યુક્રેનમાં રશિયા સતત હુમલો કરી રહ્યું છે, એવામાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય સ્ટુડન્ટ્સ યુક્રેનમાં ફસાઈ ગયા છે. ભારતના લગભગ 20 હજાર વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા હતા. સવાલ એ થાય છે કે ભારતીય વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરવા માટે યુક્રેન કેમ જાય છે? શું વિદેશી ડીગ્રી લેવા માટે ભારતમાં દરેક પ્રેક્ટિસ કરી શકે છે?
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્રારા લોકસભામાં કરાયેલા એક સવાલના જવાબમાં એ જાણવા મળ્યું છે કે વિદેશથી ડીગ્રી લઈને પરત ફરેલા 79 ટકા ડોકટરો અહીં નેશનલ મેડિકલ કમિશનના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એગ્ઝામિનેશનમાં ફેલ થઈ રહ્યા છે. સ્ક્રીનિંગ ટેસ્ટમાં ફેલ થનારા ડીગ્રીધારી ડોકટર ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરી શકતા નથી, એટલે 21 ટકા ડોકટર જ પાસ થાય છે. ઉલ્લેકનીય છે કે જો માત્ર ડિસેમ્બર 2020ની વાત કરીએ તો વિદેશથી ડોકટર બનીને ભારતમાં સ્ક્રીનિંગ ટેસ્ટ આપવા આવેલા 14, 648 મેડિકલ સ્ટુડન્ટ ભારતમાં નાપાસ થઈ ગયા છે.
આ કારણોસર વિદ્યાર્થીઓ ફેલ થાય છે
મધ્યપ્રદેશ મેડિકલ કાઉન્સિલ અને રિટાયર ડાયરેક્ટર હેલ્થના પૂર્વ ચેરમેન ડો.કેકે ઠસ્સુએ જણાવ્યું હતું કે યુક્રેન, રશિયા સહિત ઘણા અન્ય દેશોમાં મેડિકલ કોલેજ સાથે હોસ્પિટલની અનિવાર્યતા નથી. જેથી વિદેશથી ભણેલા વિદ્યાર્થીઓ પેશન્ટની સર્જરી અને અન્ય ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એ સમજી શકતા નથી. વિદ્યાર્થીઓએ પેશન્ટની ટ્રીટમેન્ટને સમજવા માટે બીજી હોસ્પિટલોમાં જવું પડે છે.
વળી, વિદેશની મેડિકલ કોલેજમાં એડમિશન લેનાર ભારતીય વિદ્યાર્થીએ પહેલા જે-તે દેશની સ્થાનિક ભાષા શીખવી પડે છે, કારણ કે ત્યાં તેમને એ ભાષા જ શીખવી પડે છે. આને કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ નેશનલ મેડિકલ કમિશનના સ્ક્રીનિંગ ટેસ્ટમાં ફેલ રહે છે.
દર વર્ષે 70% વધુ વિદેશી ડોકટર સ્ક્રીનિંગ ટેસ્ટમાં ફેલ
પરીક્ષા સેશન | ટેસ્ટમાં સામેલ | પાસ થયેલા ડોકટર | પાસ ડોકટર્સની ટકાવારી |
જૂન 2018 | 9274 | 2480 | 26.74% |
ડિસેમ્બર 2018 | 12077 | 1969 | 16.30% |
જૂન 2019 | 12394 | 2992 | 24.14% |
ડિસેમ્બર 2019 | 15663 | 4444 | 28.37% |
જૂન 2020 | 17198 | 1999 | 11.62% |
ડિસેમ્બર 2020 | 18576 | 3928 | 21.14% |
કુલ | 85722 | 17812 | 20.77% |
ભારતમાં 1 કરોડ ફી, NEET પણ અઘરી
ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાંથી ઘણા કટ ઓફ લિસ્ટમાં આવી જાય છે, પરંતુ સરકારી મેડિકલ કોલેજમાં જગ્યા મળી શકતી નથી. વિશ્વભરમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીઝમાં 60 હજાર સીટ છે. આ સંસ્થામાં વાર્ષિક 18 લાખથી 30 લાખ રૂપિયા ફી આપવી પડે છે. પાંચ વર્ષના કોર્સ માટે આ રકમ 90 લાખથી 1.5 કરોડ રૂપિયા સુધી છે. તેવામાં મિડલ ક્લાસ પરિવારના લોકોને આ ફી નથી પોસાતી હોવાથી તેઓ વિદેશમાં ભણવા જતા હોય છે.
રશિયામાં 20 લાખ રૂપિયામાં ડોકટર બનાય
ભારતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ડોકટર બનવા માટે વિદેશ ભણવા જાય છે. રશિયા, યુક્રેન, કર્ગિસ્તાન અને કઝાકિસ્તાન વિદ્યાર્થીઓનું મનપસંદ સ્થળ છે. હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફિલિપિન્સ અને બાંગ્લાદેશ જવાનું પણ પસંદ કરે છે. બાંગ્લાદેશમાં ડોકટર બનવાનો ખર્ચ 25થી 40 લાખ રૂપિયા છે, જ્યારે ફિલિપિન્સમાં MBBSનો ખર્ચ 35 લાખ અને રશિયામાં 20 લાખ રૂપિયા છે.
MPમાં કેટલા વિદેશી ડીગ્રીધારી ડોકટરોને સારવારની મંજૂરી
મધ્યપ્રદેશ મેડિકલ કાઉન્સિલમાં બીજા દેશોથી ડીગ્રી લઈને આવેલા 137 ડોકટર રજિસ્ટર્ડ છે, જેમાં રશિયા, ફિલિપન્સ, અબુધાબી સહિત અન્ય દેશોથી ડોકટર બનીને આવે છે. NMCના સ્ક્રીનિંગ ટેસ્ટમાં પાસ થયા પછી આ ડોકટરોને લાઈસન્સ મળે છે.
કયા દેશમાં ભારતના કેટલા મેડિકલ વિદ્યાર્થીઓ છે તે જોઈએ
દેશ | ભારતના મેડિકલ વિદ્યાર્થીઓ |
ચીન | 23000 |
યુક્રેન | 18000 |
રશિયા | 16500 |
ફિલિપાઈન્સ | 15000 |
કિર્ગિસ્તાન | 10000 |
જ્યોર્જિયા | 7500 |
બાંગ્લાદેશ | 5200 |
કઝાકિસ્તાન | 5200 |
પોલેન્ડ | 4000 |
આર્મેનિયા | 3000 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..