મુન્દ્રાથી ચોખાની આડમાં એક્સપોર્ટ થતું 3 કરોડનું રક્તચંદન ઝડપાયું; લુધિયાણાથી આવેલું કન્સાઇમેન્ટ દુબઈ જવાનું હતું, તપાસ શરૂ
મુંદ્રા પોર્ટ પર એમઆઈસીટીમાં ડીઆરઆઈએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદનના 177 લોગ્સ જપ્ત કરાયા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા બુધવારના સાંજના સમયે લુધીયાણાની એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં નોન બાસમતી રાઈસનો […]