શિક્ષિત અને આધુનિક સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો: સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભુવાએ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા!

શિક્ષિત અને આધુનિક સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો કહીં શકાય એવી ઘટના ઘોઘંબાના (Ghoghamba)એક ગામમાં સામે આવી છે. ઘોઘંબા તાલુકાના એક સંતાન વાંચ્છુક દંપતી સાથે વિધિના નામે એક ભુવાએ પરિણીતા સાથે શારીરિક અડપલા (molestation)કર્યા હતા. આખરે પરિણીતાએ હિંમતભેર પોલીસ ફરિયાદ કરતાં રાજગઢ પોલીસે (Rajgarh police)ભુવાની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે પરિણીતાના ઘરે આવેલા […]

લાગણી અને વફાદારીનો અનોખો ઋણાનુબંધ: માલિકના આકસ્મિક નિધન બાદ પાળેલા કૂતરાંએ અન્નજળનો ત્યાગ કરી એક સપ્તાહમાં દેહ છોડ્યો

દાંતામાં એક યુવકનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ તેમના પાળેલા કૂતરાએ ખોરાક લેવાનું છોડી દીધુ હતુ. અને સપ્તાહ બાદ કૂતરાએ દેહ છોડી દીધો હતો. પરિવારજનો યુવક અને સભ્ય સમાન કૂતરાની અણધારી વિદાયથી બેવડા આઘાતમાં સરી પડ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો દાંતામાં પાળેલા કૂતરાએ માલિક […]

જો મોદી 20 વર્ષ દેશના PM રહે તો દેશમાંથી ગરીબી નાબૂદ થઇ જશે: કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું કહેવું છે કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 વર્ષ હજુ દેશના પ્રધાનમંત્રી રહેશે તો દેશમાંથી ગરીબી નાબૂદ થઇ જશે. બિહારના બેગૂસરાયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ થેલા વિતરણ સમારોહમાં સામેલ થયેલા મંત્રીએ આ વાત કહી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ થતા અનાજ વિતરણમાં એક થેલો પણ સાથે આપવામાં આવે છે. […]

અદાણી અને ગુજરાત ગેસ વચ્ચે ભાવ વધારાની સ્પર્ધામાં ભીંસાતા લાખો ગુજરાતીઓ, મોંઘા પેટ્રોલ-ડીઝલના કારણે સીએનજી તરફ વળેલા વાહનચાલકોનો મરો

દિવાળી જેવા તહેવાર માથે છે અને બીજી તરફ મોંઘવારી રાજાની કુંવરી માફક દિવસે ન વધે તેટલી રાતે વધે છે અને રાતે ન વધે તેટલી દિવસે વધે જેવો ઘાટ થયો છે. અદાણી અને ગુજરાત ગેસ વચ્ચે ભાવ વધારાની સ્પર્ધા જામી છે. જેમાં અદાણી ગેસ દ્વારા આડેધડ વધારો ઝીંકવામાં આવ્યા બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીમાં રૂ.2.68 […]

ભારતીય સેનાએ કરી કમાલ: 96 ટીમોને ધૂળ ચટાડી મિલિટરી પેટ્રોલ ઓલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ મેડલ

ઇન્ડિયન ફ્રન્ટિયર ફોર્સે મિલિટરી પેટ્રોલ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો ભારતીય સેનાએ આ સ્પર્ધામાં 96 ટીમોનો સામનો કર્યો હતો યુકેમાં યોજાયેલી કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં ભારતીય સેનાએ કરી કમાલ ભારતીય સેનાએ વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે. ભારતીય સેનાની 4/5 ગોરખા રાઇફલ્સ (ફ્રન્ટીયર ફોર્સ) ની ટીમે 13 થી 15 ઓક્ટોબર 2021 દરમિયાન યુકેના બ્રેકન વેલ્સમાં પ્રતિષ્ઠિત કેમ્બ્રિયન પેટ્રોલ […]

