અમદાવાદમાં ગ્રીષ્માની માફક પરિણીત પ્રેમિકાને પ્રેમીએ છરીથી રહેંસી નાંખી, ફરાર થયાં બાદ હત્યારાએ આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત હોય કે રાજકોટ, વડોદરા હોય કે અમદાવાદ ગુજરાતમાં શહેર હોય કે ગામ જ્યાં જુઓ ત્યાં મહિલાઓની સુરક્ષા સામે સતત સવાલો ઉઠે તેવા બનાવો સામે આવે છે. તેમાં પણ સુરતની ગ્રીષ્માની હત્યા બાદ ગૂનેગારો બેફામ બન્યાં હોય તેવી સ્થિતિ છે. પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના બનાવ અટકવાનું નામ લેતું નથી. અમદાવાદના માધુપુરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને […]

અમદાવાદમાં મહિલા વકીલની આપવીતિ- PIએ કહ્યુ તારા જેવી તો રોજ 100-150 સૂવા આવે છે, ડ્રેસ ફાડ્યો

સોમવારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં એક મહિલા એડવોકેટને હાજર રાખતા સમયે મોટી બબાલ થઈ ગઈ હતી. જેને લઈને હવે મહિલા વકીલે પોલીસકર્મીની ચોંકાવનારી વાત કહી છે. આ મહિલા એડવોકેટે આંખમાં આંસુ સાથે પોતાની કહાની કહી દીધી છે. એક બાજુ સુરક્ષિત ગુજરાત અને સબ સલામતના દાવા ઠોકવામાં આવે છે એવમાં મહિલા દિવસના દિવસે એડવોકેટે પોતાની સાથે થયેલી […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ મહિલા PSI ન્યાયથી વંચિત, ભર કોર્ટમાં પોલીસ અધિકારીઓની આંખ સામે મહિલા PSIનો ચોટલો પકડીને અડપલા

એક તરફ આંતરરાષ્ટીય મહિલા દિવસ ઉજવાય છે, તો બીજી તરફ જેના શીરે મહિલાઓની સુરક્ષાની જવાબદારી સોંપવામા આવી છે. તે મહિલા પીએસઆઇ પણ સુરક્ષિત ના હોવાનો આક્ષેપ ખુદ મહિલા પીએસઆઇએ જ કર્યો છે. મહિલા પીએસઆઇ વર્ષા જાદવ ઉપર ન્યાયતંત્રની ઓફિસમાં જ 150થી વધારે લોકોએ હુમલો કર્યો હોવા છતાં તેની ફરિયાદ ખુદ પોલીસ જ લેતી ન હોવાનો આક્ષેપ મહિલા પીએસઆઇએ […]

ગરમીની સીઝનમાં બેસ્ટ એનર્જી ડ્રિંક છે શેરડીનો રસ, ઈમ્યુનિટી બૂસ્ટરનું કરે છે કામ, જાણો અને શેર કરો

ગરમીની શરૂઆત થવાની સાથે લોકોની લાઈફસ્ટાઈલ અને ડાયટ બદલાઈ જાય છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી ચીજો ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને તમે ઘરની બહાર હોવ ત્યારે ગરમીથી બચવા અને ગળું ઠંડું કરવા માટે અનેક લોકો કોલ્ડડ્રિંક્સને પ્રાથમિકતા આપે છે જે હેલ્થને નુકસાન કરે છે. ગરમીમાં શેરડીનો રરસ હેલ્થ માટે બેસ્ટ ઓપ્શન સાબિત […]

દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યાનો ઉકેલાયો ભેદ, લાખોનું કૌભાંડ છૂપાવવા એકાઉન્ટન્ટે જ કરી નિર્મમ હત્યા

દમણ નર્સિંગ કોલેજની મહિલા પ્રિન્સિપાલનો મૃતદેહ (Daman woman principal murder) શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. 28 તારીખથી ગુમ થયેલા પ્રિન્સિપાલ અંગે  તેમના પતિએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનાર ખુલાસો થયો છે. જેમાં કોલેજના  એકાઉન્ટન્ટે  કરેલા કૌભાંડને છૂપાવવા પ્રિન્સિપાલનું અપહરણ કરી અને હત્યા કરી નાંખી છે. જેમાં […]

રાજકોટમાં ચામડીનું દાન કરનાર પ્રથમ મહિલા: દાઝેલી વ્યક્તિની જિંદગી બચાવવા માટે પુત્રએ 98 વર્ષીય માતાની ચામડીનું દાન કર્યું

આપણે દેહદાનની વાત તો ઘણી વાર સાંભળી છે. જોકે, અત્યારની મેડિકલ ટેક્નોલોજીથી મૃત્યુ પામેલી વ્યક્તિની ચામડી પણ સાચવી શકાય છે. આ ચામડીનો ઉપયોગ દાઝેલી વ્યક્તિની સારવારમાં કરી શકાય છે. આગમાં દાઝી જતા લોકોને વારંવાર ડ્રેસિંગ કરાવવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના હાથ-પગમાં ચાંદા પડતા હોય તેમને ચામડી માટે વિશેષ સારસંભાળની પણ જરૂર પડે છે. […]

વડોદરામાં વેપારી એસોસિએશન દ્વારા વિરોધ: સિટીમાં હેલ્મેટ મરજીયાત કરો, મહામારી બાદ અમારી પાસે દંડ ભરવાના નાણા નથી

રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અગામી 15 માર્ચ સુધી ચાલુ રહેશે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે રાજ્યમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે ગત રોજ થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. […]

અધધધ… વીજબિલ!: રાજકોટમાં PGVCLએ 1 BHKના ફ્લેટધારકને 10.41 લાખનું બિલ ફટકાર્યું!

પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ તાજેતરમાં જ ગેરરીતિ આચરી કૌભાંડો કરતા અને મીટર રીડિંગ પેન્ડિંગ રાખી દેતા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે અને હવે વીજકંપનીના જ માણસો મીટર રીડિંગ કરી રહ્યા છે પરંતુ તાજેતરમાં જ પીજીવીસીએલના કર્મચારીએ પણ બિલિંગમાં ભગો કરતા શહેરના રેસકોર્સ પાર્કમાં 1 બીએચકેના ફ્લેટમાં રહેતા વીજગ્રાહકને 10.41 લાખનું વીજબિલ ફટકારી દેતા વીજગ્રાહક સહિત […]

PM મોદીની જાહેરાત: ખાનગી કોલેજોમાં પણ MBBS કરવા પર સરકારી જેટલી ફી લાગશે

કેન્દ્ર સરકારે મેડીકલ સ્ટુડન્ટસના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. સરકાર મુજબ હવે પ્રાયવેટ મેડીકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી મેડીકલ કોલેજ જેટલી જ ફી લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી છે. અડધી સીટો પર લાગશે સરકારી ફી PMO તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે કે, ‘અમે નક્કી કર્યું છે કે, પ્રાયવેટ મેડીકલ કોલેજોની […]

હૃદયની બીમારી અને કેન્સરના જોખમથી બચવા માટે તમારી ડાયટમાં સામેલ કરો તકમરિયાં, તેના ફાયદા જાણો અને શેર કરો

ફિટનેસની ચિંતા કરતા લોકોમાં તકમરિયાં ખાવાનું ચલણ વધ્યું છે. તેને કોઈપણ વસ્તુમાં મિક્સ કરીને ખાય શકાય છે અથવા પછી તેને ડ્રિંક્સમાં પણ નાખી શકાય છે. તકમરિયાં માટે ઘણા પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પોષક તત્ત્વોથી ભરપૂર આ નાના બી શરીરની ઘણી જરૂરિયાતો પૂરી કરે છે. તકમરિયાંને રૂટિન ડાયટમાં સામેલ કરવાના શું ફાયદા છે, તે […]