વિજય નહેરાએ અટલ બિહારી વાજપેયીના મુખે બોલાયેલી કવિતા સંભળાવી અનેક નિશાન સાધ્યા

અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલે સીએમ રૂપાણી સાથે બેઠક કરી હતી. જે બાદ તેઓએ ટ્વીટ કરીને પોતે ગ્રામીણ વિકાસનો ચાર્જ સંભાળી લીધો હોવાની માહિતી આપી હતી. અને બાદમાં તેઓએ શિવમંગલ સિંહ ‘સુમન’ની કવિતા ટવીટર પર શેર કરી હતી. જેનું કેપ્શન હતું- વરદાન માંગુંગા નહીં. શિવમંગલ સિંહ ‘સુમન’. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ […]

સરકારી ઓફિસો ખૂલતાં જ લાંચ લેવાનું શરૂ, મામલતદાર-ના.મામલતદાર સહિત 4 લોકો 90 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

લોકડાઉનના સમયમાં પણ લાંચ લેવાનું અટક્યું નથી. નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે 90 હજારની લાંચ લેતા ચાર આરોપી ઝડપાયાં છે. માટી ખનન અંગેની પરમીટ મેળવી છૂટક માટી વેચાણ કરવાનો ધંધો કરતાં હોય અને માટીના ટ્રકો રોયલ્ટી પાસ હોવા છતા જમા કર્યા હતાં. તે ટ્રકો છોડાવવા માટે ફરિયાદી પાસેથી અગાઉ 20 હજાર લેવામાં આવ્યા હતાં. કુલ […]

ગુજરાતમાં 24 કલાકમા નવા 361 કેસ અને 29 મોત, 503 દર્દી સાજા થયા, કુલ કેસ 14829 અને મૃત્યુઆંક 905 થયો

ગુજરાતમાં કોરોના મહામારી દિવસેને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના 80 ટકા કેસ અહીં નોંધાયા છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

આ પરિવારે હજ કરવા માટે બચાવેલા 7.23 લાખ રુપિયા ગરીબોની મદદમાં ખર્ચી નાખ્યા, પરિવારે આજના સમયમાં ‘ઈન્સાનિયત’નું ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું

નામ છે અક્રમ હિન્દુસ્તાની. આજ નામ તે પોતાના સોશિયલ મીડીયાની પ્રોફાઈલ પર લખે છે. અને એજ ભાવના સાથે તે માનવતા પણ નિભાવી રહ્યો છે. ઉનમાં રહેતો આ યુવક તેની માતા રઝિયા બીબી અને પિતા આરિફ શાહ સાથે આ વર્ષે મુસ્લિમોની પાંચ ફર્ઝમાંથી એક હજ અદા કરવા મક્કા-મદીના જવાનો હતો. ફોર્મ ભરાઇ ગયું હતું અને તેની […]

સીસીટીવીમાં પોલીસ કર્મીઓની ક્રૂરતા થઈ કેદ, પોલીસ જવાનોએ સિક્યુરિટી ગાર્ડને માર મારી અધમરો કર્યો, પોલીસ કમિશનરે કર્યાં સસ્પેન્ડ

સુરત ભટાર વિસ્તારમાં આવેલાં સંકલ્પ કોમ્પ્લેક્સના વોચમેનને ખટોદરા પોલીસનાં બે પોલીસ જવાનો દ્વારા વગર વાંકે દંડા વડે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. તેજ બહાદૂર નામનાં વોચમેનને એટલો માર મારવામાં આવ્યો કે તેના પગમાંથી માંસનાં ટુકડાં પડી ગયા હતા. અંતે ઉચ્ચ અધિકારીએ સીસીટીવીનાં આધારે ઇન્કવાયરી બેસાડી હતી, અને બપોર બાદ બંને પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા […]

લોકડાઉન અને વધુ ટેસ્ટિંગ વિના જાપાને કોરોનાને કેવી રીતે હરાવ્યો? દરેક લોકોએ જાપાન પાસેથી શીખવી જોઈએ આ વાત

જાપાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના માત્ર 16,569 કેસ નોંધાયા છે જે પૈકી 13,244 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અને કોરોના વાયરસના કારણે જાપાનમાં અત્યાર સુધીમાં કુલ 825 લોકોના મોત થયા છે. વર્ષ 2018ના આંકડા મુજબ જાપાનની કુલ વસ્તી 12 કરોડ 65 લાખની આસપાસ છે. જાપાન કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં મહદ અંશે સફળ થયો છે. […]

અમદાવાદની SGVP હોસ્પિટલના તંત્રએ સાવ શરમ વગર એએસઆઇના મૃત્યુ બાદ પરીવારજનોને કહ્યું- ‘1.32 લાખ આપો તો જ મૃતદેહ મળશે’

કોરોનાં મહામારી અને લોકડાઉનમાં લોકોને જીવન ચલાવવુ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે પણ ખાનગી હોસ્પિટલોનાં સંચાલકો દર્દી અને તેના પરીવારજનો સાથે કસાઈ જેવું વર્તન કરી રહ્યાં છે. પોલીસ, ડોક્ટર, નર્સ મેડિકલ સ્ટાફને કોરોના વોરિયર્સ જેવા રુપાળા નામ સરકારે આપ્યા છે. પરંતુ વાસ્તવિક્તા સાવ જૂદી છે. શહેરના એસજી હાઇવે પર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ કૃષ્ણનગર […]

અમદાવાદના ડૉક્ટરે અમેરિકામાં રહેતાં નાની, પુત્રી અને દોહિત્રને ફોન પર ટ્રીટમેન્ટ કરીને કોરોના મુક્ત કરી દીધાં

મૂળ અમદાવાદના પણ હાલ અમેરિકામાં વસતાં મહિલા, તેમના પુત્રી અને દોહિત્રને કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદના ડૉક્ટરે માત્ર ફોન પર સૂચનાઓ આપીને કરેલી ટ્રીટમેન્ટના આધારે ત્રણેયને કોરોનામુક્ત કર્યાં હતા. બર્થ ડે સેલિબ્રેશનની તૈયારી ચાલતી હતી અને રિપોર્ટ આવ્યો ઘટના એમ છે કે ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીન અને હાલ અમદાવાદના પાલડી ખાતેની એસએલયુ કોલેજના પ્રોફેસર […]

કોરોનાથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારનો ટેસ્ટ કરવાની AMCએ ચોખ્ખી ના પાડી દીધી, મૃતકનો કોરોના રિપોર્ટ પણ નથી આપ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કરવા મામલે અનેક સવાલો ઉભા થયા છે જેની વચ્ચે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારના ટેસ્ટ પણ કરવાની ના પાડી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા શિક્ષકનું કોરોનાના કારણે ચાર દિવસ પહેલા મોત નીપજ્યું હતું. ઘરના મોભીના મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિવારજનોએ ટેસ્ટ માટે જાણ કરી […]

ગુજરાત પોલીસે કોરોના સામે જંગ લડતા શહીદ થયેલા પોલીસ કર્મીઓને મિનિટ્સ ઓફ સાયલન્ટ પાળી આપી શ્રદ્ધાંજલિ

રાજ્યમાં કોરોના વાઇરસના કારણે કોરોના વોરિયર્સ એવાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ કોરોના સામે જંગ હારી ગયા હતા અને શહીદ થયા છે. આજે ગુજરાત પોલીસ દ્વારા મિનિટ્સ ઓફ સાયલન્ટ પાળી અને કોરોના વોરિયર્સ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝાએ આ મામલે ટ્વિટ કર્યું હતું. ગુજરાત પોલીસ આ દુઃખના સમયમાં તેમના પરિવાર […]