ગુજરાત પોલીસને મળી સ્માર્ટ વાન: આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનું લોકાર્પણ

ગૃહ રાજ્ય મંત્રીએ 48 ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ–રેસ્કયુ વ્હીકલ 42 હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન કરાવ્યું આગામી સમયમાં 1100 જેટલા વિવિધ પ્રકારના ગાડી, ટુવ્હીલર અને અન્ય વાહનોની જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવશે: ગૃહ મંત્રી ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર […]

બર્થ ડેમાં નવું ખરીદેલું સ્પોર્ટ્સ બાઈક લઈ નીકળેલા મિત્રોનો ઓલપાડ-સાયણ રોડ પર અકસ્માત, બંનેનાં કરૂણ મોત

સાયણ ગામે નહેરકોલોની ખાતે રહેતો યુવક પોતાની નવી ખરીદેલી સ્પોર્ટ્સ બાઇક પર મિત્રને બેસાડી ઓલપાડ તરફથી આવતી વખતે આગળથી જતી એક્ટિવા મોપેડને ઓવરટેક કરતી વખતે થયેલા અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેના મિત્રનું સારવાર દરમિયાન મોત થવાની ઘટના બની હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત પર શિક્ષિકાએ ‘આપણે જીતી ગયા’ એવું વ્હોટ્સએપ સ્ટેટસ મુકતા સ્કૂલે નોકરીમાંથી કાઢી મૂકી

રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી સ્કૂલમાં નોકરી કરતી નફીસા અટારી નામની શિક્ષિકાને રવિવારે ટી-20 મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત બાબતે જશ્ન મનાવ્યા બાદ તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી છે. શિક્ષિકા નફિસા અટારી રાજસ્થાનના ઉદયપુરમાં નીરજા મોદી સ્કૂલમાં નોકરી કરતી હતી. તેણે પાકિસ્તાન સામે ભારતની હાર બાબતે ખુશી વ્યક્ત કરતાં વ્હોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું. […]

દિવાળીએ રાતે સુખ-સમૃદ્ધિની કામનાથી કઇ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઇએ? જાણો અને શેર કરો

દિવાળીએ રાતે ઘરની આસપાસ લક્ષ્મીજીના સ્વાગત માટે દીવો પ્રગટાવવો જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે દિવાળીએ રાતે થોડી ખાસ જગ્યાએ દીવો જરૂર પ્રગટાવવો જોઇએ. જાણો આ જગ્યાઓ કઇ-કઇ છે… લક્ષ્મી પૂજા પહેલાં મુખ્ય દ્વારે બંને બાજુ સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. જો ઘરમાં ફળિયું હોય તો ઘીનો એક દીવો ફળિયામાં પ્રગટાવવો જોઇએ. ફળિયું ના હોય તો […]

વાળને લગતી દરેક સમસ્યા દૂર કરવા માટે બેસ્ટ છે ‘લીમડો’, આ ઘરગથ્થુ ઉપચારથી દૂર થશે ખરતા વાળ સહિતની સમસ્યા

લીમડો એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ, એન્ટી-માઇક્રોબિયલ, એન્ટી-સેપ્ટિક, એન્ટી-ફંગલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લીમડો સ્વાસ્થ્યની સાથે જ ત્વચા અને વાળ સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. કેટલીક વખત વાળ ચીકણા થઇ જવા, ખંજવાળ આવવી, ખોડો થવાની સમસ્યાઓ વધવા લાગે છે. એવામાં તમે પોતાના વાળની સારસંભાળમાં લીમડાનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ આ વિશે… લીમડાના પાણીનો […]

બનાસકાંઠાના ઇકબાલગઢમાં રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું, પરિવારમાં આક્રંદ

બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે ખેતરમાં રોટાવેટરમાં ફસાઈને ચગદાઈ જતા એક યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજયું હોવાની ઘટના સામે આવી છે. ખેતી કામ દરમિયાન રોટાવેટર સાફ કરવા જતાં યુવકનો તેમાં પગ ફસાઈ જતા ઘટના બની હતી. જ્યારે બનાસકાંઠામાં સુરાણા ગામ પાસે આજે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા તેને બચાવવા જતા કાર પલટી ખાઇ અકસ્માત સર્જાયો હતો. […]

અમદાવાદમાં યુવતી જે યુવકની લાગણીઓમાં ભરમાઈ તેણે જ હાથ પગ બાંધી ગુજાર્યો બળાત્કાર, પિતા સાથે ઝઘડો થતા બહેનપણીને ત્યાં રહેવા જતા થયો હતો પ્રેમ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી અને એરહોસ્ટેસનો અભ્યાસ કરી નોકરીની શોધમાં રહેલી એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને પિતા સાથે ઝઘડો થતા તે તેની બહેનપણીને ત્યાં રહેવા લાગી હતી. બહેનપણીના ભાઈનો મિત્ર ત્યાં અવર જવર કરતો હતો. આ દરમિયાન બંને એકબીજા ના પ્રેમમાં પડયા હતા. બાદમાં યુવતીએ આ યુવક સાથે ફુલહાર કર્યા હતા […]

સાબરકાંઠામાં હજારો સાપને રેસ્ક્યૂ કરનારા જીવદયા પ્રેમી યુવકનું સર્પદંશથી મોત, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

સાબરકાંઠા જિલ્લાના તલોદના મહિયલ ગામના જીવદયા પ્રેમી યુવકનું સર્પદંશથી મોત થતાં સમગ્ર પંથકમાં શૉકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહિયલ ગામના એસટી વિભાગમાં ફરજ બજાવતા મુકેશભાઈ છત્રાલાનો પુત્ર કૃણાલ જીવદયા પ્રેમી હતો. મહિયલ સહિત આસપાસના વિસ્તારોમાં નીકળતા ઝેરી સાપનું સફળ રેસ્ક્યૂ કરી તેને હેમખેમ ખુલ્લા જંગલમાં છોડી મૂકવાની ઉમદા ભાવના […]

સુરતના પરીણીત પ્રેમીની મોતની છલાંગ: પોલીસથી ભાગવા જતાં હોટલના બીજા માળેથી લગાવી છલાંગ, પ્રેમી પાછળ કૂદવા જતી પ્રેમિકાને પોલીસે બચાવી

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ પાસે આવેલી હોટલ અમિટીના બીજા માળેથી કૂદીને સુરતના ફેક્ટરીમાલિકે મોતનો ભૂસકો માર્યો હતો. પ્રેમી પાછળ કૂદવા જઇ રહેલી પ્રેમિકાને પોલીસે બચાવી દીધી હતી. પ્રેમી પાછળ કુદવા તૈયાર થયેલી પ્રેમિકાને પોલીસે કહ્યું હતું કે, તારા ગર્ભમાં રહેલા બાળકનો શું વાંક છે કહી બચાવી હતી. સયાજીગંજ પોલીસે યુવાનના મૃતદેહને […]

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી, ગાંધીધામમાંથી પાકિસ્તાનને ગુપ્ત જાણકારી મોકલતાં BSF જવાનની ધરપકડ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ગાંધીધામ યુનિટમાં ફરજ બજાવતા એક કૉન્સ્ટેબલ સજ્જાદ મોહમ્મદ ઈમ્તિયાઝને જાસૂસી કરવાના આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી મોબાઈલ ફોન અને સિમકાર્ડ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]