ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીવી પત્રકારોને સાફ કહી દીધુ કે, હું ગુજરાતીમાં જ બોલીશ, તમારે નેશનલમાં ચલાવવું હોય તો ચલાવો

રાજ્યના નવા વરાયેલા મુખ્યપ્રધાન હાલમાં મીડિયાને હિન્દીમાં સંબોધવા અંગે સાફ કહી દીધું હતુ કે, ગુજરાતીમાંજ મારે કહેવુ છે, તમારે રાષ્ટ્રીય સ્તરે જે ચલાવવું હોય તે કરો. આ નિવેદનને રાજ્યના મીડિયામાં આવકાર મળ્યો છે. આ પહેલાં આનંદીબહેન પટેલ પણ મીડિયા સમક્ષ ગુજરાતીમાં જ તેમને યોગ્ય લાગતા નિવેદન આપવાનો આગ્રહ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીમાં જ […]

અંબાજી પગપાળા જઇ રહેલા ત્રણ યાત્રીઓનાં અકસ્માતમાં મોત, બે તરૂણો અને એક બાળકીના પરિવારમાં શોકનો માહોલ છવાયો

અંબાજી ભાદરવી પૂનમના (Ambaji Bhadarvi Poonam) દર્શનાર્થે માઈભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે રાણપુર વિસ્તારમાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અંબાજી નજીક રાણપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. અજાણ્યા વાહનની અડફેટે 3 પદયાત્રીના (Padyatri death in Accident) મોત થયા છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. […]

સુરતના મેયર હેમાલીબેનના પતિ સામે આક્ષેપ: બોગસ રીતે ખેડૂત ખાતેદાર બની જમીન વારસાઈનું કૌભાંડ સામે આવ્યું

સુરતના મેયર હેમાલીબેનના પતિના નામે ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની જમીન વારસાઈ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે મેયરના પતિએ ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો ક્યા ગામનો રજૂ કર્યો તેવા સવાલો ઉઠ્યા છે. આ અંગે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સુરત શહેરના પ્રથમ નાગરિક હેમાલીબેન બોઘાવાલાના પરિવારની વિવાદાસ્પદ જમીન મુદ્દે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે […]

માતા પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો: પાલનપુરમાં દેલવાડા ગામે પાણીની ટાંકીમાં ડૂબી જવાથી અઢી વર્ષના પ્રિયાંશુનું મોત, મામાને ઘરે ભાણેજનું મોત થતાં આખા ગામમાં અરેરાટી

રાજ્યમાં દરેક માતા પિતા માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આજે પાલનપુરના દેલવાડા ગામે અઢી વર્ષનો બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતાં મોતને ભેટ્યો છે. મામાને ઘરે ભાણેજનું મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર ઘટનાને લઈ ગામ સહિત પોલીસ બેડામાં શોકનો માતમ પ્રસર્યો છે. જાણવા મળી રહ્યું છે […]

મારો બોયફ્રેન્ડ લગ્નની ના કહે છે પણ શારીરિક સંબંધની માંગ કરે છે, મારે શું કરવું જોઈએ?

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 28 વર્ષ છે. મારે એક છોકરી સાથે લગ્ન કરવાં છે, તેની ઉંમર 25 વર્ષ છે. મને ઘણાં સમયથી તે ગમતી હતી, પણ તે મને સરખો રિસ્પોન્સ જ નહોતી આપતી. તેણે જણાવ્યું કે તેને માસિક નથી આવતું. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? મને તે ગમે છે જ, પણ આગળ જતાં […]

કુદરતી ઉપાયથી મેળવો વંદાઓથી છુટકારો, આ સરળ ટ્રિક્સથી ઘરમાંથી જાતે જ ભાગશે વંદા, નહીં પડે કોઇની જરૂર

રસોડામાં વંદો (cockroaches in kitchen) જોવો કોઈને નથી ગમતો. તેઓ ખૂબ ગંદા હોય છે. જ્યારે ગરમી વધે ત્યારે આવા જંતુઓ અંદર આવે છે અને તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અહીં આ વંદાઓથી છુટકારો (get rid from cockroaches) મેળવવા માટે કેટલીક કુદરતી ઉપાય જણાવ્યા છે. જે તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. ખાવાનો […]

સુરતમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની છ યુવતીઓને અપાતા ગ્રાહકદીઠ પૈસા

સુરતમાં (Surat) વર્ક પરમિટ પર આવી અને વિદેશી યુવતીઓ (Foreginer girls in Surat spa) દ્વારા ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની (Surat Crime Branch Raid on Spa) એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ (Vimal Hub Complex Piplod surat) નામના કોમ્પ્લેક્સમાં દરોડા પાડી પાંચમાં માળે સ્પાની આડમાં ચાલતું […]

માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટના, સુરતમાં તાવની ગોળી શ્વાસનળીમાં ફસાઈ જતા માસૂમ બાળકીનું મોત

સુરત શહેરમાં માતા પિતા માટે એક ચેતવણી સમાન ઘટના સામે આવી છે. લિંબાયતમાં 5 વર્ષની બાળકીને તાવ આવતા ડોક્ટરે આપેલી દવા ગળતી વખતે શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત થયું છે. શ્વાસ રૂંધાયા બાદ બેભાન હાલતમાં સિવિલ ખસેડાતા બાળકીને મૃત જાહેર કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબાયતના મારૂતિનગ રૂસ્તમનગર ખાતે રહેતા બિલાલ અન્સારી પરિવારમાં અચાનક દુખનો […]

પેન્શન લેવા માટે ટેન્શન: રૂ. 750ના પેન્શન માટે 75 વર્ષની મહિલાને ખાટલા પર બેસાડી 3 કિમી પહાડ ચડવો પડ્યો

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ જિલ્લામાં નેટવર્ક ના મળવું મોટી સમસ્યા છે. અહીંના ભાખર વિસ્તારમાં રેશન અને પેન્શન માટે આદિવાસીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીંના રતોલા ફલી ગામમાં ગુરુવારે 75 વર્ષનાં મોતરી ગરાસિયાને 3 કિમી ચઢ્યા પછી રૂ. 750નું પેન્શન મળ્યું છે. હકીકતમાં પોસ્ટમેન આધાર ઈનેબલ્ડ મશીન લઈને પેન્શન આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ […]

કોઈ સત્તા મેળવવાના સપના ના જુએ, 2022માં ભાજપ જ જીતવાનું છે: જીતુ વાઘાણી

ભાજપે ગુજરાતમાં એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રીથી લઈને સમગ્ર મંત્રી મંડળમાં પરિવર્તન કરીને ભાજપના નવા નેતૃત્વને આગળ કરવાની રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી બાદ મંત્રી મંડળમાં તમામ જૂના જોગીઓના પત્તા કટ થઈ જવાના કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ ઉભો થયો હતો. આમ છતાં ભાજપે નવા […]