જૂનાગઢમાં GSTના નવા દરના વિરોધમાં વેપારીઓના શપથ- ‘હવે વૉટ નહીં આપીએ, દેશની સરકાર લોકશાહીના બદલે બ્યૂરોક્રેસી ચલાવી રહી છે’

GST દરમાં વધારો કરવાના નિર્ણયના વિરોધમાં આજે ગુજરાતભરના કાપડના વેપારીઓએ બંધ પાળ્યો છે. જૂનાગઢમાં પણ કાપડ બજારના વેપારીઓ GSTના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ‘ભગવાન રામ કી કસમ ખાયેંગે અગલે ઈલેક્શન મેં વૉટ નહીં દેંગે’- આ શબ્દો છે જૂનાગઢ કાપડ બજારના વેપારીઓના. GSTના નવા દરના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી રહ્યાં છે. વેપારીઓએ આક્ષેપ કર્યો […]

કોઈપણ કોચિંગ ક્લાસ વગર 25 વર્ષનો ખેડૂતપુત્ર બન્યો Dy.SP, પિતા મીઠું પકવી ચલાવતા ગુજરાન

સાંતલપુર તાલુકાના નાનકડા વૌવા ગામના ખેડૂત પુત્ર નવીન પૂંજાભાઈ આહિર ફક્ત 25 વર્ષની ઉંમરમાં ફક્ત 4 વર્ષમાં કલાસ થ્રી ક્લાર્ક, રેવન્યુ તલાટીથી લઈ GPSC સુધીની પરીક્ષામાં પાસ થઈ DYSP બન્યો છે. તેને તમામ પરીક્ષાઓ કોઈપણ કોચિંગ કલાસ વગર અને ચાલુ સરકારી ફરજ સાથે તનતોડ મહેનત કરી પાસ કરી સફળતા મેળવી છે. નવીન આહીર ક્લાસ વન […]

આખી ઉંમર નહીં થાય સાંધાનો દુખાવો, કરી લો ઘરગગથ્થુ ઉપચાર, જાણો અને શેર કરો

શિયાળામાં ઘણીવાર એવું જોવા મળે છે કે આર્થરાઈટિસ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. કેટલાક લોકોને એવી પીડા થાય છે કે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જ્યારે એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે સાંધામાં હાજર કોમલાસ્થિ ધીમે-ધીમે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે. કેટલાક લોકો આ માટે દવા પણ લે છે. તમને જણાવી […]

પુણ્યનુ ભાથુ બાંધવા જેતપુરના ખેડૂતે બનાવ્યું અદભુત ડિઝાઈનનું પક્ષીઘર, દરેક ઋતુમાં કરશે પક્ષીઓનું રક્ષણ, જુઓ વિડિયો

આપે પક્ષીઘર તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે એક એવા અનોખા પક્ષીઘર વિશે વાત કરીશું, જે આજ પહેલા તમે ક્યારેય જોયું નહીં હોય. અનોખી ડિઝાઇન સાથેનું આ પક્ષીઘર એક સેવાભાવી ખેડૂતે તૈયાર કર્યું છે જેના માટે તેણે 20 લાખથી વધુનો કર્યો છે. રાજકોટના જેતપુરના નવી સાંકળી ગામના ભગવાનજીભાઇ રૂપાપરા આ ખેડૂતે તેના જીવનમાં કમાયેલું […]

મહેસાણા: સસરા અને દિયરે ગર્ભવતી પરણીતાને લાકડીથી માર મારતા પેટમાં ઉછરી રહેલા પાંચ માસના બાળકનું મરણ

મહેસાણા તાલુકાના ચલુવા ગામે ધોળાસણ રોડ પર નવાપુરા ખેતરમાં રહેતી ગર્ભવતી પરણીતાને જુદી રહેવા જતી રહેવાના મુદ્દે સસરા અને દિયરે લાકડીથી લમધારી નાખતા તેના પેટમાં ઉછરી રહેલા પાંચ માસના બાળકનું મરણ થતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે. પોલીસે નરાધમ પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકાના ચલુવાથી ધોળાસણ રોડ પર નવાપુરા […]

હમ દિલ દે ચૂકે સનમ જેવો કિસ્સો સામે આવ્યો: પત્ની બીજાને કરતી હતી પ્રેમ, પતિને આ વાતની જાણ થતાં તેને જ કરાવી દીધા બંનેના લગ્ન

બિહારના જમુઈમાં પતિ, પત્ની અને વોની અનોખી કહાની સામે આવી છે. બે વર્ષના દામ્પત્ય જીવન દરમિયાન પ્રેમીની એન્ટ્રી થાય છે. જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો તેણે પત્નીના બોયફ્રેન્ડ સાથે પત્નીના લગ્ન કરાવી દીધા. વાંચો; વિકાસ, શિવાની અને સગીર પ્રેમીની સપૂર્ણ કહાની…… આ આખી કહાની સોનો બ્લોકના બલથર ગામના વિકાસ દાસની છે. વિકાસ બેંગલુરુમાં […]

સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને આજીવન કેદ, સજા સાંભળતા જ નરાધમે જજ તરફ ચપ્પલ ફેંક્યુ

સુરતના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં […]

દિગ્વિજય સિંહ: ‘હું હિંદુ છું પણ ખતરામાં નથી કારણ કે હું ભાજપનો નહીં પણ ભારતનો હિંદુ છું’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ફરી એકવાર હિન્દુત્વના મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. એક પછી એક ટ્વિટ કરીને તેમણે હિંદુ અને હિંદુત્વને લઈને ચાલી રહેલી ચર્ચા પર કમેન્ટ કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ પણ હિંદુ છે પરંતુ તેઓ કોઈ જોખમમાં નથી. સાવરકર મુદ્દે ભાજપ પર સતત પ્રહારો કરી […]

ફરી કાતિલ ઠંડીની શરૂઆત: જાન્યુઆરીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, તા. 4થી 11 વચ્ચે માવઠાની શક્યતા

રાજ્યના ભાગોમાં હાલમાં કમોસમી વરસાદ થવામાં છે. પરંતુ ધીરે ધીરે તા.30-12 પછી વાદળો હટતા પુનઃ કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી શકે તેમ છે. ઠંડી બાદ જાન્યુઆરી માસમાં પણ પુનઃ માવઠું થવાની શક્યતા રહેશે. તા.31 ડિસેમ્બર આસપાસ ફરી વિક્ષેપ આવવાની શક્યતા રહેતા દેશ સહિત રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. ગ્રહોનું રાશિ પરિવર્તન તેમજ જળદાયક નક્ષત્ર નાડીના […]

અમેરિકામાં એક કરોડની નોકરી છોડી જૈન યુવકે મહંત સ્વામીના હસ્તે સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી, બહેન છે આર્મીમાં કેપ્ટન

જૈન પરિવારના બાળકો નાની ઉંમરમાં જ સંયમના માર્ગે જતા હોવાના સમાચાર ઘણી વખત સાંભળવા મળે છે. પણ આજે એક એક જૈન પરિવારના દીકરાએ સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે તે બાબતે વાત કરવી છે. જૈન યુવકનું નામ જૈમીન છે અને તેને મહંતસ્વામીના હસ્તે દિશા ગ્રહણ કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના પાંચમાં મહાન આધ્યાત્મિક ગુરુ […]