હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચી જનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ છે શૌર્ય ચક્રથી સન્માનિત, ગ્રુપ કેપ્ટનના સ્વાસ્થ્ય માટે થઈ રહી છે પ્રાર્થના

તામિલનાડુમાં કુન્નુર નજીક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થઈ ગયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર સર્વાઈવર છે, જેમને ગંભીર સ્થિતિમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનસ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટિંગ સ્ટાફ છે.

શૌર્ય ચક્રથી છે સન્માનિત
રિપોટ્સ મુજબ, વર્ષ 2020માં એક હવાઈ ઈમર્જન્સી દરમિયાન LCA તેજસ ફાઈટર પ્લેનને બચાવવા માટે વરુણ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સ્વતંત્રતા દિવસના રોજ કેપ્ટન વરુણ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

UPના રહેવાસી છે વરુણ સિંહ
વરુણ સિંહ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રુદ્રપુર તાલુકાના ખોરમા કન્હૌલી ગામના રહેવાસી છે. DSSCમાં પદસ્થ હોવાને કારણે તેમનો આખો પરિવાર તામિલનાડુમાં રહે છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ, કોંગ્રેસનેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે વરુણ સિંહ માટે પ્રાર્થન કરી
રક્ષામંત્રી રાજનાથ સિંહે દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ માટે પ્રાર્થના કરી છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં પોતાનાં પ્રિયજનોને ગુમાવનારા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરું છું, જેમની હાલ સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.’

ઈન્ડિયન એરફોર્સના જણાવ્યા મુજબ, CDS રાવત બુધવારે સ્ટાફ કોર્સ ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સને સંબોધિત કરવા માટે વેલિંગ્ટન સ્થિત DSSCની મુલાકાતે હતા. આ દરમિયાન બપોરે વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર તામિલનાડુના કુન્નુર નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં CDS જનરલ રાવત અને તેમનાં પત્ની સહિત 13 લોકોનાં નિધન થયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો