દિલ્હીમાં ગટર સાફ કરવા ઉતરેલા AAP કોર્પોરેટરને લોકોએ નાયકની જેમ દૂધથી સ્નાન કરાવ્યું, જુઓ વીડિયો..

દિલ્હીમાં MCD ચૂંટણીને લઈને રાજનીતિના જુદા-જુદા પહેલું જોવા મળી રહ્યા છે. એક બાજુ મંગળવારે દિલ્હીના ત્રણ નિગમોને એક કરવાના બીલ પર મોદી કેબિનેટે મુહર લગાવી દીધી તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હાસિબ અલ હસન બોલિવુડ એક્ટર અનિલ કપૂરના અંદાજમાં જોવા મળ્યો હતો. હાસિબ અલ હસને પૂર્વ દિલ્હીના ગટરમાં કૂદીને તેની સફાઈ કરી હતી, […]

આવી ગયા ટોલ ટેક્સના નવા નિયમ, નેશનલ હાઈવે પર 60 કીમી સુધી કોઈ ટોલ ટેક્સ નહીં લાગે, જાણો વિગતે..

રાષ્ટ્રીય રાજમાર્ગો પર 60 કિલોમીટરથી પહેલા કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં. સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના માટે બજેટમાં કરાયેલી ફાળવણીમાં લોકસભામાં ચર્ચાનો જવાબ આવતા મંત્રી નિતિન ગડકરીએ આશ્વાસન આપ્યું છે કે 60 કિલોમીટરના અંતર સુધીના ટોલ ટેક્સને ખતમ કરાશે. આ સાથે જ ગડકરીએ 2024 સુધીમાં દેશની સડકોને અમેરિકાની સડકોને સમાન બનાવવાનો દાવો પણ કર્યો છે. […]

વડોદરામાં એકતરફી પ્રેમનો કરૂણ અંજામ: 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર, આરોપી ઝડપાયો, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પરિવારની માગ

વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતાં શહેર પોલીસતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. હત્યારાએ વિદ્યાર્થિનીને પાળિયા (આદિવાસીઓનું ખેતીમાં ઉપયોગમાં લેવાતું એક ઓજાર)ના 10થી વધુ ઘા માર્યા હતા. વિદ્યાર્થિનીના પરિવારે ફાસ્ટટ્રેક કોર્ટમાં […]

આ ફળ અને શાકભાજીના બીજ ફેંકી ના દેતા, ગંભીર બીમારીઓમાં છે રામબાણ ઈલાજ, જાણો અને શેર કરો

ઘણા ફળ અને શાકભાજી હોય છે જેના બીજ આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે બીજ ખૂબ કામના હોય છે. શું તમે જાણો છો કે અમુક ફળો અને શાકભાજીઓના બીજ પણ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. જોકે ઘણા આ બીજ ફેંકી દે છે. પરંતુ હવે કોઈ પણ શાકભાજીમાંથી બીજ […]

પાટણની આ શાળાએ કરી કમાલ: પરબના વેડફાતા પાણીનો સદુપયોગ કર્યો, પાઈપલાઈન અને સેફ્ટી ટેન્ક મારફતે બગીચાઓમાં લીલોતરી પાથરી

પાટણ શહેરમાં વિશ્વ જળ દિવસે જળ એ જીવનનું અગત્યનું પરીબળ છે તેને સાર્થક કરતી પાટણ શહેરની બી ડી સાર્વજનિક હાઇસ્કૂલમાં વેસ્ટ પાણીના ટીંપે ટીપાનો ઉપયોગ થાય તે દિશામાં પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં શાળામાં પીવાના પાણીની પરબ પર 25 નળ વાટે બાળકો પાણી પીતા હોય છે. જ્યાં નળ ચાલુ-બંધ કરવામાં વેડફાતુ પાણી શોષકૂવામાં વહી […]

ઓનલાઈન ગેમની માયાજાળમાં ફસાતા ધામખડીના યુવાનનો આપઘાત: સુસાઇડનોટમાં લખ્યું, ‘રમી ગો એપમાં મારી સાથે ફ્રોડ થયું, મેં 4 લાખ ગુમાવ્યા, માટે જીવન ટૂંકાવું છું’

