ભાજપ MLAનો હર્ષ સંઘવીને પત્ર: રાજકોટના CP 15% કમિશને ડૂબેલાં નાણાં અપાવે છે, 15 કરોડની ઠગાઈમાં 75 લાખ પડાવ્યા

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્‍સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો […]

ચોટીલાના જૈન પરિવારની અનોખી પહેલ: લગ્નપ્રસંગે આવેલા ચાંદલાની રકમ પાંજરાપોળને અર્પણ કરી, ચાંદલો લખાવનાર મહેમાનોને પાંજરાપોળની પહોંચ અપાતી હતી

ચોટીલાના જૈન પરીવારમાં શનીવારે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો. જેમાં ચાંદલામાં આવેલી રકમ પાંજરાપોળમાં દાન કરવામાં આવી છે. ચાંદલો લખાવનાર મહેમાનોને પાંજરાપોળની પહોંચ આપવામાં આવતી હતી. જમણવારના અંતે 55,555 રૂપીયા પાંજરાપોળમાં અર્પણ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લગ્નની સીઝન પુરબહારમાં ખીલી છે. તેમાં પણ વણજોયા મૂર્હુત એવા વસંતપંચમીએ અનેક લગ્નો છે. ત્યારે ચોટીલાના જૈન […]

ધારાસભ્ય ધારે એ જ કરી શકે, બાકી તો બધા છક્કા છે: મધુ શ્રીવાસ્તવ, સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે અથવા તો પોલીસ ખાતું આવે કોઈની પણ તાકાત નથી દબાણ દૂર કરવાની

વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત પોતાના આંકરા તેવર બતાવ્યા છે. મધુ શ્રીવાસ્તવને ભાજપના દબંગ ધારાસભ્ય કહેવામાં આવે છે. તેઓ અલગ-અલગ મુદ્દે અને ક્યારેક તો પક્ષની સામે પણ બાંયો ચઢાવે છે. જરોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક દબાણોને દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેથી આ વેપારીઓ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવા માટે ગયા […]

ગુજરાતમાં સોમવારથી ખુલશે સ્કૂલ, શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી, કોવિડ ગાઈડલાઈન્સનું કરવું પડશે પાલન

કોરોનાની ત્રીજી લહેર ડાઉનફૉલ તરફ ઢળતા જ ગુજરાત સરકારે ધોરણ 1 થી 9 માટે સોમવારથી શાળાઓમાં પ્રત્યક્ષ એટલે કે ઑફલાઈન શિક્ષણ શરૂ કરવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને જાહેર કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શાળાઓમાં ઑફલાઈન શિક્ષણ શરૂ કરવાની સાથે જ […]

શું શરદી બાદ છાતીમાં જામી ગયો છે કફ? તેનાથી છુટકારો મેળવવા માટે અપનાવો ઘરેલું પદ્ધતિઓ, જાણો અને શેર કરો

શિયાળો (Winter) હોય કે કોઈ અન્ય ઋતુ, શરદી-ખાંસી થવી ખૂબ જ સામાન્ય બાબત છે. શિયાળામાં આ સમસ્યા અન્ય દિવસો કરતા થોડી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલું જ નહીં શરદી-ખાંસી થયા બાદ છાતીમાં કફ (Phlegm) જમા થવાની સમસ્યા ખૂબ પરેશાન કરે છે. જેના કારણે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેનાથી છુટકારો મેળવવા માટે […]

રાજસ્થાનના ડોક્ટર દંપતિનો ખોવાયો પોપટ, શોધનારને 1 લાખનું ઇનામની કરી જાહેરાત

રાજસ્થાનના સીકરના ડોક્ટર દંપતીનો પોપટ ખોવાયો છે. આ પોપટને શોધી આપનારને એક લાખ રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત ડોક્ટર તરફથી કરવામાં આવી છે.આ મામલો સીકરનો છે. અને આ પોપટનું નામ ‘કોકો’ છે. નામની જેમ આ પોપટની કિંમત પણ એટલી જ મહત્વની છે. પરિવારના જણાવ્યા અનુસાર કોકોને 2 વર્ષ પહેલા 80 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. માત્ર […]

જેતપુરના મહિલા કોગી અગ્રણી સહિત 12 લોકોના ત્રાસના કારણે પ્રૌઢે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું ‘બધા ને રૂપિયા આપી દીધા છતાં ત્રાસ આપે છે આ લોકોને છોડતા નહીં’

વ્યાજખોરો સામે શિકંજો કસવાના સરકારના કાયદાઓની પરવા કર્યાં વિના વ્યાજખોરોને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેતપુરના ખજૂરી ગુંદાળાંના આધેડે રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં બાદ પણ માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને  આધેડે ઝેરી દવા પી આપઘાત (suicide) કરી લીધો હતો. તેમને મરવા મજબૂર કરવા સબબ સૂસાઈડ નોટનાં આધારે પોલીસમાં ફરિયાદ નોંધાતા જેતપુર  […]

શિક્ષણમંત્રી પર શાળા સંચાલકોનું દબાણ: વિધાર્થીઓના જીવના જોખમે શાળા શરૂ કરવા માંગ, ફી માટે વાલીઓને સ્કૂલમાં બોલાવી મિટિંગ કરી

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સ્વ નિર્ભર શાળા સંચાલકો દબાણ કરી રહ્યાં છે. જેમાં સૌ પહેલાં રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ શાળાઓ વહેલી તકે શરૂ કરવા રજુઆતો કરી પછી વાલીઓને બોલાવી શાળાઓ શરૂ કરવાના સંમતિ પત્રક આપવાના દબાણ કરવાની સાથે ચોથા ક્વાટરની ફી આપવા માટે પણ શાળા સંચાલકો ઉતાવળા બન્યાં છે. તે જોતાં […]

નવસારીના શિક્ષકને ટ્રેનમાં TTEએ દંડના પૈસા લઈને રસીદ ન આપતા ચાલું ટ્રેને રેલવે મંત્રાલયને ટ્વિટના માધ્યમથી જાણ કરી, ત્વરિત રીપ્લાય મળતા TTE વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

રેલવેમાં ટિકિટ વગરના યાત્રીઓ પાસે મોટી રકમ વસૂલી રસીદ ન આપી રેલવે મંત્રાલયને લાખોનો ચૂનો ચોપડતા ભ્રષ્ટાચારી TTE વિરુદ્ધ નવસારીમાં રહેતા એક શિક્ષકે રેલવે મંત્રાલયને ટ્વીટના માધ્યમથી જાણ કરી હતી. શિક્ષકે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને રેલવે કર્મચારીને સસ્પેન્ડ કરાવ્યો છે. ટ્વિટરના માધ્યમથી રેલવે મિનિસ્ટ્રીને હરકત અંગે જાણ કરતાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરતા જ કર્મચારીને […]

કપાઈ ગયેલા હાથનું સફળ ઓપરેશન, પાલનપુર જનરલ હોસ્પિટલના સર્જને જટિલ સર્જરી કરીને આપ્યું જીવનદાન

બનાસકાંઠાની સૌથી મોટી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ સલંગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે વિવિધ દર્દીઓની નિ:શુલ્ક સફળ સારવાર આપવામા આવી રહી છે. વિગતે વાત કરવામાં આવે તો તાજેતરમા જ ખસા ગામના વતની 26 વર્ષીય વિનોદભાઈ મકવાણા નામનુ પેશન્ટ ગત 25 ડિસેમ્બરના રોજ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ થયુ હતુ. દર્દી સાથે […]