મહેસાણામાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો: 23 વર્ષીય એક સંતાનની માતા 15 વર્ષીય કિશોરને જન્મદિવસે જ ભગાડી ગઈ!

મહેસાણા શહેરમાં એક સંતાનની 23 વર્ષીય માતા 15 વર્ષીય કિશોરને ભગાડી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે. 6 દિવસ અગાઉ ભાગેલા પ્રેમી-પંખીડાને એ-ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધાં હતાં. કિશોરના નિવેદનના આધારે એ-ડિવિઝન પોલીસે પરિણીતા સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને મેડિકલ પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી છે. શહેરના એક […]

સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ યુવકને અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે, જેલના સળિયા પાછળ ધકેલાયો

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેના દ્વારા તમે દુનિયાના ખુણાના વ્યક્તિ સાથે પણ કનેક્ટ થઈ શકો છો. જ્યારે આ માધ્યમ ખૂબજ નુકશાનકારક પણ છે. તેના દ્વારા લોકો એક-બીજાના ધર્મ, જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર લખાણ લખે છે, જેના દ્વારા તેઓ મુશ્કેલીમાં ફસાતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજ્યના નવસારી જિલ્લામાંથી સામે આવી છે. જ્યા […]

નિવૃત્ત IPS અધિકારીના ઘરે IT વિભાગના દરોડા: 650 જેટલા લોકર મળી આવ્યા, તેમાં એટલા બધા પૈસા હતા કે 3 મશીન પણ હેન્ગ થઈ જતા હતા

સામાન્ય માણસનું બજેટ ભલે બગડી જાય, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમનું બજેટ હંમેશા સદાબહાર રહે છે. આ દિવસોમાં આવા લોકો આવકવેરા વિભાગના નિશાના પર છે. નોઈડામાં યુપી કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી આરએન સિંહના ઘરે છેલ્લા 3 દિવસથી ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા ચાલુ છે. વાસ્તવમાં આરએન સિંહનો પુત્ર તેના ઘરના ભોંયરામાં ખાનગી લોકર ફર્મ […]

ભાજપે ચૂંટણી ફંડના નામે કોંગ્રેસી નેતાના એકાઉન્ટમાંથી નાણાં કાપ્યા, ભાજપને 5 રૂપિયા દાનનો ધાનાણીને મેસેજ મળતાં પૂર્વ વિપક્ષ નેતા ચોંકી ઉઠ્યા

ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીના એકાઉન્ટમાંથી બારોબાર રૂ. પાંચ કપાઈ ગયા છે, એટલું જ નહીં પરંતુ આ પાંચ રૂપિયાનું દાન ભાજપને મળ્યો હોવાનો મેસેજ રવિવારે રાત્રે બે વાગ્યે મળ્યો હતો. મોડી રાત્રે મોબાઇલ ઉપર આવેલો આ મેસેજ જોઈ પૂર્વ વિપક્ષી નેતા ચોંકી ઊઠયા હતા. પૂર્વ વિપક્ષ નેતા સહિત અસંખ્ય લોકોના એકાઉન્ટમાંથી આ રીતે […]

‘હવે કાઈ ભેગું થાય એમ નથી, હું આપઘાત કરું છું’ તેવો મેસેજ લખી રાજકોટના યુવકે ગટગટાવી ઝેરી દવા, મિત્રને રૂ.20 લાખ ઉછીના આપ્યા હતા

રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા સ્ટુડિયો સંચાલકે મુંજકામાં પોતાની દુકાને જઈ ‘હવે કાઈ ભેગું થાય તેમ નથી’ લખી બપોરના સમયે મિત્રને મેસેજ કરી તેમજ એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં મિત્રને આપેલા 20 લાખ પરત નહી મળતા આ પગલું ભરું છું તેવો ઉલ્લેખ કરી ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડાતા પોલીસે […]

ઔષધીય ગુણોથી ભરપૂર લીલું લસણ ભાવે કે ના ભાવે ખાઈ લેજો, BP-કેન્સરથી લઈને હાર્ટની બીમારીઑમાં છે કારગર, જાણો અને શેર કરો

