રાજકોટમાં પતિ દારૂ પી પત્નીને મારતો, કાકાએ કહ્યું- તું નમાલો છો, તેને મારી નાખ, અમે પૈસા વાપરીને તને છોડાવી લઈશું

ધોરાજીમાં પાણીના ટાંકા પાસે સિદ્ધાર્થનગરમાં રહેતા તૃષાબેન સુરેશભાઇ ડાંગરે સાસરિયાં વિરુદ્ધ અસહ્ય ત્રાસની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જેમાં રાજકોટનાં કોઠારિયા ગામે સોમનાથ સોસાયટીમાં રહેતા પતિ સુરેશ રવજી ડાંગર, સસરા રવજી ચના અને થોરાળાના ચૂનારાવાડ પાસે રહેતા દિલીપ ઉર્ફે ડાયા ચનાભાઈ ડાંગરનું નામ આપ્યું છે. તમામ સામે મારકૂટ અને ત્રાસ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં […]

પોલીસના આશીર્વાદ કે બિલ્ડરનું પીઠબળ?: રાજકોટમાં ત્રણ વર્ષમાં 20 મકાન બળજબરીથી ખાલી કરાવાયાં છતાં ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી શા માટે નહીં?

રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ ગેંગ રચી એક પછી એક મકાન પર કબજો જમાવી 20 મકાન પર કબજો જમાવી દીધો છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં અંતે મામલો હત્યાની કોશિશ સુધી પહોંચ્યો હતો, ગેંગ રચીને ગોરખધંધા રચનાર મયૂર જાડેજા સહિતના શખ્સો સામે ગુજસીટોક હેઠળ શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સવાલ સોસાયટીના રહીશોએ કહ્યો હતો. બ્રિજેશ […]

દીકરીની બહાદુરી: કૂવામાં ડૂબતા 6 લોકોને બચાવ્યા, સાતમાને બચાવવા જતા પોતાનો જીવ ગયો

ઉત્તર પ્રદેશના કુશીનગરના નોરંગિયા ગામના કૂવામાં થયેલી દુર્ઘટના 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જે તે મહિલાના મોત થયા હતા તેમાં 21 વર્ષની પૂજા યાદવનો પણ સમાવેશ થાય છે. પૂજા યાદવનું નામ ચર્ચાઈ રહ્યું છે કારણ કે, તે સેનામાં ભરતી થવાની હતી પરંતુ તેનું સિલેક્શન થાય તે પહેલાં તેને જિંદગીને અલવિદા કહી દીધું. આ […]

આ છે ગીરની સિંહણ: દેશની પ્રથમ મહિલા રેસ્ક્યૂ ફોરેસ્ટરનું બિરૂદ રસીલાબેન વાઢેરના નામે, વન્ય પ્રાણીઓના જીવ બચાવવા જીવ જોખમમાં મૂક્યો હતો

ગીરની સિંહણ…. ધ લાયન ક્વિન ઓફ ઈન્ડિયા જેવા બિરૂદ મેળવનાર દેશના પ્રથમ રેસ્કયૂ ફોરેસ્ટર બનવાનું માન મેળવનાર રસીલાબેન વાઢેરે અનેકવાર પોતાનો જીવ જોખમમાં મુકીને વન્ય પ્રાણીઓના જીવ બચાવ્યા છે. માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝના બળે સિંહ, દિપડા, મગર, અજગર વગેરે પ્રાણીઓના જીવ બચાવવા માટે 1000થી વધુ રેસ્ક્યૂ ઓપરેશન કર્યા છે.   આ જાબાંઝ મહિલાએ બેખૌફ્ સિંહ, […]

ગ્રીષ્માના પિતાએ દર્દ ઠાલવતાં કહ્યુ, ‘પોલીસ કેસથી આબરું જશે તે ડરે દીકરી પિતાને કશું કહી શકતી નથી’

સુરતના ચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસ મામલે તેના પિતાએ વાત કરતા જણાવ્યું હતું કે, ‘મારી ડાયમંડ કંપની તરફથી મને ઓફર થતાં હું 7 મહિના પહેલા જ આફ્રિકા ગયો હતો. નાના માણસ પાસે કોઈ ઓપ્શન હોતો નથી. આફ્રિકા ગયો તે દિવસથી માંડીને ઘટના બની તે દિવસ સુધી રોજ મારી દીકરી ગ્રીષ્મા સાથે સવાર-સાંજ વીડિયો કોલથી વાત થતી […]

રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું: ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુટ્યૂબ પર લીક, પેપર સોલ્વ કર્યાનો વીડિયો અપલોડ થયો

રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું છે, જેમાં યુટ્યૂબ પર પેપર લીક કરાયાં છે. પેપર લેવાયાના બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે. એમાં યુટ્યૂબ પર સંપૂર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. નવનીત પ્રકાશનમાં આ પ્રીલિમિનરી પરીક્ષાનાં પેપર છપાય છે, […]

હોમિયોપેથિક દવાઓ જીભ પર કેમ મુકવામાં આવે છે? શું કહે છે મેડિકલ સાયન્સ, જાણો અને શેર કરો

હોમિયોપેથિક ચિકિત્સાનો મૂળ સિદ્ધાંત શરીરને જાતે જ સાજા કરવા પર ભાર મૂકે છે. હોમિયોપેથિક દવાઓમાં છોડ (Plants) અને ખનિજ પદાર્થો (Minerals) જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ વસ્તુઓમાંથી દવાઓ ખૂબ જ નાના કણોમાં તૈયાર કરવામાં આવે છે. તેઓ ખાંડના દાણા કરતા થોડા મોટા હોય છે. આ દવાઓ જીભ (tongue) પર મૂકીને ચૂસવામાં આવે છે. […]

રાજકોટમાં મહિલા પોલીસ પણ સુરક્ષિત નથી? ‘મારી સાથે વાત કર નહીં તો સ્ટાફ અને સમાજમાં બદનામ કરી દઈશ’, મહિલા પોલીસને સાથી કોન્સેટબલની ધમકી

રાજકોટ શહેર પોલીસની માથે જાણે પનોતી બેસી હોય તેમ એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે જેમાં શહેર પોલીસની શાખ પર બટ્ટો વાગી રહ્યો છે. તેમાં પણ આ ઘટનામાં તો મહિલા પોલીસ પોતે જ પીડિત હોઈ અવો સવાલ ઉભો થાય છે કે તો પછી સામાન્ય મહિલાની સુરક્ષાનું શું? રાજકોટઃ કરોડોના કટકીકાંડમાં શહેર પોલીસના સુકાની […]

દાહોદમાં પ્રેમ સંબંધમાં નડતા પતિની પત્નીએ કરી હત્યા, કાસળ કાઢી નાંખવા ઘડ્યો હતો જોરદાર પ્લાન, જાણો સમગ્ર વિગત..

ગત બીજી ફેબ્રુઆરીએ દાહોદના (Dahod news) ફતેપુરા તાલુકાના પીપલારા નદીના (fatepura) પુલ નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ કરતાં મૃતદેહ (dead body) વલૂંડા ગામના રમણભાઈ બરજોડનો હોવાનું ઓળખ થઈ હતી. તે સમયે મૃતકની પત્નીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મૃતક ઘરેથી બજાર જવા નીકળ્યા બાદ પરત ઘરે ન આવ્યા હોવાની વાત કરી […]

અમરેલી SP નિર્લિપ્ત રાયનો સપાટો, એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીથી પોલીસબેડામા સન્નાટો

રાજકોટ પોલીસ (Rajkot Police) કમિશન કાંડ અને ક્રાઇમ બ્રાંચ પર લાગેલા આરોપો બાદ અમરેલી પોલીસ SP નિર્લિપ્ત રાય (Amreli SP Nirlipt Rai) એક્શનમાં આવી ગયા છે અને સતત પોલીસ કર્મચારીઓ ઉપર નજર રાખી રહ્યા છે. ગેરકાયદેસર પ્રવૃતિઓ કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવશે તો SP નિરલિપ્ત રાય કાર્યવાહી કરી શકે છે. જેનો દાખલો બેસાડવા માટે […]