ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 366 પોઝિટિવ કેસ- 35નાં મોત, 305 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 366 પોઝિટિવ કેસો નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી 13 લોકોનાં પ્રાથમિક રીતે કોરોનાને કારણે અને 22 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. તો છેલ્લા 24 કલાકમાં 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 11746 થયો છે. અને કુલ […]

ગુજરાતમાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા સહિત તમામ દુકાનો ખૂલશે,

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના કલેક્ટર અને મનપાના કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે હવે આ બેઠક બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં છૂટછાટ […]

પ્રદૂષણ દૂર થવાથી 200 કિલોમીટર દૂરથી દેખાયો માઉન્ટ એવરેસ્ટ, લોકોને પોતાની આંખ પર નથી થતો વિશ્વાસ

કોરોના વાયરસના કારણે વ્યક્તિના જીવનની સાથે વાતાવરણ પણ ઘણું જ બદલાઈ ગયું છે. હવે નદીઓ એટલી શુદ્ધ થઈ ગઈ છે કે જેના વિશે કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હવામાંથી પ્રદૂષણ એ રીતે ગાયબ થઈ ગયું છે કે લોકોને અદ્ભૂત દૃશ્યો જોવા મળી રહ્યા છે. હવા એટલી સાફ થઈ ગઈ છે કે કિલોમીટર દૂર રહેલા […]

કોરોના સામેની જંગમાં લડી રહેલાં અમદાવાદના ડેપ્યુટી મામલતદારનું થયું મૃત્યુ, કલેક્ટરે ટ્વીટ કરી માહિતી આપી

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 10,000ને વટાવી ગયો છે. દરમિયાન કોરોના વાયરસની જંગમાં લડી રહેલાં અમદાવાદમાં ડેપ્યુટી મામલતદારનું મોત થયું છે. અમદાવાદના ડેપ્યુટી મામલતદારને છેલ્લા 15 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન તેમનું મોત થઈ જતા આજે કલેક્ટરે માહિતી આપી છે. અમદાવાદના કલેક્ટરે ટ્વીટર પર માહિતી […]

વાવાઝોડું અમ્ફાન ભયંકર ચક્રવાતમાં ફેરવાયું, બંગાળ અને બાંગ્લાદેશ પર સંકટ, 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

બંગાળનાં અખાતમાં સર્જાયેલું વાવાઝોડું અમ્ફાન હવે ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. તેની તીવ્રતા વધી છે. હવાના હળવા દબાણથી સર્જાયેલું આ વાવાઝોડું હવે ઓડિશાના દરિયાકાંઠાથી આગળ વધીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે ૨૦મી મેના રોજ તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર સંકટ સર્જી શકે છે. આ બંને […]

કોરોનામાં કાળજું કંપાવતી કહાની, અમદાવાદથી સગર્ભા સ્ત્રી બે બાળકો સાથે 196 કિ.મી. ચાલીને ડુંગરપુર પહોંચી

કોરોનાને પગલે લોકડાઉન અમલી બનતાં એક સગર્ભા મહિલા પોતાના પતિ અને બે બાળકો સાથે પગપાળા ૧૯૬ કી.મી.નું અંતર કાપીને અમદાવાદથી ડુંગરપુર પહોંચી હતી. આ મહિલા જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેની હાલતને ધ્યાનમાં લઈને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેને તબીબી સહાય આપીને તેમજ ખાવા- પીવાની વ્યવસ્થા કરી હતી અને આ મહિલાને રતલામ પહોંચવા માટે એમ્બ્યુલન્સની પણ […]

ભારત માટે સારા સમાચાર: કોરોનાનું જન્મદાતા ચીન કદ પ્રમાણે વેતરાશે, ભારતને WHOમાં મળવા જઈ રહ્યું છે મોટું પદ

કોરોના મહામારી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત આગામી સપ્તાહે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક્ઝિક્યૂટિવ બોર્ડનું ચેરમેન બનવા જઈ રહ્યું છે. હવે દુનિયા આખીની નજર ભારત પર ટકી છે કે, તે કોરોના મુદે ચીન વિરૂદ્ધ ઉઠી રહેલા અવાજને લઈને કેવુ વલણ અપનાવશે. દુનિયાના અનેક દેશોનો આરોપ છે કે, ચીને આ મહામારીને લઈને […]

અમદાવાદના કમિશ્નર વિજય નહેરાની બદલી થતાં સમર્થનમાં ઉતરી આવ્યા લોકો, ટ્વીટર પર ટ્રેન્ડ થયા

અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. વિજય નહેરાને હટાવાતાં જ અમદાવાદીઓ તેમના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. […]

અમદાવાદમાં રોડ પર લીલું ઘાસ વેચવાનો ધંધો કરતા પિતાની દિકરી નેહાએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આજે જાહેર થયું છે. અમદાવાદના સીટીએમ પાસે આવેલા હનુમાનનગરમાં રહેતી નેહા યાદવ નામની વિદ્યાર્થીનીએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા છે. નેહાના પિતા રોડ પર લીલું ઘાસ વેચવાનો ધંધો કરે છે. બે રૂમમાં 9 લોકોની વચ્ચે રહી નેહાએ ધો. 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી […]

રાજકોટ: પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું થયું નિધન, છતાં પણ પુત્રએ હિંમત રાખી પરીક્ષા આપતા 97.04 PR મેળવ્યા

રાજકોટમાં સ્વ. હસમુખભાઇ ટાંકના પુત્ર સંકેતે 12 સાયન્સમાં 97.04 PR મેળવ્યા છે. પરંતુ સંકેત સાથે ભગવાને કસોટી કરી હોય તેમ પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું મોઢાના કેન્સરને કારણે અવસાન થયું હતું. એક તરફ માથા પર 12 સાયન્સની પરીક્ષા અને બીજી તરફ પિતાના અવસાનનો આઘાત આવી પડ્યો હતો. નાની ઉંમરમાં જ આટલું દુખ આવી પડ્યું […]