હર્ષ સંઘવીનો નીતિનભાઈને જાહેરમાં જવાબ:નીતિન પટેલે કહ્યું હતું કે અહીં તકો નથી, ગૃહ રાજ્યમંત્રી બોલ્યા- સૌથી વધુ રોજગારી ગુજરાત આપે છે

કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે થીજી જવાથી કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના 4 સભ્યનાં મોત થઈ ગયાં હતાં. આ મામલે ઉત્તર ગુજરાતના ભાજપના પીઢ રાજનેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપી પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. 1995થી લઈ અત્યારસુધીમાં સત્તામાં રહ્યા […]

શિક્ષકની કાળી કરતૂતનો ચેતવણીરૂપ કિસ્સો: અમદાવાદમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર બે વર્ષ દુષ્કર્મ આચર્યું, લગ્ન નક્કી થતાં બ્લેકમેઇલ કરવા લાગ્યો

અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. મયંક દીક્ષિત નામના શિક્ષકે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. એ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી […]

શરીરમાં રહેલી તમામ બિમારીઓને ચપટી વગાડતા દૂર કરશે બોરના પાન, આવી રીતે કરો ઉપયોગ જાણો અને શેર કરો

લીલા અને લાલ રંગના સ્વાદમાં ખાટી મીઠા બોર તો તમે ખૂબ ખાધા હશે. ઈમ્યૂન સિસ્ટમને સારી કરવા માટે બોર ખૂબ જ સારા માનવામાં આવે છે. જે આપના હાડકાંને મજબૂતી આપવાનું કામ કરે છે અને કેન્સર જેવી બિમારીથી બચાવે છે. કારણ કે બોરમાં કેન્સર કોશિકાઓ વિસ્તરતી રોકવાનો ગુણ હોય છે. પણ શું તમે જાણો છો કે, […]

સરકારે દોઢ માસમાં પલટી મારી! સોલાર પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્રના 6000 કરોડનું રોકાણ પાણીમાં; સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા નાના ઉદ્યોગકારો મતદાન નહીં કરે, ગામડે ગામડે સત્યાગ્રહ કરશે

ગુજરાત સરકારે જાહેરાત કર્યા બાદ યુનિટ દીઠ રૂ. 2.83ના ભાવે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ ) કરી મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો ઉદ્યોગકારો સાથે અન્યાય થયો હોવાનું ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું. સબસિડી મુદ્દે નિકાલ ન આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં સોલાર તેમજ તેની સાથે જોડાયેલા અન્ય નાના ઉદ્યોગકારો, રોકાણકારો, ખેડૂતો ગાંધી […]

લગ્નનાં છ મહિના બાદ દિકરાનું મોત થતાં સાસુએ વિધવા વહુને ભણાવીને પછી તેના બીજા લગ્ન કરાવી સમાજને ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું

રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં રહેતા એક સરકારી શિક્ષિકાએ પોતાની વિધવા વહુના બીજા લગ્ન કરાવી સમાજને એક ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું છે. સાસુએ વહુને દીકરીની જેમ વિદાઈ આપી હતી. શિક્ષિકા કમલાદેવીના નાના દિકરા શુભમના લગ્ન 25 મે 2016 માં થયા હતા. લગ્ન થયા પછી શુભમ MBBS ના અભ્યાસ માટે કિર્ગિસ્તાન ગયો હતો. જ્યાં નવેંબર 2016 માં બ્રેન […]

મહેસાણાના સરકારી અધિકારીની અનોખી સિદ્ધિ: પેરામોટર પાયલટ બની કર્યો 160ની ઝડપે ગગનવિહાર

મહેસાણા ખાતેની લોકલ ફંડ કચેરી ખાતે ઓડિટર તરીકે ફરજ બજાવતા યુવાને પેરામોટરમાં સવાર થઈ આકાશમાં ગ્લાઈડરથી ઉડાન ભરી હતી. આભમાં 2.5 કિમી જેટલી ઊંચાઈએ પહોંચ્યા બાદ આ સાહસિક યુવાને 160 કિમીની ઝડપે મુસાફરી કરી પેરામોટર પાયલટનું કૌશલ્ય દર્શાવ્યું હતું. રાજયકક્ષાએ ટેકવોન્ડોમાં સિલ્વર મેડલ વિજેતા આ સરકારી કર્મચારી ગીયર વિનાની સાયકલ ઉપર સવાર થઈ વર્ષમાં બે […]

પંચમહાલ જિલ્લામાં લગ્નનાં ફેરાનાં ગણત્રીની કલાક પહેલા જ દીકરીની ડોલી નહીં અર્થી ઉઠી, ગામ અને સમાજમાં શોકની કાલિમા છવાઈ

જેનો જન્મ તેનું મૃત્યુ એ સત્ય બાબત છે પરંતુ અકાળે કોઈ સ્વજન ચાલ્યું જાય એ કુદરતની કદાચ ક્રૂર મજાક પણ કહીં શકાય !! આવી જ એક દુઃખદ અને કાળજું કંપાવી દે એવી ઘટના પંચમહાલ જિલ્લામાં બની છે. ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં લગ્ન દિવસે જાનના આગમન પૂર્વે જ કન્યાનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં દુઃખદ […]

ભેંસાણમાં યુવાનનું મોં કાળુ કરી સરઘસ કાઢવુ પોલીસ અધિકારીને ભારે પડ્યું, કોર્ટે કરી આટલા વર્ષની સજા

જુનાગઢના ભેંસાણના તત્કાલીન પીએસઆઈ બી.પી.સોનારાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાં અન્ય 3 પોલીસ કર્મીને એક એક વર્ષની સજા ફટકારાઇ છે. તેમાં ભેસાણ કોર્ટે પોલીસ અધિકારી અને કર્મચારીઓને સજા ફટકારતા ચકચાર મચી છે. ત્રણ વર્ષ પહેલા ભેંસાણની કોર્ટે સજા આપી હતી ઉલ્લેખનિય છે કે યુવાનનું મોં કાળું કરી, ટકો કરાવી, સરઘસ કાઢવાના ગુનામાં સજા […]

‘હું અમર છું, નહીં મરું’, શિષ્યએ ખરાઈ કરવા દાતરડું ઝીંક્યું તો મહારાજ ઊકલી ગયા

ધુણો ધખાવીને બેઠેલાં મહંતે તેમના માનીતા સેવકને કહ્યું કે, મેં વિધિવિધાન કર્યા છે. હું અમર થઈ ગયો છું, તું ખરાઈ કરી જો, મને જો કંઈ થશે નહીં. મહંતની આજ્ઞાને લઈ સેવકે તેમના દાતરડા વડે હુમલો કરતાં મહંત સ્થળ પર જ લોહીથી લથબથ હાલતે ઢળી પડયા હતા. જો કે,મહંતનું મોત થયાની જાણ થતાં જ સેવકે તેમના […]

વલસાડ પોલીસનું અમાનવીય વર્તન: રાત્રિ કરફ્યૂના ભંગ બદલ વર-કન્યાએ પ્રથમ રાત પોલીસ ચોકીમાં વીતાવી, પોલીસના વર્તનથી કન્યાને તાવ ચડ્યો

ગુજરાતમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ લાગૂ કરાયો છે. રાજ્યના મહાનગરો સહિત 19 શહેરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની કડક અમલવારી શરૂ થઈ ચૂકી છે. એવામાં રાત્રિ કરફ્યૂના પાલન માટે પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ત્યારે વલસાડ પોલીસનું એક અમાનવીય વર્તન સામે આવ્યું છે. જેમાં રાત્રિ […]