ગિરનારની લીલી પરિક્રમા અંગે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતી લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ પરિક્રમાને ગ્રહણ લાગ્યુ હતુ પરંતુ આ વર્ષે 14મી નવેમ્બરના રોજ પરિક્રમા થશે. આ વખતે તેમા માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે પરંતુ સામાન્ય લોકો માટે આ મંજૂરી નથી.
કલેકટર દ્વારા પરિક્રમા અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવામાં આવ્યું છે કે સામાન્ય લોકોને પરિક્રમા કરવા પર પ્રતિબંધ છે. માત્ર સાધુ સંતો જ પ્રતિકાત્મક પરિક્રમા કરી શકશે. 400ની મર્યાદામાં માત્ર સાધુ-સંતો જ પરિક્રમા કરી શકશે.
કલેકટરે કરેલી જાહેરાતમાં માત્ર સાધુ-સંતો જ પરિક્રમા કરશે તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો સામાજિક સંસ્થાઓ પણ પ્રતિકાત્મક પરિક્રમા કરી શકશે નહીં. જૂનાગઢવાસીઓની માંગણી મુજબ માત્ર સાધુ સંતોને જ પરિક્રમા કરવાની છૂટ આપવામાં આી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..