પંજાબમાં AAP સત્તામાં આવશે તો એવી રોજગારી આપીશું કે કેનેડા ગયેલા યુવાનો 5 વર્ષમાં પરત આવશે: કેજરીવાલ, જાણો આપના 10 વાયદાઓ વિશે

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા દરેક પક્ષ પોતાની તમામ શક્તિઓને કામે લગાડી રહ્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 10 મુદ્દાના પંજાબ મોડલને રજૂ કર્યું છે. કેજરીવાલે પંજાબ મોડલને રજૂ કરતી વખતે કહ્યું હતું કે જો AAP સત્તામાં આવે છે તો અમે પંજાબને વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટે 10 સૂત્રીય પંજાબ મોડલ તૈયાર કર્યું છે. […]

સુરત જિલ્લાના ડાભા ગામના પિતા-પુત્ર સહિત 3 લોકોના અમેરિકામાં દરિયામાં ડૂબવાથી મોત

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ડાભા ગામ આવેલું છે. આ ડાભા ગામમાં રહેતા આહીર પરિવારના સભ્યો 10 વર્ષ પહેલા અમેરિકામાં સ્થાયી થયા હતા. આ પરિવારના સભ્યો વિકેન્ડ હોવાના કારણે પાનામાના દરિયા કિનારે ફરવા માટે ગયા. પણ દરિયામાં ડૂબવાના કારણે પિતા-પુત્ર સહિત આહીર સમાજના ત્રણ લોકોના અવસાન થયા છે. રિપોર્ટ અનુસાર સુરતના પલસાણા તાલુકાના ડાભા ગામમાં રહેતા […]

લ્યો બોલો! ભાજપમાં 5 વર્ષ મંત્રી રહ્યા બાદ રાજીનામું આપ્યુંને બીજા જ દિવસે ધરપકડનું વોરંટ આવ્યું

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાની જ વાર છે તે પહેલાં અહીં વરવું રાજકારણ રમાઇ રહ્યું છે. ચૂંટણી જીતવા માટે બધા પક્ષ શામ-દામ દંડ ભેદનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે. બોલો હજુ તો ગઇ કાલે મંગળવારે ઉત્તર પ્રદેશની સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મોર્યએ સરકારમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીની કંઠી બાંધી લીધાના 24 જ […]

435 માર્ક્સ હોવા છતા મેરીટમાં નામ ન આવતા સુરતના તબીબનો આપઘાત, બીજાઓને 265 માર્ક હોવા છતાં સ્થાન મળ્યું

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણમાં આવીને, તો કોઈ વ્યક્તિએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. તો ક્યારેક પરીક્ષામાં સારા ગુણ ન આવતા અથવા તો અભ્યાસ કરવામાં મુશ્કેલી આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી વધુ એક ઘટના સુરતમાં સામે આવી […]

સાંજના સમયે કરો કસરત, શરીરને થશે અનેક પ્રકારના લાભ અને રહેશે તંદુરસ્ત, જાણો અને શેર કરો

આપણને અનેક વાર સાંભળવા મળે છે કે, સવારે કસરત કરવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. અનેક લોકો સવારે કામની વ્યસ્તતાને કારણે સવારે વ્યાયામ અને યોગા કરી શકતા નથી અથવા સવારે ચાલવા માટે જઈ શકતા નથી. નિષ્ણાંતો જણાવે છે કે, સાંજના સમયે વ્યાયામ કરવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે અને તંદુરસ્ત રહે છે. જે […]

મેડમનો ગુસ્સો તો જુઓ! ફ્રુટવાળાની લારી કારને અડી જતાં મહિલા પ્રોફેસરે બધા પપૈયા રોડ પર ફેંકી દીધા, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

મહિલા પ્રોફેસરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો એમપીની રાજધાની ભોપાલનો છે. ફ્રુટવાળાની લારી પ્રોફેસરની કારને અડી ગઈ હતી, જેના કારણે કારમાં સ્ક્રેચ થઈ ગયા હતા. આ પછી મેડમનો ગુસ્સો સાતમા આસમાનો પહોંચી ગયો અને તે ફ્રુટવાળા સાથે ઝઘડો કરવા લાગી. આ દરમિયાન તેણીએ ફળો ઉપાડીને, રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું. ફ્રુટની લારી ધરાવતો […]

અમદાવાદમાં બૂટલેગરોનો નવો કીમિયો: દારૂ કટિંગ વખતે પોલીસનું નેટવર્ક જામ કરવા બૂટલેગરો જામરનો ઉપયોગ કરતા, સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂ ભરેલી આઇસરમાંથી જામર મળ્યું

ગુજરાતમાં કડક દારૂ બંધી વચ્ચે પણ બૂટલેગરો બેફામ બનીને દારૂની હેરફેર કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં તેમજ અમદાવાદ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર દારૂની ગાડીઓનું કટીંગ થાય છે તે બાબત જગ જાહેર છે પણ હવે બૂટલેગર ટેકનોલોજીના સહારે પોલીસને હાથ તાળી આપવા પ્રયાસ કરી રહી છે. અગાઉ બંસી મેજીક જેકનો ઉપયોગ કરીને દારૂની ડિલિવરી કરાવતો હતો […]

લોકડાઉન હોય કે કર્ફ્યૂ રાજકોટમાં આ બે હોટલ ક્યારેય બંધ થઈ નથી કારણ કે તેને ‘ખાખી’ના આશીર્વાદ છે

કોરોના વાયરસના કેસ વધતા સરકાર તરફથી યુદ્ધના ધોરણે ગાઈડલાઈન્સ લાગુ કરી દેવામાં આવી છે. રાત્રીના 10 વાગતા જ રાજકોટ પોલીસનો કાફલો જુદા જુદા રસ્તાઓ પર નિયમની અમલવારી માટે ગોઠવાઈ જાય છે. શનિવારે જ્યાં રાજકોટની સ્વાદપ્રેમી પ્રજા બહારનું ફૂડ આરોગતી હોય છે ત્યાં પોલીસ બંદોબસ્ત કડક જોવા મળ્યો. પોલીસે કેટલાકને રસ્તા વચ્ચે અટકાવીને પૂછપરછ કરી હતી. […]

રાજકોટમાં રસોઈ બનાવવામાં મોડું થતાં પતિએ પત્નીને તલવાર ઝીંકી, ત્યારબાદ તલવાર લઈને પહોંચી ગયો પોલીસ સ્ટેશન, પાડોશીઓએ પત્નીને હોસ્પિટલમાં ખસેડી

રાજકોટમાં પત્નીએ રસોઈ મોડી બનાવતા પતિએ મંદિરમાંથી તલવાર લઇ પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાડોશીઓએ ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી, તો બીજી તરફ પતિ ભક્તિનગર પોલીસ મથકે તલવાર લઈને પહોંચી ગયો હતો. જ્યાં તેણે પોતે પત્નીને તલવાર મારીને આવ્યો હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે પ્રાપ્ત […]

આણંદના તારાપુરના તબીબે માનવતા નેવે મૂકી: ગરીબ પાસે પૈસા ન હોવાથી ડૉક્ટરે પ્રવેશ ના આપતા મહિલાએ હોસ્પિટલની બહાર બાળકને જન્મ આપ્યો

આણંદના તારાપુરમાં ગર્ભવતી દર્દી સાથે ખાનગી હોસ્પિટલના તબીબે અમાનવીય વ્યવહાર કર્યા હોવાની ઘટના સામે આવી છે. આટલું જ તબીબ દ્વારા મોટી રકમની માંગણી કરવામાં હતી. જો કે તેને સંતોષવામાં નઆવતાં તબીબે માનવતા સાથે તબીબધર્મ પણ લજવ્યો છે. ડોક્ટર દ્વારા હોસ્પિટલમાં પ્રવેશ ન મળતાં મહિલાએ બહાર જ બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાએ સમાજની સંવેદના ઝંઝોળી દીધી છે. […]