મહુવા તાલુકાના ધામખડીના 24 વર્ષીય યુવાન અંકિત જીવણભાઈ પટેલે ઓનલાઈન ગેમની માયાજાળમાં ફસાઈ ચૂક્યો હતો. ઓનલાઈન ગેમમાં મોટું દેવું થઈ ગયું અને ચિંતામાં ને ચિંતામાં જીવન ટૂંકાવવાનો અંતિમ નિર્ણય લીધો. ત્યારે તેની સુસાઇડનોટ મળી આવી હતી, જેમાં તેણે વ્યથા ઠાલવી હતી. જોકે મૃતક યુવાનનાં પરિવારજનોએ યુવાનના મોત અંગે અનેક શંકા વ્યક્ત કરી હતી. હ્રદયને કંપાવનારી […]

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ કર્યા બાદ ધર્મ પરિવર્તનનો વિરોધ કરતા યુવતીને માથામાં ગોળી મારી હત્યા કરી; આરોપી બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોમવારે એક હિન્દુ યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અહીંના સુક્કુર જિલ્લામાં યુવતીએ અપહરણનો વિરોધ કર્યો હતો. ત્યારપછી અપહરણકારોએ તેને માથામાં ગોળી મારી દીધી હતી. આ યુવતીનું નામ પૂજા કુમારી ઓડ છે, જેની ઉંમર 18 વર્ષ છે. બળજબરીથી ધર્મ પરિવર્તન અને અપહરણના નિષ્ફળ પ્રયાસ બાદ હત્યા કરવામાં આવી […]

અમદાવાદના બાવળા નજીક 300 વીઘામાં રૂ. 250 કરોડના ખર્ચે બ્રહ્મ સમાજનું દુર્ગાધામ બનશે, 31 કરોડનું મંદિર હશે

અમદાવાદ જિલ્લાના બાવળા ગામ નજીક રૂપિયા 250 કરોડનાં ખર્ચે બ્રહ્મસમાજ દ્વારા દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે. જેનું 27મી માર્ચે ભૂમિપૂજન હોય ગુજરાત ભરમાંથી હજારો ભૂદેવ આ કાર્યક્રમમાં આવી પહોંચશે. દુર્ગાધામમાં મોટા શહેરની જેવી તમામ સુવિધા હશે દુર્ગાધામ વિશે જણાવતા દુર્ગાધામનાં પ્રણેતા એવા ભાવેશ રાજ્યગુરુએ કહ્યું છે કે, દુર્ગાધામ એક બ્રહ્મનગરી બનશે. 300 વીઘાની વિશાળ જગ્યા […]

સુરત પોલીસ કમિશનરની કાર્યવાહી: દારૂના નામે વેપારીના ઘરમાં ઉધમ મચાવનારા ઉમરાના PSI સસ્પેન્ડ

સુરત શહેરના ઘોડદોડ રોડ સ્થિત પ્રેસીડેન્સી એપા.માં દારૂના ચેકિંગના બહાને વેપારીના ઘરમાં ઘૂસી જઇ વેપારી ઉપર કેસ કરી તેનાં વૃદ્ધ માતા-પિતા સાથે ગેરવર્તન કરી 4 લાખની લાંચની માંગણીના આક્ષેપથી ઘેરાયેલી ઉમરા પોલીસ મથકની સબ ઇન્સપેક્ટર કે.એન. ચોપડા અને બે કોન્સ્ટેબલ્સને સસ્પેન્ડ કરી દેવાયા હતા. વર્દીના નામે રૂઆબ છાંટી નાગરિકોને રંજાડતાં કે ગેરવર્તન કરતાં કોણ પણ […]

ચીની ડ્રેગનની ચાલ, ભારતીય સીમા પર વિવાદિત સરહદની અંદર વસાવ્યા 624 ગામ

ભારત સાથેના સરહદી વિવાદમાં છેડો ફાડવા માટે ચીન દ્વારા 624 ગામડાઓ વસાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ચીને હિમાલયની ગોદમાં બનેલા આ ગામોને વિવાદિત સરહદની અંદર કે પછી કબજા હેઠળના વિસ્તારોમાં બનાવ્યા છે. ચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશ પર વર્ષ 2017માં આ સૈન્યકૃત ગામોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. ચીનની સરકારે તેના દસ્તાવેજમાં ખુલાસો કર્યો […]