પાડોશી સાથેની દુશ્મનીમાં ક્રૂરતાની હદ વટાવી: વડોદરાના દશરથમાં પશુપાલકે વાડામાં ઘૂસી આવેલી પડોશીની ગાયના બે પગ કાપી નાખ્યા

વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં એક પશુપાલકના વાડામાં પડોશીની ગાય ઘૂસી આવતા તેણે ધારીયાના ઝટકા મારી ગાયના બંને પગ કાપી નાંખ્યા હતા. પાડોશી પશુપાલક સાથેની દુશ્મની ગાય ઉપર કાઢનાર પશુપાલક સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગાયના પગ કાપી નાખતા 1962 એનિમલ સંસ્થા દ્વારા ઈજાગ્રસ્ત ગાયની સારવાર કરવામાં […]

કાજલ મહેરિયાને કોરોનાકાળમાં ગલુડિયાનો બર્થડે ઉજવી મુશ્કેલીમાં મુકાઇ, કોરોના સંકટમાં હજારોની ભીડ કરી ભેગી

વધતા જતા કોરોના સંકટમાં કાજલ મહેરિયા ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઈ છે. કાજલ મહેરીયાએ કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ જમાવીને પોતાના પોમેરિયન બીડના ગલુડિયાનો બર્થ ડે ઉજવ્યો હતો. આ મામલે પોલીસે કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. કાજલે ઉજવ્યો ગલુડિયાનો બર્થડે  શહેરના નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ પાર્ટી મામલે નિકોલ પોલીસે ચિરાગ ઉર્ફે મિતેષ પટેલ, […]

સુરતમાં ધર્મ પરિવર્તનના ધીકતા ધંધાનો પર્દાફાશ, તેલંગાણાની મહિલા કરાવતી હતી ધર્મપરિવર્તન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં ધર્માંતરણનો કાયદો માત્ર કાગળ પર જ અમલી હોય તેવા કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યાં છે. ધર્મ પરિવર્તન માટે સત્તાવાર રીતે મંજૂરી મેળવવી ફરજિયાત હોવા છતાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં નથી આવતું. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેરના સચિન વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. […]

નાક બંધ કે માથાનો દુ:ખાવો જેવી સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરેલું નુસ્ખા, ફટાફટ મળશે રાહત, જાણો અને શેર કરો

શિયાળાની સિઝનમાં મોટાભાગના લોકોને શરદી અને ઉધરસ થાય છે. નાક બંધ થવુ અને છીંક-ખાંસી ખાવી આ બધી સામાન્ય વાત છે. આ સાથે કોરોનાના કેસો વધવા લાગ્યા છે. એવામાં આરોગ્યનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ જાળવવા આટલું કરો શરદી અને ઉધરસ બંધ થઈ જાય તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહેશે. આવો, આ સમસ્યાઓથી […]

કાશીના ગંગા ઘાટ પર લાગ્યા પોસ્ટર: હિન્દુ ન હોય તેઓ માટે પ્રવેશ પ્રતિબંધ, VHP અને બજરંગ દળે કહ્યું આ કોઈ પિકનિક સ્પોટ નથી

કાશીના ગંગા ઘાટ ઉપર VHP અને બજરંગ દળ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ગેર હિન્દુઓ માટે પ્રવેશ પ્રતિબંધ એવું સ્પષ્ટ લખેલું છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણીઓનો માહોલ છે. એ અગાઉ કાશીના ગંગા ઘાટ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કાશીના ગંગા ઘાટ ઉપર આ પોસ્ટર VHP અને બજરંગ દળ દ્વારા લગાવવામાં આવ્યા છે જેને લઈને વિવાદ ઊભો […]

જૂનાગઢના માળીયા હાટીના પીખોર ગામના મંદિરમાં દલિતો વિરુદ્ધ પોસ્ટર લાગ્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ લોકો નાત જાતના ભેદભાવોમાં માનતા હોય તેવા કિસ્સા ગુજરાતમાં અવાર નવાર સામે આવે છે. કોઈ ગામડામાં અનુસૂચિત જાતિના લોકોનો વરઘોડો અટકાવવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ પણ સામે આવે છે. તો અનુસૂચિત જાતિના કોઈ વ્યક્તિએ મુછ રાખી હોવાના કારણે લોકોએ આ વ્યક્તિને માર માર્યો હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. કેટલી […]

વાઇબ્રન્ટ સમિટ વિના જ પ્રજાના રૂ. 40થી 50 કરોડ ખર્ચાઈ ગયા! 4 વિદેશ પ્રવાસો પાછળ રૂ. 15 કરોડનું આંધણ, 5 મેટ્રો શહેરોમાં રોડ-શોમાં રૂ. 7 કરોડનો ધુમાડો

ગુજરાત સરકારે તેના માટે અતિ મહત્ત્વની ગણાતી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ત્રણ મહિનાથી વિશાળા પાયા ઉપર તૈયારીઓ આદર્યા બાદ છેલ્લી ઘડીએ રદ કરી દીધી છે. રાજ્ય સરકાર ભલે વિધાનસભામાં એક સમિટ પાછળ આશરે 80 કરોડનો ખર્ચ જાહેર કરતી હોય, પણ વાસ્તવમાં મોટેભાગે દર એકાંતરે વર્ષે સરકારને પબ્લિસિટી અને અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોને મલાઈ રળી આપતી આ ગાલા […]

મંદિરમાં મારામારી: આને સંત કહેવાય? સોખડા હરિધામના એક યુવકને ફટકારાયો, જુઓ વીડિયો

સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે કેટલાક સ્વામીઓ દ્વારા એક યુવકને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે યુવકને સ્વામીઓ દ્વારા માર મારવામાં આવતો હતો તે યુવકના પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે, સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ જીવન સ્વામી બે જૂથમાં વહેંચાઈ ગયા છે અને એટલા માટે પ્રેમ સ્વરૂપ […]

UPમાં થપ્પડ કી ગૂંજઃ ભાજપના MLAને મંચ પર જ ખેડૂતે તમાચો ઠોકી દીધો, જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના ઉન્નાવ સદરથી ભાજપના ધારાસભ્ય એક જાહેરસભામાં મંચ પર બેઠા હતા તે વખતે સ્ટેજ પર આવી ચઢેલા એક ખેડુત નેતાએ ભાજપ MLAને સણસણતો તમાચો ઠોકી દીધો હતો. ધારાસભ્ય, જયારે ખેડુત સ્ટેજ પર આવ્યા ત્યારે મળવા આવી રહ્યા છે એમ માનીને તેમનું અભિવાદન કરવા આગળ વધ્યા તો ખેડુતે ધડ દઇને લાફો મારી દીધો હતો. લોકોએ […]

ગુજરાતના 10 શહેરમાં હવે રાતના 10થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફ લાઇન શિક્ષણ 31મી સુધી બંધ

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી […]