કેનેડાના હિંદુઓમાં ભયનો માહૌલ, છેલ્લા 10 દિવસમાં 6 મંદિરોમાં તોડફોડ-ચોરીની ઘટનાને કારણે ચિંતાનો માહોલ છવાયો
કેનેડામાં છેલ્લાં કેટલાંક દિવસોથી લગાતાર હિંદુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડ અને લૂંટની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.જેને કારણે ભક્તો અને પુજારીઓમાં ડરનો માહોલ છે. છેલ્લાં 10 દિવસમાં જ કેનેડામાં 6 હિંદુ મંદિરોમાં લૂંટફાટ અને તોડફોડની ઘટના બની છે. દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરવા ઉપરાંત બદમાશોએ મૂતિઓ પર શણગારેલા ઘરેણાંની પણ ચોરી કરી છે. […]