લીલું લસણ તેના ઔષધીય ગુણોને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે લસણ ખાધુ જ હશે. પરંતુ શું તમે ક્યારેય લીલું લસણ ખાધું છે? લીલું લસણ એ લસણના અંકુરનો એક પ્રકાર છે જે ડુંગળીના પાન જેવો દેખાય છે. વાસ્તવમાં લીલું લસણ તેના ઔષધીય ગુણોને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન-સી, બી, […]

સુરતમાં ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરોની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ, ડ્રાઇવર મરણ પથારીએ પહોંચી ગયો

નવી સિવિલ હોસ્પિટલમાં પરપ્રાંતિય મૃતકોને એબ્યુલન્સમાં વતનમાં લઇ જવા માટેની હરીફાઇમાં ખાનગી એબ્યુલન્સના સંચાલકો વચ્ચે વારંવાર માથાકુટ અને જીવલેણ હુમલાઓ થયા છે. ત્યારે આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ખુની હુમલો કરાયો હતો. ખાનગી એબ્યુલન્સના ધંધાની અદાવતમાં ભેગા મળીને હરીફોએ ડિંડોલીના મરાઠી યુવક ઉપર ધારદાર ચપ્પ અને સ્ટીલ તથા લાકડાના ફટકા […]

‘8,000ના ખર્ચમાં 22 કરોડનો વરસાદ કરાવો,’ કચ્છનો ‘ઠગ ભગત’ ભરત બાપૂ લોકોના રૂપિયા લઈ બેભાન કરી ફરાર થાય તે પહેલાં જ ઝડપાઈ ગયો

કચ્છના માધાપરનો એક ઠગ ભગત (Madhapar Kutch) જૂના રાજા છાપ રૂપિયા પર વિધિ કરી અને કરોડો રૂપિયાના વરસાદ કરાવવાનું લાલચ આપી અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના (Kaprada Valsad) આદિવાસી વિસ્તારમાં લોકોને ઠગવા જતાં ઝડપાઈ ગયો હતો. જૂના રાજા છાપ રૂપિયાના સિક્કા પર વિધિ કરવાનું બહાનું બતાવી અને લોકોને ધતુરાનું પાણી પીવડાવી અને રૂપિયા લઈ બેભાન […]

રાજકોટની મહિલાનો ગૌપ્રેમ: ઘરને ગૌશાળા બનાવી પોતે પરિવાર સાથે બીજે રહેવા જતા રહ્યા; દંપતી 23 વર્ષથી ગાયોની સેવા કરી મહિને 50 હજારનો ખર્ચ કરે છે

રાજકોટમાં રહેતા પુષ્પાબેન સુરેશભાઈ પટેલ છેલ્લા 23 વર્ષથી ગાયોની સેવા કરે છે. ગાયોને આશરો આપી શકાય તે માટે પુષ્પાબેન પોતાના પરિવાર સાથે બીજે રહેવા ચાલ્યા ગયા છે. પોતે જ્યાં રહેતા હતા ત્યાં ગૌશાળા બનાવી દીધી. હાલ અત્યારે આ ગૌશાળામાં કુલ 50થી વધુ ગાય અને અબોલ જીવોની સેવા એકલા હાથે કરે છે. પુષ્પાબેનને આ સેવાકીય કામગીરીમાં […]

આ એક વ્યક્તિને કારણે ગુજરાતના 22524 યુવાનો સમયસર ક્લાસ 1-2 સહિત ઓફિસર બની શક્યા, જાણો કોણ છે આ વ્યક્તિ..

ગુજરાત હોય કે દેશ સરકારી ભરતીઓ હાલ ખૂબ ચર્ચામાં છે. તેની વચ્ચે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન રહેલા દિનેશ દાસા 31 જાન્યુઆરીએ તેમની ટર્મ પૂરી કરી છે. આ વ્યક્તિનું કાર્યકાળ બતાવે છે કે સરકારી સિસ્ટમમાં રહીને પણ કોઇ વિવાદ વગર કેવી રીતે કામ કરી શકાય. તેમના કાર્યકાળમાં 24382 જગ્યાઓ પર ભરતીઓ કરાઇ. આ કદાચ ગુજરાતના […]