અત્યારના જમાનામાં ખાણી-પીણીની તમામ વસ્તુઓ ભેળસેળયુક્ત થઈ ગઈ છે. શુદ્ધ વસ્તુ મળવી અશક્ય બની ગઈ છે. આમાંની જ એક વસ્તુ દૂધ છે. રોજિંદા ઉપયોગમાં લેવાતું દૂધ જો ભેળસેળયુક્ત હોય તો તે આપણાં સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ગાય અને ભેંસના દૂધ સિવાય અત્યારે માર્કેટમાં પેકેટમાં આવતું દૂધ પણ વેચાઈ રહ્યું છે. ત્યારે આવું દૂધ ઉપયોગમાં લેતા પહેલાં તે કેટલું શુદ્ધ હશે તેની ચકાસણી ચોક્કસ કરવી જોઇએ.
સ્ટાર્ચ ટેસ્ટ
દૂધમાં સ્ટાર્ચ ભળેલો છે કે નહીં તેની ચકાસણી કરવા માટે 2 ચમચી મીઠાંને 5 મિ.લી. દૂધમાં નાખો. જો દૂધનો રંગ વાદળી થઈ જાય તો સમજી લેવું કે આ દૂધમાં વધુ માત્રામાં સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ છે.
વોશિંગ પાવડર
માર્કેટમાં બહુ બધી કંપનીના દૂધ એવા વેચાઈ રહ્યા છે જેમાં વોશિંગ પાવડર મિક્સ કરેલો હોય છે. તમે જે દૂધ પી રહ્યાં છો તેમાં વોશિંગ પાવડર મિક્સ કરેલો છે કે નહીં તે જાણવા માટે દૂધને એક કાચની બોટલમાં ભરો અને જોરથી હલાવો. જો આમ કરવાથી બહુ ફીણ થાય અને આ ફીણ લાંબા સમય સુધી રહે તો તેનો અર્થ એ કે દૂધમાં વોશિંગ પાવડર મિક્સ કરેલો છે.
ફોર્મલિન
પેકેજ્ડ દૂધને લાંબા સમય સુધી રાખવા માટે તેમાં ફોર્મલિન (જંતુવિનાશક ગેસનું પાણી સાથેનું મિશ્રણ)નો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, દૂધમાં ફોર્મલિન છે કે નહીં તે ચકાસવા માટે એક ટેસ્ટ ટ્યૂબમાં 10 મિ.લી. દૂધમાં 2-3 ટીપાં સલ્ફ્યુરિક એસિડ નાખો. જો તેમાં ઉપર વાદળી રંગનું સ્તર જામી જાય તો સમજવું કે દૂધમાં ફોર્મલિન મિક્સ કર્યું છે.
કેમિકલ્સયુક્ત દૂધ
સિન્થેટિક દૂધમાં મોટાભાગે સાબુ મિક્સ કરવામાં આવે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ચેક કરવા માટે થોડું દૂધ લઇને તમારા હાથ પર ઘસો. આવું કરવાથી તમને અનુભવાઈ જશે કે દૂધમાં સાબુ મિક્સ કરેલો છે કે નહીં. આ ઉપરાંત, જો દૂધ ઉકાળતી વખતે દૂધનો રંગ બદલાઇને પીળો થઈ જાય તો તેનો અર્થ કે દૂધમાં ભેળસેળ કરવામાં આવી છે.
ડાલડા અથવા વનસ્પતિ
દૂધમાં ડાલડા અથવા વનસ્પતિ મિક્સ કરવામાં આવ્યા છે કે નહીં તે તપાસવા એક બાઉલમાં 2 ચમચી હાઇડ્રોલિક એસિડ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી દૂધ નાંખીને સારી રીતે મિક્સ કરો. જો આ મિશ્રણનો રંગ લાલ થઈ જાય તો સમજવું કે તમે જે દૂધ પી રહ્યા છો તે અશુદ્ધ છે.
ઘરમાં કઈ રીતે ચેક કરી શકો છો
- અસલી દૂધને હાથોની વચ્ચે રગડવા પર કોઈ ચીકાશ અનુભવાતી નથી. જયારે નકલી દૂધને જો તમે હાથોની વચ્ચે રગડશો તો તમને ડિટર્જન્ટ જેવી ચીકાશ અનુભવાશે.
- અસલી દૂધમાં નોર્મલ ફીણ થાય છે, જયારે નકલી દૂધમાં એકસ્ટ્રાઓર્ડીનરી ફીણ થાય છે.
- કોઈ ચિકણી જગ્યા પર દૂધનું એક ટીપું ડ્રોપ કરશો તો દૂધ આગળ વધી જશે. તેમાં કોઈ વસ્તુંને ભેળવવામાં આવી હશે તો તે ત્યાં જ રહી જશે.
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..