કળિયુગી સંતાનો: રાજકોટમાં રહેતા વયોવૃદ્ધ માતાને સંતાનમાં ચાર-ચાર દીકરા હોવા છતાં લાચાર બની, ત્રણ ભાઈઓએ તો સાચવવાની ના પાડી દીધી

રાજકોટમાં રહેતા એક વયોવૃદ્ધ માતાને સંતાનમાં ચાર-ચાર દીકરા હોવા છતાં પથારીવશ હોવાને કારણે લાચારી ભોગવવાની નોબત આવી હતી. વૃદ્ધાને 4 દીકરા હતા, જેમાંથી માત્ર એક જ દીકરો તેમની સારસંભાળ રાખતો હતો. સમય જતાં તેને હૃદયની બીમારી હોવાને કારણે તે માતાની સારસંભાળ રાખવા માટે અસક્ષમ બનતાં તેને બીજા ત્રણ ભાઈઓની મદદ માગી હતી, પરંતુ તેમણે પણ સારસંભાળની ના પાડતાં આખરે એક વ્યક્તિએ 181ની મદદ માગી હતી. 181ની ટીમે વૃદ્ધાના દીકરાનું કાઉન્સેલિંગ કરીને જવાબદારીનું ભાન કરાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજકોટ 181 મહિલા હેલ્પલાઈન ટીમને એક વ્યક્તિએ જાણ કરેલી કે એક વૃદ્ધ માજી છે, જેને ચાર દીકરા છે અને એક દીકરી છે. માજી પથારીવશ છે, દીકરાઓ રાખવાની ના પાડે છે. કોલ આવતાં કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા અને મહિલા કોન્સ્ટેબલ પુષ્પાબેન બાબરિયા તથા ચાંચિયા કૌશિકભાઈ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા માજી બોલી કે સાંભળી નહોતાં શકતાં. માજી ફક્ત જોઈ શકતાં હતાં.

માજી ખાટલામાંથી ઊભાં પણ થઈ શકતાં નહોતાં. પીડિતા માજીને તેમનો સૌથી નાનો દીકરો સાચવતો હતો. માજીના બીજા ત્રણ દીકરા હતા, પરંતુ એકેય ધ્યાન નહોતા આપતા. નાના ભાઈ બીમાર રહે છે, હૃદયની બીમારી હોવાથી માજીને ઊંચકી નથી શકતો. માજી પોતે ચાલી શકતાં નથી, શૌચાલય જવા માટે લઈ જવાની પણ તકલીફ છે. તેમને બીજા પણ દીકરા છે, જેઓ રાખતા ન હતા, આથી તે દીકરાઓને બોલાવેલા. તેમણે તે દીકરાઓનું કાઉન્સેલિંગ કર્યું હતું.

ત્રીજા નંબરના દીકરાએ કહ્યું મારી પત્નીની પ્રસૂતિ વખતે માતા આવ્યા નહોતા
જેમાંથી એક ત્રીજા નંબરના દીકરાએ એવું જણાવ્યું કે તેમનાં પત્નીની પ્રસૂતિ વખતે માતા આવ્યાં ન હતાં, આથી તેઓ નહીં સાચવે. આથી તે દીકરાને કાયદાનું ભાન કરાવ્યું હતું. મોટો દીકરો માજીને રાખવા કહે તો, રાખવા અને ભરણપોષણ આપવાનું હોય તો તેવી રીતે પણ તૈયાર છે, પરંતુ ત્રીજા નંબરનો દીકરો સમજતો નહોતો, કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતાં કાર્યવાહી માટે નારી કોર્ટમાં અરજી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો