કુતિયાણા તાલુકાના ચૌટા ગામે રહેતા ખીમાભાઈ નામના ખેડૂત છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ખેડૂતે પોતાની જમીનમાં દવા કે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર સમગ્ર ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરી મબલખ ઉત્પાદન દર વર્ષે મેળવે છે. જેમાં ગૌમુત્ર, દેશી લીમડો, ગોબર ભેગું કરી અને ગૌમુત્રમાંથી બનતું જીવામૃત તથા પંચામૃતનો ઉપયોગ કરી દર વર્ષે વધુ માત્રામાં અને ગુણવત્તાયુક્ત પાક મેળવી રહ્યા છે.
ઓર્ગેનિક પદ્ધતિથી અલ્પ સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે ત્યારે ખેડૂતે રાજકોટ ખાતે ઉત્પાદન થયેલ પાકનું લેબોરેટરી ટેસ્ટ કરાવ્યું હતું. જેનો રીપોર્ટ સંપૂર્ણપણે નીલ આવ્યો હતો. ખીમાભાઈ મારૂના જણાવ્યા પ્રમાણે વીસ વીઘા જમીનમાં ચાલુ વર્ષે મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાં કેમીકલ દવાનો છંટકાવ કર્યા વગર એક વીઘાએ 25 થી 30 મણ જેટલું મગફળીનુંઉત્પાદન કરેલ મગફળી, કપાસ, બાજરી વગેરે પાકનું ઉંચા ભાવે વેચાણ થતું હોય છે. ઉપરાંત બાજરી અને મગફળીના પાકમાંથી બનેલ ઘાસચારો પણ ગુણવત્તાયુક્ત હોવાથી પશુઓના આહાર માટે લાભદાયક છે ત્યારે દૂધાળા પશુઓના દૂધમાં પણ વધારો થતો હોવાનું જણાવાયું હતું.
ચૌટા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી એક વીઘે 25 થી 30 મણ મગફળીનું ઉત્પાદન મેળવ્યું
રાસાયણિક ખેતીના ગેરફાયદા
ઓર્ગેનિક ખેતીના ફાયદા
ઓર્ગેનિકખેતીથી ખેડૂતોને કોઈપણ જાતના કેમીકલ, રસાયણ કે ખાતરોની જરૂર પડતી નથી તેમજ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને પાક તૈયાર થયા બાદ ખોરાક માટે લેવાતા શાકભાજી અને કઠોળ લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની રહે છે. ઉપરાંત જીવજંતુ અને પાકમાં આવતા રોગચાળાને અટકાવવા માટે કોઈ પ્રકારના ખર્ચો કરવા પડતા નથી.
રાસાયણિક ખેતીથી ખેડૂતોને મોંઘાભાવની દવાનો છંટકાવ કરવો પડે છે. યુરીયા અને ડી.એસ.પી. સહિતના મોંઘાપાડા ખાતરો તથા કેમિકલયુક્ત દવાથી જીવનની ફળદ્રુપતાને નુકસાન પહોંચે છે અને ખેડૂતોને તથા ઉત્પાદન મેળવેલ બજારભાવોમાં પણ પોષક ભાવો મળતા નથી જેથી નુકસાની વેઠવી પડે છે.
ચૌટા ગામના ખેડૂતે કેમીકલ દવાનો છંટકાવ કર્યા વગર એક વીઘાએ 25 થી 30 મણ મગફળીનુંઉત્પાદન મેળવ્યું
દેશી લીમડો, ગોબર સહિત ગૌમુત્રમાંથી બનતું જીવામૃત અને પંચામૃતનો ઉપયોગ કરાય છે