વિટામીન Kનું સેવન તમને આ તકલીફોથી બચાવશે, ક્યાં આહારમાંથી મળે છે વિટામીન K? જાણો અને શેર કરો

માણસ ખાવાનું ખાય તેની પાછળનું સૌથી મહત્ત્વનું કારણ છે ભૂખ, પરંતુ શું ભોજન માત્ર આપણી ભૂખ સંતોષવાનું જ કામ કરે છે? ના, ભોજનનું મહત્ત્વ આપણા સૌના જીવનમાં શ્વાસ લેવા જેટલું જ છે. જેથી પૌરાણિક ગ્રંથોથી માંડીને મોડર્ન મેડિકલ જર્નલ સુધી સૌમાં ભોજનને માણસજાત માટે અતી જરૂરી દર્શાવામાં આવ્યું છે. ભોજન લેવું જેટલું મહત્ત્વનું છે તેટલું […]

પતિ પત્ની ઓર વો: પત્નીએ પ્લાન બનાવીને પતિને પ્રેમીકા સાથે રૂમમાં રંગેહાથે પકડ્યો અને બંનેને લગાવી દીધી આગ

અત્યારના સમયમાં પતિ પત્ની અને વોના (pati, patni aur woh) કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે ત્યારે આવી ઘટનાઓમાં કરુણ અંત આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના દાર્જિંલિંગમાં (Darjeeling) પ્રકાશમાં આવી હતી. પશ્વિમ બંગાળના (west bengal) દાર્જિલિંગ જિલ્લા પોલીસના નક્સલબારી પોલીસ સ્ટેશનએ (Naxalbari police station) પતિની પ્રેમિકાની હત્યા માટે પત્નીની (wife killed husband […]

ગોંડલમાં પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

રાજકોટ (rajkot news) જિલ્લાના ગોંડલ શહેરમાં (Gondal crime news) વધુ એક પરિણીતાએ પોતાના સાસરિયા (married women harassment) પક્ષના લોકો દ્વારા આપવામાં આવતો ત્રાસ સહન ન થતા આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી (married woman suicide) લીધું છે. માત્ર ત્રણ મહિના પહેલાં જ જે યુવતીએ પ્રેમ લગ્ન કર્યા (love marriage) હતા. ત્રણ મહિનામાં તે યુવતી નહીં પરંતુ […]

‘વહુ તો ઘરના આંગણે જ શોભે’ની માનસિકતા તોડી સસરાના માર્ગદર્શનથી પુત્રવધૂ ઓસ્ટ્રેલિયન પોલીસમાં જોડાઈ

હાલ, સમાજમાં ઘણા લોકોની એવી માનસિકતા છે કે, વહુ તો ઘરના આંગણે જ શોભે. પણ આ માનસિકતાને તોડીને ઠાસરામાં રહેતા તૃષારભાઈ પટેલે પોતાની પુત્રવધુને સપનાનું આકાશ સોંપી દીધું છે. આજથી આશરે 6 વર્ષ પહેલા ધર્મજમાં રહેતા આશાબેન પટેલના લગ્ન ઠાસરામાં રહેતા તૃષારભાઈના દીકરા જયકિશન પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્નિ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા […]

કાળજું કંપાવનારી ઘટના: ગાઝીયાબાદમા જોડિયા ભાઈઓ 25મા માળેથી નીચે પડતા ઘટનાસ્થળે જ મૃત્યુ; પરીવાર શોકમાં ગરકાવ

ગાઝિયાબાદમાં એક કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીંના વિજયનગર વિસ્તારમાં શનિવારે રાત્રે 1.30 વાગ્યે બે જોડિયા ભાઈઓ 25મા માળેથી પડી ગયા હતા. બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને બાળકો 14 વર્ષના હતા અને 9 માં ધોરણમાં અભ્યાસ કરતાં હતા. તમને જણાવી દઈએ કે બાળકોના પિતા કોઈ કામ માટે મુંબઈ ગયા હતા અને માતા […]