દિલ્હીમાં જૂની ગાડીઓ બની માથાનો દુઃખાવો, રી-રજીસ્ટ્રેશનના નિયમમાં આઠ ગણો ચાર્જ, પકડાય તો સીધા જંકમાં મોકલી દેવાનો આદેશ

દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. પકડાય તો સીધા જંકમાં મોકલી દેવાનો આદેશ છે. તેથી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા દિલ્હીવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ જાતે જ તેમના જૂના વાહનો ભંગારમાં આપી દે. જો કે આ સાથે તેમને એક વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. વાહન માલિકો […]

અમદાવાદમાં રોડ કપાતના વિરોધ માટે નાગરિકો દ્વારા અનોખો વિરોધ, કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય

નારણપુરા ગામથી નારણપુરા ક્રોસિંગ સુધી રોડ કપાતના વિરોધ માટે નાગરિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં નારણપુરાના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં વિવાદ ઉભો થતાં સ્થાનિક રહીશો મેદાને પડયા છે. કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય રહીશોએ પોસ્ટરો અને બેનરો લગાવીને વિરોધ […]

ભાણવડમાં ધુળેટી રમી ત્રિવેણી નદીમાં ન્હાવા ગયેલા પાંચ મિત્રોના ડૂબી જતાં મોત, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પરિવારજનોમાં આક્રંદ

દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં કાલે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત નિપજતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધુળેટીના પર્વ પર રંગોથી રમ્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ગયા હતા. અહીં અકસ્માતે ડૂબી જતાં પાંચે’ય મિત્રોના મોત નિપજતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. કાલે ધુળેટીનું પર્વ હોય ભાણવડના શિવનગર અને રામેશ્વર […]

ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે શેરડીનો રસ, કેન્સર જેવી જીવલેણ બીમારી સામે આપે છે રક્ષણ, જાણો અને શેર કરો

ઉનાળાની ઋતુમાં ખાવા-પીવાની ટેવ અને શરીરની જરૂરિયાત પણ બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં શેરડીનો રસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાની સાથે સાથે તે ઘણી સમસ્યાઓથી પણ બચાવે છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ઋતુ બદલાવાની સાથે ખાવાની આદતોમાં પણ ફેરફાર થાય છે. ઉનાળાની ઋતુમાં આપણને રસદાર […]

અમદાવાદમાં સસરાએ પુત્રવધૂ પર બગાડી દાનત, અડપલાં કરી બીભત્સ માંગણી કરી કહ્યું – ‘મારી વાત માનીશ તો રાણી બનીને રહીશ’

સસરાને પિતાનો દરજ્જો આપવામાં આવે છે અને કોઈ પણ યુવતી લગ્ન બાદ સાસરે જાય તો એજ એનું ઘર હોય છે પરંતુ અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં તો સસરાની પુત્ર વધુ ઉપર નજર બગડી અને અડપલાં કરી બિભત્સ માંગણીઓ કરવા લાગ્યા હતાં.વાત અહીંયા અટકતી નથી સસરાએ તો ધમકી પણ આપી દીધી કે મારી વાત માનીશ તો ખુશ રહીશ […]

શપથના બીજા જ દિવસથી પંજાબના નવા મુખ્યમંત્રી એક્શનમાં, કહ્યું- કોઈ લાંચ માંગે, તો ના ન પાડશો, તેનું રેકોર્ડિગ કરી મને મોકલો

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. માને કહ્યું કે પંજાબની જનતાએ મત આપીને પોતાની જવાબદારી પૂરી કરી છે. આગળની જવાબદારી મારી છે. આજે હું પંજાબ માટે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છું. તેનાથી પંજાબના લોકોને તેમના રોજિંદા જીવનમાં ઘણી સગવડતા મળશે. આજે હું ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર જાહેર કરી […]

ગોંડલ યાર્ડ બહાર રાત્રે 2.30 વાગ્યે ડુંગળી ભરેલા વાહનમાં પંચર પડ્યું, ઓળખ છૂપાવી ચેરમેને 1 કલાક મહેનત કરી ટાયર બદલી આપ્યું

ગોંડલ યાર્ડમાં હાલ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. રોજ ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગે છે. ત્યારે ગત રાત્રે લાઈનમાં ઉભા એક ડુંગળી ભરેલા વાહનમાં પંચર પડતા ખેડૂત પરેશાન બન્યા હતા. ત્યારે ચેરમેન અલ્પેશ ઢોલરિયા યાર્ડનું કામ પતાવીને રાત્રે અઢી વાગ્યે બાઇક લઈને પોતાના ઘરે જતા હતા. ત્યારે તેઓની નજર આ ખેડૂત પર પડી […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોન્ચ કરી એવી કાર જે ચાલશે 1 રૂપિયા પ્રતિ કિમી, જાણો વિગતે..

Toyota Kirloskar Mirai એ દેશની પ્રથમ ગ્રીન હાઈડ્રોજન ફ્યૂલ કારને બુધવારે લોન્ચ કરી હતી. આ કારને દેશની ગેમ ચેન્જર કારના રૂપમાં જોવા મળે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પૂરી અને ઉર્જા મંત્રી મહેન્દ્ર નાથ પાંડે કારને લોન્ચ કરી હતી. ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારને હાલમાં પાયલટ પ્રોજેક્ટના સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું […]

કમિશનરને થયો કડવો અનુભવ: ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અમદાવાદના JCP, કોન્સ્ટેબલે ફરિયાદ ન લીધી પછી કહ્યું જેલમાં પૂરી દઈશ

પોલીસ અધિકારીઓ ક્યારેક ક્યારેક સિંઘમ બની જતા હોય છે ત્યારે પોલીસ સ્ટેશનોમાં આમ આદમી સાથે કેવો વ્યવહાર થાય છે એ ત્યારે ખબર પડે છે. પોલીસની છાપ સુધરી છતાં સામાન્ય માણસ ક્યારેય પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાનું નામ લેતો નથી કારણ કે ત્યાં પોલીસ કોન્સ્ટેબલને જ એટલો પાવર હોય એટલો કદાચ આઈપીએસ અધિકારીને પણ નથી હોતો. તમે […]

અમદાવાદમાં રૂ.13,860 કરોડની બ્લેક મની જાહેર કરનાર મહેશ શાહનું મૃત્યુ થતાં નાણાં કોના હતા તે હવે રહસ્ય જ રહેશે

અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા મહેશ ચંપકલાલ શાહ નામના એક માણસે સપ્ટેમબર 2016 માં ઈન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ રૂપિયા 13860 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું. તે સમયે સમગ્ર દેશમાં આ જાહેરાતને પગલે ભારે ખળભળાટ મચી ગયો હતો. મહેશે જાહેર કરેલુ કાળુનાણુ વાસ્તવમાં કોઈ રાજકીય નેતાઓ અને ટોચના અધિકારીઓનું હોવાની વાત તે સમયે થતી હતી. મહેશે […]