આજે વાત કરવાની છે પ્રયાગરાજમાં રહેતા રાહુલ કેસરવાનીની. રાહુલે એન્જિનિયરિંગ કર્યા બાદ અનેક કંપનીઓમાં સારી સેલેરી પર કામ કર્યું. પરંતુ, તે કંઈક ઈનોવેટિવ કરવા ઈચ્છતા હતા, જેનાથી તેની ઓળખ બને. ગત વર્ષે મે-જૂનમાં તેઓએ એક ઓનલાઈન ટનાટન એપ લોન્ચ કરી. આ એપ ટિકટોક જેવી જ છે, જે હવે ઘણી જ પોપ્યુલર પણ થઈ ગઈ છે. 50 લાખથી વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી ચુક્યા છે. રાહુલ હવે તેમાંથી દર મહિને 3થી 4 લાખ રૂપિયાની કમાણી કરે છે.
રાહુલ જણાવે છે કે- મારો એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ પ્રયાગરાજથી થયો. 2016માં મારું કેમ્પસ સિલેક્શન થયું અને હું ગુડગાંવમાં નોકરી કરવા લાગ્યો. તે મોટી કંપની હતી અને મારે કામ શીખવું હતું, તેથી મેં તે નોકરી છોડી દીધી અને નોયડામાં એક સ્ટાર્ટઅપ જોઈન કર્યું. હોટસ્ટારની તર્જ પર ફુટબોલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરતો હતો. જે બાદ એક સોશિયલ એપમાં કામ કરવા લાગ્યો, જે ગુમ થયેલા લોકોને શોધવાનું કામ કરતું હતું. લગભગ 150 લોકોને અમે આ એપની મદદથી શોધ્યા હતા.
2018માં 13 લાખ વાર્ષિક વેતનવાળી નોકરી છોડી
રાહુલ જણાવે છે કે મનમાં પોતાનું કંઈ કરવાનું સપનું હતું, તેથી મેં 2018માં આ નોકરી પણ છોડી દીધી. કોલેજ ટાઈમથી જ હું અને મારા કેટલાંક મિત્રો સાથે મળીને વેબસાઈટ અને સોફ્ટેવેર બનાવવાનું કામ કરતો હતો. આજે પણ પ્રયાગરાજમાં અનેક સ્કૂલ અમારા ક્લાયન્ટ છે. એવામાં મારું એક કામ પણ ચાલતું હતું. આ વચ્ચે કોરોના આવ્યો, તો અમને વિચારવાનો સમય મળી ગયો.
તે જણાવે છે કે આ ટનાટન એપ લોન્ચ કરતાં પહેલા કેટલીક ચાઈનીઝ એપ બેન થઈ ગઈ હતી. ટિકટોકની તુલનાએ જે એપ માર્કેટમાં હતી, તે એટલું સારું પર્ફોમ કરી શકતા ન હતા. આ દરમિયાન મેં નક્કી કર્યું કે એક એવી એપ લોન્ચ કરવામાં આવે, જે ટિકટોકને ટક્કર આપી શકે. તેઓ જણાવે છે કે નસીબે પણ મારો સાથ આપ્યો અને થોડાં દિવસ બાદ જ ટિકટોક બેન થઈ ગયું. જેનો ફાયદો એ થયો કે જે ટ્રાફિક ટિકટોકને મળતો હતો, તેનો એક મોટો વર્ગ અમારી તરફ શિફ્ટ થઈ ગયો.
રાહુલ જણાવે છે કે જ્યારે અમે આ એપને લોન્ચ કરી, તો સર્વર માટે ઘણો બધો પૈસો માર્કેટમાંથી ઉઠાવવો પડ્યો. લગભગ 20થી 25 લાખ રૂપિયાનું દેવું હતું. અમે વિચારી શકતા ન હતા કે આ દેવામાંથી કઈ રીતે બહાર નીકળીશું. કેમકે ટિકટોકને હરાવવું એટલું આસાન ન હતું. એક સમય તો એવો પણ આવ્યો કે અમારું સર્વર જ બેસી ગયું, પરંતુ અમે પ્રોબ્લેમ સોલ્વ કર્યો અને આગળ વધ્યા. આજે 6 મહિનાની અંદર જ અમારી એપ લોકો વચ્ચે લોકપ્રિય થઈ ગઈ છે. અમે તેને વધુ સારી બનાવવા પર સતત કામ કરી રહ્યાં છીએ. અમે એક કંપની પણ બનાવી
છે જેમાં 25 લોકો કામ કરે છે.
પ્રયાગરાજમાં જ રાહુલના પિતાની કરિયાણાની દુકાન છે. મધ્યમવર્ગીય પરિવાર હોવાને કારણે પિતા ગુરુપ્રસાદ કેસરવાની ઈચ્છતા હતા કે તેમનો પુત્ર સારી રીતે સેટલ્ટ થઈ જાય. વારંવાર સારી નોકરી બદલવી અને પછી જોબ છોડી દેવી તે વાત તેમને પસંદ ન હતી. રાહુલ જણાવે છે કે પિતા ઈચ્છતા હતા કે હું કોઈ સ્થાયી કામ કરું, જ્યારે માતાની ઈચ્છા હતી કે જે મારું મન કહે તે જ કરું. આ વાતને લઈને પપ્પા થોડા દિવસ નારાજ પણ રહ્યાં. પરંતુ, હવે જ્યારે સારી કમાણી થાય છે તો તેઓ ઘણાં જ ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..