દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની વસ્તીમાં વધારો થયો, હેલ્થ સર્વે અનુસાર હવે દર 1000 પુરુષોએ 1,020 મહિલાઓ છે
દેશમાં પહેલી વખત પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી વધી છે. હવે દર 1,000 પુરુષોએ 1,020 મહિલાઓ છે. આઝાદી પછી પણ આ પ્રથમ વખત છે જ્યારે, પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી 1000થી વધુ થઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)માં આ આંકડો સામે આવ્યો છે. અગાઉ 2015-16માં હાથ ધરાયેલા NFHS-4માં, આ આંકડો દર 1,000 પુરુષોએ 991 સ્ત્રીઓનો હતો. […]