દુશ્મનોને રોકવા બહાદુર યૂક્રેન સૈનિકે પુલ સાથે પોતાની જાતને ઉડાવી

રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા છે. એક મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. તે જ સમયે રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ દેશમાંથી ભાગી જવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તે યુક્રેનમાં છે અને તેના અંતિમ શ્વાસ સુધી ઊભા રહેશે. […]

ગુજરાતી યુવાનોની આપવીતી: વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે, રાતના સમયે ચાલીને પોલેન્ડ પહોંચ્યા તો ત્યાંથી કોઈ ભારત આવવા આયોજન જ નથી

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા સરકારે મોટા ઉપાડે હેલ્પલાઈન શરૂ કરી દીધી છે. પરંતુ યુક્રેનમાં ભારતીય દુતાવાસ જાણે નીષ્ક્રીય હોય તેમ ભારતના વિદ્યાર્થીઓ હાલ ભગવાન ભરોસે છે. વિદ્યાર્થીઓને પોલેન્ડ જવાનો મેસેજ અપાયા બાદ વાહનની કોઈ વ્યવસ્થા ન થતા વિદ્યાર્થીઓ ચાલીને પોલેન્ડ પહોંચ્યા હતા. જયાં ભારત આવવા કોઈ આયોજન હતુ નહી. બીજી તરફ રોમાનીયાથી […]

હાથ જોડવા, પગ પકડવા ભાજપનું કામ છે, ‘જેને ભાજપમાં જવું હોય તે જાય, 2022ની ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે 3 દિવસના પોતાના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીએ દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરી હતી. જે બાદ કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લેતા આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જ્યારે ગુજરાત આવું છું, […]

દાંત ચમકદાર બનાવવા માટે તમે દાંતણ કરો છો કે બ્રશ? કયો ઓપ્શન વધારે ફાયદાકારક છે જાણો અને શેર કરો

તમારા ઘરના વડીલને તમે દાતણથી દાંત સાફ કરતા જોયા હશે પરંતુ હવે મોટા ભાગના લોકો ટૂથબ્રશનો ઉપયોગ કરતા થયા છે. દાંત સાફ કરવા માટે યોગ્ય રીત કઈ છે? તે જાણવા માટે અમે મુંબઈની વેદા હેલ્થબ્લિસના આયુર્વેદાચાર્ય ડૉ. રાહુલ મારવાહનો સંપર્ક કર્યો. એક્સપર્ટ પાસેથી જ જાણીએ દાંત સાફ કરવાની સારી રીત કઈ છે? દાંત સાફ કરવા […]

દારૂની બદી દૂર કરવા અનોખી પહેલ: અમરેલીના દેવળીયા ગામના મહિલા સરપંચે દારૂનું વેચાણ કરનારા અને દારૂ પીનારાઓની માહિતી આપનારને 500 રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ગુજરાતમાં દારૂબંધી અમલી છે પરંતુ, રાજ્યનો ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે કે જ્યાંથી દારૂ ન ઝડપાતો હોય. દારૂબંધીની અમલવારી વચ્ચે પણ અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં દારૂનું દૂષણ ફેલાયેલું હોય ગામના મહિલા સરપંચે આ બદી દૂર કરવા કમર કસી છે. મહિલા સરપંચે ગામમાં બેનર લગાવી દારૂનું વેચાણ કરનારા અને દારૂ પીનારાઓના નામ આપવાની અપીલ કરી છે. […]

યુક્રેનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થીનીએ કહ્યું – ડિગ્રી લઈને આવીશ અથવા મરીને આવીશ

યુક્રેન અને રશિયાની વચ્ચે શરૂ થયેલા યુદ્ધે દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં દહેશત ફેલાવી દીધી છે. યુક્રેન પર રશિયાના હુમલાની આંચ યુપી સુધી પહોંચી છે. યુક્રેન અને રશિયાની વચ્ચે છેડાયેલા યુદ્ધને પગલે પ્રદેશના ઘણા વિદ્યાર્થી-વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં બે દીકરીઓ હરદોઈની પણ છે. બંને યુક્રેનમાં ડૉક્ટરનો અભ્યાસ કરવા માટે ગઈ હતી. […]

કોંગ્રેસના નેતા પત્નીએ કહ્યું મારા પતિ મારી સામે જ નાની વયની યુવતીઓને રૂમમાં લઈ જતાં, મારે પૈસા કે સંપત્તિ નથી જોઈતા, મને મારા પતિ પાછા અપાવો

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે રડમસ આંખે એક વીડિયોમાં સંદેશો મોકલ્યો છે, જેમાં પોતે પીડિત છે અને પૈસા કે સંપત્તિ નહીં પરંતુ ન્યાય-સન્માન સાથે પતિ પાછા જોઈએ છે તેવી કેફિયત વ્યક્ત કરે છે. વીડિયોની સાથે જ એક પત્ર પણ લખ્યો છે. રેશમા પટેલે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો તેમને ન્યાય […]

પશુપાલકની સમયસૂચકતાથી ટળી દુર્ઘટના: દાહોદનાં બકરાં ચરાવતા યુવકે મોટો ટ્રેન અકસ્માત રોક્યો, બે કિલોમીટર દૂરથી લાલ કપડું ફરકાવતા ટ્રેન ઊભી રહી

દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પશુપાલકની સમય સુચકતા અને સમજદારીના કારણે મોટો ટ્રેન અકસ્માત અટક્યો છે. ટ્રેન અકસ્માત અટકાવનાર યુવકે જણાવ્યું હતું કે ‘બપોરે 12 વાગે હું પાટા પાસે બકરાં ચરાવી રહ્યો હતો. દેહરાદુન એક્સપ્રેસ ફુલ સ્પીડે નીકળ્યા બાદ અવાજ મોટેથી આવ્યો હતો. નજીક જઇને જોયું તો પાટાના બે ટુકડા થઇ ગયા હતાં. આ બાબતની […]

હિંમતને સલામ! રશિયન યુદ્ધ જહાજની સામે ટકી રહ્યા 13 યુક્રેનિયન સૈનિકો, પોતાનો જીવ ગુમાવ્યો પણ આત્મસમર્પણ ન કર્યું…

રશિયા અને યૂક્રેન યુદ્ધ વચ્ચે ખૂબ જ ભાવનાત્મક ઘટનાઓ સામે આવી રહી છે. યૂક્રેનના સ્નેક આઇલેન્ડમાંથી આવી જ એક કહાની સામે આવી છે. આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરવા બદલ રશિયાએ 13 યૂક્રેનિયન સૈનિકોના જીવ લઈને ટાપુ પર કબજો કરી લીધો છે. જ્યારે રશિયન યુદ્ધ જહાજ પરના સૈનિકોએ 13 બોર્ડર ગાર્ડ્સને આત્મસમર્પણ કરવાનું કહ્યું, ત્યારે તેઓએ ના […]

યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સૂચના ‘ગાડીઓ પર તિરંગો લગાવો, ઈન્ડિયા લખેલું રાખો’

યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે વૈકલ્પિક રસ્તો અપનાવવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે, યુક્રેનમાં હાલના તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, અભિયાન માટે અવરજવરના સમયે પોતાના વાહન પર ભારતીય ઝંડો લગાવે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે વૈકલ્પિક રસ્તો અપનાવવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે […]