વૃદ્ધા માટે ‘શ્રવણ’ બન્યા બે પોલીસકર્મી, પગથિયા ચડવામાં અસક્ષમ હોવાથી પોલીસકર્મીઓએ વૃદ્ધાને ઊંચકીને પાવાગઢના મહાકાળી માના દર્શન કરાવ્યા

કડક વલણ વચ્ચે પણ પોલીસ (Gujarat police)ના કુમળા હૃદયની ભાવનાઓની પ્રતીતિ થતી હોય છે. આવા જ દ્રશ્યો પંચમહાલના યાત્રાધામ પાવાગઢ (Pavagadh)માં જોવા મળ્યા હતા. આજના યુગમાં પોતાના સંતાનો મા બાપને જે રીતે દર્શન માટે ન લઈ જાય એવા હરખભેર રીતે પંચમહાલ પોલીસ (Panchmahal police)ના બે જવાનોએ મધ્યપ્રદેશની 80 વર્ષીય વૃદ્ધાને ગોદમાં ઊંચકી પગથિયાં ચડી ઉતરી […]

અમદાવાદની મહિલાએ જાણિતા ફિલ્મ ડાયરેક્ટરની પોલ ખુલ્લી પાડી, ડાયરેક્ટર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જાણો શું છે આખો મામલો

ફિલ્મ ડાયરેક્ટર (Film director) તરીકે જાણીતા થયેલા યશ વૈધની ચિંટીગની પોલ એક મહિલાએ (Yash vaidhya fraud with woman) ખુલ્લી પાડી દીધી છે. હૈદરાબાદમાં (Hyderabad) વેબસીરીઝ (Webseries)બનાવવાની હોવાનું કહીને યશ વૈધે મહિલા પાસેથી ક્રેટા કાર લઇ ગયા જે કાર સમયસર પરત નહી આપતા ભાવનગરના (bhavnagar) એક વ્યકિતને વેચી દીધી હતી. મહિલા જાતેજ ઇન્વેસ્ટિગેશન કરીને કારનો પતો […]

સુરતમાં માસ્ક પહેરીને જ ગરબા રમવાના પાલિકાના ફતવાથી વિવાદ, અઠવામાં નોટિસો અપાતાં 12 સોસાયટીએ જ મંજૂરી લીધી

રાજય સરકારે પણ નવરાત્રિ દરમિયાન સોસાયટીઓ માટે કોઈ જાહેરનામું બહાર પાડયુ નથી જેથી અમદાવાદ કોર્પોરેશને પણ સોસાયટીઓ માટે કોઈ પણ ગાઈડલાઈન્સ જારી કરી નથી પણ સુરત મહાનગરપાલિકાએ અઠવા, અડાજણ સહિતના વિસ્તારોમાં સોસાયટી પ્રમુખોને નોટિસ પાઠવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ નોટિસમાં નવરાત્રિ નહીં કરવા […]

રાજકોટમાં પૂર્વ CM રૂપાણીએ દિવંગત પુત્રના જન્મદિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે કરી, કહ્યું – દરેક બાળકોમાં મારા પુત્રના દર્શન કરીએ છીએ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કાલે રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા. હાલ વિજયભાઇ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ઋણ સ્વીકારનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ કાલાવડ રોડ પર આવેલ અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં યોજાયો હતો. જ્યાં શહેરના તમામ સમાજના લોકો, વિવિધ સંસ્થાઓ, સંગઠનો ઉમળકાભેર કાર્યક્રમમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નવરાત્રિને લઇને કોર્પોરેશન અને પોલીસ ટીમે માગ્દર્શિકા […]

નવશેકું પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે ઘણા ફાયદા, પેટ સ્વસ્થ રાખવામાં કરે છે મદદ, જાણો અને શેર કરો

શરીરને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખવા માટે દરેકને પૂરતું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. કેટલાક લોકોને નવશેકું પાણી પીવે છે, તો કેટલાકને ઠંડુ પાણી પીવે છે. કેટલાક લોકો દાવો કરે છે કે ઠંડુ પાણી પીવા કરતા ગરમ પાણીનું સેવન શરીર માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે. તો શું ગરમ પાણી ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? […]

17 વર્ષથી જંગલમાં પાર્ક કરેલી એક કારમાં રહે છે ચંદ્રશેખર! તેઓ ઘાસનો ઉપયોગ કરીને ટોકરી બનાવી તેના બદલામાં ચોખા, ખાંડ અને અન્ય કરિયાણાનો સામાન લે છે

દક્ષિણ કન્નડ (Kannada district)જિલ્લાના સુલિયા તાલુકાના અરંથોડુ પાસે અદતલે અને નેક્કરે ગામ પાસે આવેલ જંગલમાં (Forest)56 વર્ષીય ચંદ્રશેખરનું (ChandraShekhar)ઘર છે. ચંદ્રશેખર પોતાનું ઘર છોડીને જંગલમાં રહે છે. ચંદ્રશેખરના ઘર સુધી પહોંચવું થોડું અઘરું છે. જંગલની અંદર 3-4 કિમી સુધી ચાલવું પડે છે. થોડાક સમય બાદ વાંસ સાથે બાંધેલ એક નાની પ્લાસ્ટિકની સીટ જોવા મળે છે. […]

ડીસા-પાલનપુર હાઇવે પર ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત, બે ટ્રક વચ્ચે રિક્ષા આવી જતાં કુચ્ચો વળી ગયો, અકસ્માતમાં ત્રણ લોકોના મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી, જેમાં બે જીવતા ભૂંજાયા છે. આ અકસ્માતમાં કુલ […]

મુંબઈની યુવતીને એરપોર્ટ પર નોકરી અપાવવાની લાલચ આપીને ઈન્ટરવ્યૂના બહાને અમદાવાદ બોલાવી, હોટલમાં લઈ જઈને યુવકે બનાવી હવસનો શિકાર

સોશિયલ મીડિયા (social media) મારફતે સંપર્ક સાધી મુંબઈની યુવતીને (mumbai girl) અમદાવાદ એરપોર્ટ પર નોકરી (Ahmedabad airport job) અપાવવાની લાલચ આપીને મુંબઈના એક યુવકે એરપોર્ટ વિસ્તારની એક હોટલમાં યુવતીને ઈન્ટરવ્યુના (interview in hotel) બહાને બોલાવી દુષ્કર્મ (rape with girl) કર્યુ હતુ. આ ઘટનાથી ખિન્ન થયેલી યુવતી મુંબઈ પરત ફરી હતી અને મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં […]

પુત્રવધૂએ પ્રેમી સાથે મળીને કરી સાસુની હત્યા: સુપ્રીમ કોર્ટે ન આપ્યા જામીન, કહ્યું- મર્ડર માટે ઝેરીલા સાપનો હથિયારની જેમ ઉપયોગ કરનાર સમાજમાં ખુલ્લો ફરે તે યોગ્ય નથી

પ્રેમિકાની સાસુનો પહેલાં ઓશિકાથી મોઢું દબાવ્યું અને પછી સાપ પાસે કરડાવીને હત્યા કરનાર પ્રેમીની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું- હત્યાની ઘટનામાં ઝેરીલ સાપનો ઉપયોગ હથિયાર તરીકે કરવો તે એક જઘન્ય ગુનો છે. રાજસ્થાનમાં હત્યા માટે કોઈ ઝેરીલા સાપનો ઉપયોગ કરવો અસામાન્ય છે. કોર્ટે કહ્યું- ગુનાને અંજામ આપવા માટે આરોપીએ ઘણી જ […]

ભ્રષ્ટ પોલીસકર્મીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગાંધીનગરના ઉનાવા આઉટ પોસ્ટના ASI પાંચ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

રાજ્યમાં લાંચ લેતાં ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉનાવા આઉટ પોસ્ટ, પેથાપુર પોલીસ સ્ટેશનમાં પાંચ હજાર રૂપિયાની લાંચ લેતાં ASI હસમુખભાઇ અંબાલાલ શર્માને એન્ટિ કરપ્શન બ્યૂરોએ રંગેહાથે ઝડપી લીધો હતો. પતિ અને સાળી વચ્ચેના અણબનાવ બાબતે થયેલ પોલીસ ફરિયાદની અરજી ફાઈલ કરવા માટે પતિ પાસેથી 20 હજાર રૂપિયાની લાંચ માગી હતી. […]