યુ-ટ્યૂબ પર નુસખો જોવો પડ્યો ભારે, પપૈયાના પાંદડાનો ઉકાળો પીતા ભાઈ-બહેનનું નિધન, ડોક્ટરોએ કહ્યું ઉકાળાથી મોત ના થઈ શકે, અન્ય કારણ હોય શકે

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢના જોઘોંમાં એક પ્રવાસી મહિલાના બે બાળકોના પપૈયાના પાંદડાનો ઉકાળો પીવાના કારણે મોત થઈ ગયા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ચંદીગઢમાં PGIમાં એડમિટ છે અને તેની સારવાર ચાલી રહી છે. કહેવાના આવી રહ્યું છે કે બાળકોને થોડા સમય પહેલા તાવ હતો અને તેમણે યુ-ટ્યૂબ પર […]

સુરતમાં બેસતા વર્ષના દિવસે યુવકને જાહેરમાં રહેંસી નાખ્યો: પેટ્રોલ પમ્પ પર લાઈનમાં ઘૂસેલા 3 યુવકોને ઠપકો આપતા હત્યા કરી, પરિવાર દીકરાની રાહ જોતો રહી ગયો

સુરતમાં સામાન્ય બાદ હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે નવા વર્ષના દિવસે સુરતના ગોડાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ છે પેટ્રોલ પંપમાં લાઈનમાં ઊભા રહેવા થયેલા ઝઘડાને લઇને ત્રણ યુવકોએ પેટ્રોલ પંપની બહાર એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી […]

જસદણના બેલડા ગામે ફટાકડાં ફોડવા જતા કરેલો ચાળો મોંઘો પડ્યો! ભડભડ સળગ્યો યુવાન, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવાળીની રાત્રે આગજનીની 21 જેટલી ઘટનાઓ ઘટી હોવાનું સામે આવ્યું છે. દિવાળીની રાત્રે ફટાકડાથી વોશિંગ મશીન, બાઈક, બુટ ચપલ ની દુકાન, પુઠાના કારખાના તેમજ નમકીનના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ જસદણ તાલુકાના બેલડા ગામ નો એક વિડિયો વાઇરલ થયો છે. આ વીડિયો એટલા માટે […]

દેવઉઠી અગિયારસ, શું છે તુલસી વિવાહની પરંપરા, કેવી રીતે કરવી માંગલિક કાર્યની શરૂઆત, જાણો અને શેર કરો

કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસને લોકો દેવઉઠની એકાદશીના નામથી ઓળખે છે. માન્યતા છે કે, ક્ષીર સાગરમાં ચાર મહિનાની યોગનિદ્રા બાદ ભગવાન વિષ્ણુજી આ દિવસે જાગે છે. કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસ એટલે દેવઉઠની અથવા દેવોત્થાન એકાદશીએ શ્રીવિષ્ણુજીની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ પર્વ કઇ રીતે શરૂ થયોઃ- ધર્મગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાની સુદ પક્ષની […]

મેનકા ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે કરી માગ: આપણે ચૂંટણી જીતવાની છે, રાંધણ ગેસના ભાવ તો ઘટવા જોઈએ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાની કેન્દ્ર સરકારને અપીલ કરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ હવે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાની માગ ખુદ ભાજપમાં ઉઠી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ મેનકા ગાંધીએ આ માગ ઉઠાવી છે. પોતાના મતવિસ્તાર સુલતાનપુરની ચાર દિવસની મુલાકાતે […]

ભાઈ-બીજના દિવસે જ ઘટી કરુણંતિકા! ગાંધીનગરમાં પ્લાન્ટની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા પાંચ શ્રમિકોના મોત

ગાંધીનગરના ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ફાર્મા કંપનીમાં એન્વાયરમેન્ટ બીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા પાંચ શ્રમિકોના મૃત્યુ નિપજયા છે. સમગ્ર ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરના ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટૂટશન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડમાં એક બે નહિ […]

સુરેન્દ્રનગરના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટર, કુખ્યાત ગેડિયા ગેંગના મોસ્ટ વોન્ટેડ આરોપી મુન્નો અને તેનો પુત્ર ઠાર મરાયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટલી તાલુકાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજસીટોકના આરોપી વોન્ટેડ મુન્નો અને તેનો પુત્ર મદીન ઠાર મરાયા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આ બંને મૃતક ગુજસીટોકના આરોપી હતા. જેથી બંને આરોપીઓને પકડવા જતી પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી બાપ-દીકરાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. […]

શિયાળામાં છાતી અને ગળામાં કફ જમા થઈ જાય તો આ 5 દેશી ઉપચાર તરત જ મટાડી દેશે, જાણો અને શેર કરો

શિયાળાની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે. એવામાં સીઝન બદલાતા જો તમને કફ, શરદી અને ખાંસી વધી રહી હોય તો કરો આ 5 અક્સિર ઉપાય. વાતાવરણ ઠંડક અને ગરમી એમ ડબલ સીઝનને કારણે ઘણાં લોકોને શરદી, ખાંસી અને કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સીઝનમાં વધુ તકલીફ થાય છે. […]

જસદણના એક ચોપડી ભણેલા જીવરાજભાઈ રાઠોડે બનાવ્યું હતું દેશનું પહેલું થ્રેસર, આજે 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે

સમગ્ર રાજકોટ જિલ્લામાં ગઈકાલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. હાલ વિક્રમ સંવત 2078ના પ્રારંભની સાથે નવા વર્ષની શરૂઆત થઈ છે. આજે ભાઈબીજ છે. ભાઈબીજના દિવસે ભાઈ પોતાની બેનને ત્યાં જમવા જશે અને બેન પોતાના ભાઈને પ્રેમથી જમાડશે તથા સુખી, સમૃદ્ધિના આશીર્વાદ પાઠવશે. આજના પર્વમાં બહેન દ્વારા પીરસતા ભોજનનું મહાત્મય હોય છે. ત્યારે ખેડૂતોના શ્રમદાનને […]

માતા લોન ન ચૂકવી શકી, તો રિકવરી એજન્ટ પુત્રીને લઈને થયો ફરાર, પોલીસે બંનેની પૂછપરછ કરી તો અજબ પ્રેમની ગજબ કહાનીનો થયો ખુલાસો

લોન ન ચૂકવવા ઉપર રિકવરી એજન્ટ દ્વારા ગ્રાહકો સાથે દુર્વ્યવહારના અલગ અલગ કિસ્સાઓ છાસવારે સાંભળવા મળતા હોય છે. પરંતુ બિહારની રાજધાની પટનામાં લોન ન ચૂકવાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પટનાના ફુલવારી શરીફમાં ભાડાના મકાનમાં રહેનારા એક યુવક હજારી બાગની એક યુવતીને લઈને ફરાર થયો હતો. જ્યારે પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ […]