમાં ભૂખમરો આવશે અને નવા વર્ષમાં એલિયન પૃથ્વી પર […]

શિક્ષણ વિભાગ સંચાલકો નહીં પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે: કોરોનાના કેસ વધતાં તાત્કાલિક સ્કૂલો બંધ કરો, સ્કૂલો ઓફલાઈનની જગ્યાએ ઓનલાઇન ચાલુ કરો: વાલી મંડળ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ગઈકાલે પણ ઘણા સમય બાદ કેસ 179 કેસ નોંધાયા હતા. ત્યારે સ્કૂલોમાં પણ કોરોનાના કેસ આવી રહ્યા છે. જેથી તાત્કાલિક સ્કૂલો બંધ કરવા વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં તમામ વર્ગ ઓફલાઇન બંધ કરીને ઓનલાઇન ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

મહેસાણાની એસિડ એટેક પીડિતાએ પોણા છ વર્ષે દુનિયાના દર્શન કર્યા 27 સર્જરી બાદ એક આંખ ખૂલી, હવે બીજાના રક્ષણ માટે અધિકારી બનવા ફરી અભ્યાસ શરૂ કર્યો

પોણા છ વર્ષની પીડા દાયક યાતનાઓ બાદ 27 ઓપરેશનનો સામનો કરી ચુકેલી એસિડ એટેક પીડિતા કાજલ પ્રજાપતિની હવે એક આંખ ખુલી છે. અન્ય આંખ ગુમાવી ચુકેલી કાજલ હવે, પુનઃ અભ્યાસ કાર્યમાં લાગી છે. કારણ કે તે હવે વાંચી અને લખી શકે છે. વર્ષ-2016માં ફેબ્રુઆરી મહિના દરમિયાન નાગલપુર કોલેજ બહાર એક તરફી પ્રેમ કરનાર તેના જ સમાજના […]

નરેશ પટેલની સરકારને અપીલ- ‘માત્ર પાટીદાર યુવાનો સામેના કેસ જ નહીં, પરંતુ તમામ જ્ઞાતિ પર લાગેલા ખોટા કેસ પાછા ખેંચાય’

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. જો કે ચૂંટણીના ઠીક એક વર્ષ પહેલા ફરીથી રાજકારણ પાટીદાર સમાજની આસપાસ ફરતુ હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા પાટીદાર સમાજની આસ્થાના પ્રતિક સમા ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પોતે રાજનીતિમાં આવવા અંગેનો આડકતરો સંકેત આપ્યો હતો. […]

શિયાળામાં આ રીતે કરો આમળાનું સેવન, બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ, થશે અનેક બીમારીઓ દૂર, જાણો અને શેર કરો

આમળામાં વિટામિન સી, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ઔષધીય ગુણો ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે. પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. આવી સ્થિતિમાં, રોગોનો શિકાર થવાનું જોખમ અનેકગણું ઓછું છે. આ સિવાય આમળા થાઈરોઈડ, આંખોની રોશની તેજ કરવા અને વજન ઘટાડવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં બીમાર થવાનું જોખમ વધારે છે. […]

કલેક્ટરને પડકાર ફેંકનારી આદિવાસી છોકરી સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બની, જાણીને નવાઈ લાગશે પણ તેને કલેક્ટર નથી બનવું!

બે દિવસ પહેલા મધ્ય પ્રદેશના ઝાબુઆનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક આદિવાસી છોકરી કલેક્ટરને લલકારી રહી છે. NSUIના એક પ્રદર્શન દરમિયાન એક છોકરીને બોલતા તમે સાંભળી હશે, મને કલેક્ટર બનાવી દો, બધાની માગ પુરી કરી દઈશ. તમે નથી કરી શકતા તો પછી કોના માટે બની છે સરકાર, શું અમે અહીં ભીખ માગવા આવ્યા […]

પંચાયતની ચૂંટણી જીતી ગયા બાદ મટનની પાર્ટી ન આપી તો, ઘરમાં ઘૂસી સરપંચનું ગળું કાપીને હત્યા કરી નાખી, ઘટના બાદ આખુ ગામ થઈ ગયું ચૂપ

બિહારના મુંગેરમાં પંચાયત ચૂંટણી જીત્યા બાદ નક્સલીઓને પાર્ટી નહીં આપવાનું નવા સવા ચૂંટાયેલા સરપંચમાં ભારે પડ્યું છે. નક્સલીઓએ સરપંચ પરમાનંદ ટુડ્ડુનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ ગ્રામલોકોમાં ખૂબ ગુસ્સો છે. જોકે, આખુ ગામ દહેશતના કારણે ચૂપ છે. પરમાનંદ ટુડ્ડુએ હાલમાં જ સરપંચ પદના શપથ પણ નહોતા લીધા. આ ઘટના જિલ્લાના લડૈયા […]

ચીન-પાકિસ્તાનના ખતરાનો સામનો કરવા ભારતની અગ્નિ પી મિસાઇલનો પડઘો, ભારતની તાકાત જોઇ અમેરિકન વૈજ્ઞાનિકો સ્તબ્ધ

સેંકડો પરમાણુ બોમ્બથી સજ્જ ચીન-પાકિસ્તાનના ખતરાનો સામનો કરી રહેલા ભારતના અગ્નિ પ્રાઇમ મિસાઈલ પરીક્ષણનો પડઘો દુનિયાભરમાં સંભળાઈ રહ્યો છે. અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે ભારતની આ નવી પેઢીની મિસાઈલ પાકિસ્તાનને ગણતરીની સેકન્ડમાં જ બર્બાદ કરવાની અજોડ શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત છે કે તે ડબ્બાની અંદર બંધ થઈ જાય […]

કોરોનાના કેસ વધતાં જ શાળાઓને હાઈકોર્ટની ટકોર, આપી ખાસ સૂચનાઓ, ફટકાર બાદ શિક્ષણ વિભાગ હરકતમાં, જાણો શું કહ્યું

હાઈકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં જ બાળકોને લઈને તંત્ર ચિંતિત બન્યું છે. શાળાઓમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે હાઈકોર્ટે શાળાઓને સૂચના આપી છે. જેમાં કહેવાયું છે કે જરૂર પડ્યે અલગ અલગ પાળીમાં સ્કૂલ ચલાવવી. આ સિવાય જરૂર હોય ત્યાં ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાની પણ સૂચના પણ આપવામાં આવી છે. આ […]

સુરતના ભેજાબાજ બુટલેગરે અપનાવ્યો અનોખો કીમિયો, પોલીસ પણ ચોંકી, મિનરલ વૉટરના જગમાં કરતાં દારૂની હેરાફેરી

કોરોનાની દહેશત વચ્ચે નવા વર્ષને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 31 ડિસેમ્બરની રાત્રે ઉજવણી માટે ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે. બીજી તરફ બુટલેગરો પણ દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે. જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી છે. સુરતમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો […]