પાલનપુરના પાટીદાર યુવાનની મોટી છલાંગ: 23 વર્ષીય યુવાન શિવમ પટેલની ગૂગલના હેડક્વાર્ટરમાં નિમણૂંક થતાં સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ

પાલનપુરના વતની અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ડોક્ટર નલીનભાઈ પટેલના પુત્ર શિવમએ સોફ્ટવેર એન્જીનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ વિદેશની જુદી જુદી સંસ્થાઓમાં રિસર્ચ ઇન્ટરશીપ કરી અને ગૂગલના હેડક્વૉર્ટરમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ મળતા ગુજરાત ના અમદાવાદ, બનાસકાંઠા તેમજ પાલનપુર નું ગૌરવ વધાર્યુ છે બુધવારે પાલનપુરની વિદ્યામંદિર શાળાની મુલાકાતે આવી વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપી અને અભ્યાસ બાદ […]

બોરસદના પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાનું શંકાસ્પદ મોત, બાથરૂમમાંથી મળી લાશ, સમગ્ર પરિવાર શંકાના ઘેરામાં

બોરસદ શહેરમાં ઠક્કર ખમણ હાઉસ નામે ધીકતો ધંધો ધરાવતા પરિવારની પરિણીતાનુ ગતરોજ બપોરના સમયે બાથરૂમમાં શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ સંદર્ભે પરિણીતાના સાસરે જાણ થતાં તેઓ બોરસદ આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પરણિતાના મોત બાબતે અંજુગતુ થયું હોવાનું જણાતાં પરિવાર દ્વારા બોરસદ શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બોરસદના […]

હનીમૂન કરી ફ્લાઈટમાં ગોવાથી સુરત આવ્યું ભાવનગરનું કપલ અને કાળમુખી બસે પતિ પત્નીને વિખૂટા પાડયા

સુરતના હીરાબાગ સર્કલ પાસે ગત રોજ રાત્રે રાજધાની ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં આગ લાગતાં એક મહિલાનું મોત થયું હતું. મૂળ ભાવનગરની મૃતક મહિલા પતિ સાથે લગ્ન બાદ હનિમૂન માટે ગોવા ગઈ હતી. ત્યાંથી પરત ફરી સુરતથી ભાવનગર જવા નીકળ્યાં હતાં. દરમિયાન બસમાં આગની દુર્ઘટના બની હતી, જેમાં પતિ વિશાલ નવલાની સળગતી બસની બારીમાંથી કૂદી ગયો હતો, […]

કમરના દુઃખાવાથી પરેશાન છો? તો અપનાવી લો આ ઘરેલૂ ઉપચાર પછી જુઓ કમાલ, જાણો અને શેર કરો

પીઠના દુખાવાની સમસ્યા ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે થઈ શકે છે. ઘણી વખત કમરના દુખાવાની સમસ્યા એટલી વધી જાય છે કે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો આ સરળ ઘરેલું ઉપાય અપનાવો. તેઓ કમરના દુખાવાની સમસ્યામાં રાહત આપશે. હળદર-દૂધ જો કમરના દુખાવા અને શરીરના […]

અમદાવાદમાં પોલીસને માર મરાયો: બાપુનગરમાં ટ્રાફિક પોલીસ જવાનને સ્થાનિકોએ માર માર્યો, ટોળાએ અશ્લીલ ગાળો ભાંડી

બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાન પર હુમલો થયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ટોળામાં સામેલ સ્થાનિક લોકોએ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરીને પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ પોલીસ જવાનને માર માર્યો હતો.આ સંદર્ભે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ઢસડી ઢસડીને પોલીસ જવાનને માર મરાયો સ્થાનિક […]

અમદાવાદમાં બે બૂટલેગરો ડોન લતિફના રસ્તે: દારૂ બાબુલ અને સાજીદ પાસેથી ખરીદે તો જ બુટલેગરને મંજૂરી, પોલીસની ભૂમિકા શંકાશીલ

અમદાવાદમાં દારૂની હેરાફેરીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બે બુટલેગર બાબૂલ અને સાજિદ સૈયદને ડોન લતિફ બનવાના અભરખા છે. પોલીસ જ બૂટલેગરોની વહિવટદાર બની છે. બુટલેગર બાબૂલ અને સાજિદ સૈયદને ડોન લતિફ બનવાના અભરખા ડોન લતિફની જેમ નાના બૂટલેગરોએ ફરજિયાત બાબૂલ-સાજિદ પાસેથી લેવો પડે છે દારૂ 90ના દસકના પૂર્વાર્ધમાં જ્યારે શહેર અને પૂરા […]

સુરત બાદ હવે અમદાવાદમાં લોકોના કામ નહીં કરનારા 10 PI સહિત સ્ટાફ બદલાવાની તૈયારી, પોલીસ કર્મીઓની યાદી તૈયાર કરવામાં આવી

સુરત બાદ હવે અમદાવાદ પોલીસ કમિશનરે 70 પૈકી 10 બદનામ અને વિવાદાસ્પદ પોલીસ સ્ટેશનના નામે સ્ટાફ બદલવાની યાદી તૈયાર કરી છે. યાદી પ્રમાણે ટૂંક સમયમાં એક એક કરીને પોલીસ સ્ટેશનના પીઆઇથી લઇને કર્મીઓની બદલી કરવાની કામગીરી હાથ ધરશે. પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે કે, શહેરના કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સોંપેલી વર્ધીઓ તેમજ તેમનાં કામો જે પોલીસ […]

મોડાસામાં ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરી બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો, ફાયર ફાઈટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો

મોડાસામાં ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરી બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં ફાયર ફાઈટરની મદદ લઇ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. તથા મોડાસામાં ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરી બ્લાસ્ટ થવાથી હવે લોકોમાં બેટરીના વ્હિકલ બાબતે શંકા જાગી છે. ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવો ઓછા બને છે ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરી બ્લાસ્ટ થવાના બનાવથી લોકોમાં ભયનો માહોલ છે. […]

ઓછી આવકનો દાખલો આપી 6 લાખ આવક ધરાવતા વાલીઓએ RTE હેઠળ સંતાનોનો પ્રવેશ મેળવી લીધો! ​એડમિશન મેળવનારા વાલીઓની આવક અંગે શંકા જતા સ્કૂલોએ ખાનગી રાહે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો

ઈન્કમટેક્સ રિટર્નમાં 6 લાખની આવક બતાવનારા વાલીઓએ ખોટા પુરાવા રજૂ કરીને 1.5 લાખનો આવકનો દાખલો રજૂ કરી તેમના સંતાનોને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત પ્રવેશ અપાવ્યો હતો. આ અંગે શંકા જતા સ્કૂલોએ ખાનગી રાહે તપાસ કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ખોટા પુરાવાને આધારે એડમિશન મેળવનારા આવા 15 વાલી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ગરીબ પરીવારના […]

ગુજરાતમાં કેવી રીતે અટકશે કોરોના? ભાજપ નેતાના દિયરના લગ્નમાં નિયમોના લીરેલીરા, હજારો લોકોની ભીડ ઉમટી, પોલીસ ઊંઘતી રહી

રાજ્યમાં કોરોના વાયરસ રોકેટગતિથી વધી રહ્યો છે. કોરોનાના કેસમાં વધારો થયો હોવાના કારણે સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. તો બીજી તરફ કોરોનાના વધતા જતા કેસને લઇને રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં લોકોની સંખ્યામાં 400માંથી ઘટાડીને 150 કરવામાં આવી છે. 150 લોકોની હાજરીમાં કાર્યક્રમ […]